FOLLOW US

કાશી-મથુરા જેવા ટાઇમ બોમ્બને ડિફ્યૂઝ કરી દો

Updated: Sep 21st, 2022


- દરેક પક્ષ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

ઇતિહાસ પુનરાવર્તન કરી રહ્યો છે. આ વખતે જ્ઞાાનવાપી મસ્જીદ-મંદિરનો કેસ સપાટી પર આવ્યો છે. તે અયોધ્યા જેવો વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ નથી. ૬૦૦ વર્ષ પહેલાં શિવમંદિરની જગ્યાએ મસ્જીદ ઉભી કરી દેવાઇ હતી. જેમાં શિવંદિરમાં પૂજા કરવા દેવાની વાત છે.

૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બનેલી બાબરી ધ્વંસની ઘટના બની એને કાર સેવકોએ વિવાદાસ્પદ સ્ટ્રક્ચર તોડી પડાયું ત્યારે એમ મનાતું હતું કે હવે ક્યારેય ૧૯૯૧ના વર્શીપ એક્ટનો ભંગ નહીં થાય. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે બાંધકામ હોય તેની સાથે ચેડાં નહી થઇ શકે એમ એક્ટ કહેતો હતો છતાં મથુરા અને કાશીનો મંદિર-મસ્જીદ વિવાદ બહુ ચર્ચિત રહ્યો હતો. 

કાશી અને મથુરાના મંદિરોના વિવાદમાં તે ભગવાન શિવ અને ભગવાન ભગવાન કૃષ્ણના મંદિર છે. જ્ઞાાનવાપી મસ્જીદના દાવા અંંગે  કેટલાક દિવસ પહેલાં વારણસી જીલ્લા ન્યાયમૂર્તિ એ.કે.વિશ્વેશાએ આપેલો ચુકાદાથી હિન્દુ શ્રધ્ધાળુઓ ગેલમાં આવી ગયા છે. 

પાંચ મહિલા અરજદારોએ કરેલા કેસ અનુસાર મા શ્રીંગાર ગૌરી અને અન્ય દેવી દેવતાઓને ૧૯૯૩ સુધી પૂજન કરવામાં આવતું હતું તેવી રજૂઆત કરી હતી. જેના કારણે પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ આડે નથી આવતો એવું તારણ કાઢવામાં આવ્યું હતું. ચુકાદામાં કહેવાયું હતું કે અરજદાર માત્ર પૂજા કરવાની પરવાનગી માંગી રહ્યા છે. કેમકે ૧૯૯૩ સુધી ત્યાં પૂજા થતી હતી.

આ ચુકાદાથી એક તારણ એવું પણ કાઢવામાં આવ્યું હતું કે હવે સંઘ પરિવાર અને તેની સલગ્ન સંસ્થાઓ અન્ય વિવાદાસ્પદ ધાર્મિક સ્થળો માટે દાવો ઉભો કરીને આંદોલન કરી શકશે.

એમ પણ કહે છે કે મથુરાની સાઇટ માટે હિંન્દુ સંગઠનોએ બહુ પ્રયાસ નથી કર્યા.  હકીકત તો એ પણ છે કે પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ને પડકારવાની જરૂર હોવાનું કહેવાયું હતું. જેમાં આવા વિવાદો પર પૂર્ણ વિરામ મુકવું પડયું હતું. આ એક્ટને પડકારવામાં આવ્યો છે તેનું હીયરીંગ સુપ્રીમ કોર્ટમાં બાકી છે.

દરેક પક્ષ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. પોતે સાચા હોવાનું દરેક પક્ષ બહુ ઝનૂન પૂર્વક કહી રહ્યો છે.  મોટા ભાગના એમ માનવા લાગ્યા છે કે હવે અન્ય ધાર્મિક સ્થળના વિવાદના પોપડા ખુલશે અને તે પ્રકાશમાં આવશે. પંરતુ દેશમાં એક વાતાવરણ એવું પણ ઉભું થયું છે કે મંદિર-મસ્જીદના વિવાદો હવે સાઇડમાં મુકી દેવા જોઇએ કેમકે હજારો મંદિરોને તોડીને ત્યાં મસ્જીદ બનાવી હોવાનો દાવો થઇ શકે છે. આપણા ઇતિહાસની કેટલીક હકીકતો ભૂલાય એમ નથી.

જે મંદિરોને તોડીને મસ્જીદ બનવાઇ તેને ફરી મંદિરમાં બદલવાની પ્રોસેસ એ બહુ વિવાદાસ્પદ, ખર્ચાળ અને સમયના વ્યય સમાન બની રહે એમ છે તેના બદલે એટલો સમય રાષ્ટ્ર ઘડતરના કામ પર ધ્યાન આપવું જોઇએ. મહત્વની વાત એ છે કે તેના કારણે કોમીશાંતિ પણ ડહોળાઇ શકે છે.

ખરેખર તો આ મુદ્દો બંને પક્ષ માટે ઇજ્જતનો સવાલ બની ગયો છે. બંને પક્ષમાંથી કોઇ પોતે પીછેહઠ કરે છે એ સ્વીકારવા તૈયાર નથી એેક આખો સમાજ અપમાનિત થઇ જવાની ભીતી સેવાઇ રહી છે. એટલે તો ૬૦૦ વર્ષ પહેલા મંદિર તોડીને બનાવેલી જ્ઞાાનવાપી મસ્જીદના મુદ્દે મુસ્લિમ સમુદાય ચીટકી રહ્યો છે.

કોઇ પણ મુસ્લિમ સ્કોલરને પૂછશો તો તે કહેશે કે કેટલાક સ્થળો પર મંદિરોની જગ્યા પર બનાવાયેલી મસ્જીદને બહુ ઓછા લોકો વિવાદસ્પદ ગણતા હોય છે. ત્યાં શ્રધ્ધાથી આવતા લોકોને તેના ઇતિહાસનો ખ્યાલ પણ નથી હોતો. 

હકીકતે તો હિન્દુ અને મુસ્લિમોએ સમાજમાંથી ભૂખમરેા અને ગરીબી દૂર કરવા માટે પોતાની એનર્જી કામે લગાડવી જોઇએ. બંને પક્ષના સજ્જન લોકોએ આગળ આવવું જોઇએ અને કાશી-મથુરા જેવા ટાઇમ બોમ્બને ઇજ્જતનો સવાલ બનાવ્યા વગેર તેને ડિફ્યૂઝ કરવો જોઇએ.

Gujarat
English
Magazines