For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફડનવીસ કહે છે કે 2019માં શરદ પવારની લીલીઝંડી હતી

Updated: Feb 22nd, 2023


- ભાજપ અને એનસીપી વચ્ચેના જોડાણની વાતો 

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- ભાજપના નેતાએ કહ્યું હતું કે હું જે કહું છું તે 100 ટકા સાચું છે અને તેમાં લગ્ગીરેય જુઠ્ઠું નથી....

૧૯૬૭માં ૨૭ વર્ષની ઉંમરે પ્રથમ વાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા શરદ પવારે આજે પણ રાજ્ય અને  કેન્દ્રના રાજકરણમાં પોતાની વગ અકબંધ રાખી છે. 

રાજકીય ફલક પર અનેત મિત્રો અને દુશ્મનો ધરાવતા શરદપવારની કમનસીબી એ છે કે કોઇ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મુકતા ડરે છે. સત્તાના રાજકારણની ચેસમાં તે હંમેશા પાવરધા પુરવાર થયા છે.

શરદ પવારની પોલ ખોલતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે ગયા અઠવાડીયે એક મરાઠી ચેનલને કહ્યું હતું કે ૨૦૧૯માં જ્યારે ભાજપ-એનસીપીની સરકારને રાજ્યપાલ કોશિયારીએ શપથ લેવડાવ્યા તે શરદપવારની લીલી ઝંડી બાદ લેવાયેલો નિર્ણય હતો. ત્યારે તેમનો ભત્રીજાએ મુખ્યપ્રધાન તરીકે અને મેં નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા.

આમ કહીને ભાજપના નેતાએ કહ્યું હતું કે હું જે કહું છું તે ૧૦૦ ટકા સાચું છે અને તેમાં લગ્ગીરેય જુઠ્ઠું નથી. સ્વભાવિક રીતેજ શરદ પવારે પ્રત્યાધાત આપતા કહ્યું હતું કે મને એમ હતું કે દેવેન્દ્ર ફડનવીસ કલ્ચર્ડ ્ને જેન્ટલમેન હશે. જોકે પડદા પાછળ દરેક માને છે કે શરદપવાર પણ ૨૦૧૯માં ઉતાવળેે બનાવેલી સરકારમાં સામેલ હતા.

ચૂંટણી પછી શિવસેનાએ મુખ્ય પ્રધાનપદું માગ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. શિવસેનાએ એવો દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલાં મુક્યપ્રધાન પદ માટેની સમજૂતી થઇ હતી જ્યારે ભાજપે તે માંગ ફગાવી દીધી હતી. આ વિવાદ બાદ શિવસેનાએ શરદપવાર અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચી હતી.

ત્યારે ફડનવીસે તેમને ટેકો આપતા વિધાન સભ્યોની સહી વાળેા કાગળ પણ રજૂ કર્યો હતો. આખા દેશમાં ફડનવીસે કરેલી ઉતાવળ અને સત્તા લાલસાની વાત ચાલતી હતી. જોકે શપથ લીધા બાદ શરદ પવાર ફરી ગયા હતા અને ભાજપના ભાગે પીછેહઠ અને ફડનવીસના ભાગે બદનામી આવી હતી. 

  ત્યારે સંજય રાઉત મેદાનમાં હતા અને તે એગ્રેસીવ બનીને રજૂઆતો કરતા હતા. 

શિવસેનાના ભૂતકાળ પર નજર કરીયે તો તે કોંગ્રેસના સાથી તરીકે જોવા મળી હતી. મહારાષ્ટ્ર કેડરના ભૂતપૂર્વ આઇપીએસ જે. એફ રિબેરોે લખ્યું હતું કે તમેણે જ  ઠાકરે અને તે સમયના (૬૦ના દાયકામાં) મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વી.પી. નાઇક વચ્ચે મુલાકાત કરાવી આપી હતી.  ત્યારે મિલ માલિકો યુનિયન તોેડવા શિવસેનાની મદદ લેતા હતા અને શિવસેનાને તે કામ માટે કોંગ્રસનો ટેકો મળતો હતો.

રિબેરોેેએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે એક મીલ સામે આંદોલન કરતા દેખાવકારો પર હુમલો કરવાનો પ્લાન પણ ફોન પર સાંભળવા મળ્યો હતો.

કહેવાનો અર્થ એ છે કે બાલઠાકરે વખતે પણ શિવસેના અને કોંગ્રેસ વચ્ચે કૂણી લાગણી હતી તે ઉધ્ધવ ઠાકરેે રીપીટ કરી હતી.

અહીં ટૂંકમાં કહી શકાય કે માત્ર શરદ પવારજ નહીં પણ બાલ ઠાકરે પણ ડબલ ક્રોસ કે ટ્રીપલ ક્રોસ કરવામાં પાવરધા હતા. 

આ એ માણસની વાત છે કે જે ૧૯૬૭માં પ્રથમવાર વિધાનસભ્ય બન્યા હતા.તે સત્તાની આસપાસ રહેવા ટેવાયેલા છે. તે માત્ર મહારાષ્ટ્ર જ  નહીં પણ દેશના પૈસાદાર લોકોની યાદીમાં આવે છે. પરંતુ રાજકીય ભરોસોની વાત આવે ત્યારે તેમને નેગેટીવ માર્કસ મળી શકે છે.

Gujarat