- દર વર્ષે નેશનલ ટેકનોલોજી ડે ઉજવાય છે
- ઇનસાઇડ સ્ટોરી
- ભારતે સાયન્સના ઇનોવેશનના ગ્રોથ માટે વિવિધ પગલાં લીધા છે. જેમકે અટલ ઇનોવેશન મિશન
પાક્સ્તિાન સાથેના યુધ્ધના પડકારો વચ્ચે ૧૧મેના રોજ નેશનલ ટેકનોલોજી ડે ક્યારે પસાર થઇ ગયો તેની બહુ ઓછી નોંધ લઇ શકાઇ છે.
ભારતના વિજ્ઞાનીઓ,રીસર્ચ કરનારા અને એન્જીન્યરો ને સમાવતી ભારતની સાયન્ટિફીક કોમ્યુનિટીએ ભારતને સન્માન મળે તેવા સંશોધનો કર્યા છે તેના માનમાં દર વર્ષે ૧૧ મેની ઉજવણી કરવામાં આવે છે.
સાયન્સના સંશોધનો અને સ્પેસ સશોધનોમાં ભારતે હરણફાળ ભરી છે. ૧૧ મે ૧૯૯૮ના રોજ ભારતે પોખરણમાં અણુ પરિક્ષણ કરીને ભારત ન્યૂકલીયર ક્લબમાં સામેલ થનાર છઠ્ઠો દેશ બન્યો હતો. ૧૯૭૪માં ભારતે સ્માઇલીંગ બુધ્ધા કોડનેમ હેઠળ અણુ પરિક્ષણ કર્યું હતું.
૧૯૯૮માં પોખરણ અણુ પરિક્ષણ બાદ થોડા દિવસોમાં ભારતે બનાવેલું પહેલું એરક્રાફ્ટ હંસ-થ્રીનું ઉડાન બેંગલૂરૂ ખાતે કરાયું હતું. સર્વેલન્સ અને પાયલોટ ટ્રેનીંગ માટે આ એરક્રાફ્ટ તૈયાર કરાયું હતું.
આ દિવસે ભારતે સરફેસ ટુ એરમિસાઇલ ત્રિશુલનું પણ પરિક્ષણ કર્યું હતું. હવે જ્યારે એકજ દિવસમાં અનેક સંશોધનોના સફળતા પૂર્વક પરિક્ષણ થતાં તે દિવસ ૧૧મેને નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું.
આ નિર્ણય પર તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ મંજૂરી આપી હતી. ૧૯૯૯માં પ્રથમવાર નેશનલ ટેકનોલોજી ડે ઉજવાયો હતો.
કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળ બનાવેલા ટેકનોલોજી બોર્ડ ત્યારથી ભારતના ટેકનોલોજી ઇનોવેશનને સન્માનવા ટેકનોલોજી ડે ઉજવવાની શરૂઆત કરી હતી.
દર વર્ષે આ દિવસે વિજ્ઞાનીઓનું સન્માન પણ કરાય છે. ભારતમાં વિજ્ઞાનના સંશોધનો આધારીત સ્ટાર્ટઅપ કમાલ કરી રહ્યા છે. તે લોકોપયોગી બની રહ્યા છે. સાયન્સ સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ ઉભી કરવામાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. ભારતમાં સાયન્સ આધારીત સ્ટાર્ટઅપની સંખ્યા ૩૮ છે જેની સંપત્તિ એક અબજ ડોલર થવા જાય છે.
ભારતે સાયન્સના ઇનોવેશનના ગ્રોથ માટે વિવિધ પગલાં લીધા છે. જેમકે અટલ ઇનોવેશન મિશન. જેનું મુખ્ય કામ ઇનોવેશનને વિવિધ ક્ષેત્ર માટે ઉપયોગી બનાવીને નવોદિત રીસર્ચરને પ્રોત્સાહન આપવાનું છે. જે નિતી આયોગ હેઠળ સંચાલીત છે.
એવીજ રીતે શિક્ષણ મંત્રાલયે ઇનોવેશન સેલ ઉભું કર્યું છે. જેનું કામ શિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ ઉભા કરવા વિશેેષ સલાહ આપવી તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું છે.
એવી જ રીતે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સીલ (BIRAC) ઉભી કરાઇ છે. જે હેલ્થકેર સિસ્ટમ અને ઇન્ડસટ્રીયલ બાયોટેકનોલોજીમાં સંશોધનને પ્લેટફોર્મ પુરૂં પાડે છે.
યોર સ્ટોરી પણ નવોદિત સંશોધકોને પોતાની વાત કહેવાનું પ્લેટફેાર્મ પુરૂં પાડે છે. તે ઉદ્યોગ સાહસિકોની ઇકો સિસ્ટમનો એક ભાગ બની ગયું છે.
સરકારે ઇનેાવેશનને પ્રોત્સાહન આપવા નિધિ યોજના શરૂ કરી છે. જે મોટિવેશન પુરૂં પાડે છે. તેમને જે પડકારોનો સામનો કરવો પડે છે તેનું સોલ્યુશન તે લોકો આપી રહ્યા છે.


