app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ચીન સાથે જૈસે-થે સ્થિતિ રાખવામાંજ શાણપણ છે

Updated: Dec 21st, 2022


- ચીનની વિસ્તારવાદની નિતીની વારંવાર ટીકા 

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

અરૂણાચલ પ્રદેશની તવાંગ બોર્ડર પર નવમી ડિસેમ્બરે ભારતના સૈનિકોએ ચીનના સૈન્યને પાછું ધકેલું દીધુ તે સમયનો વિડીયો બહાર આવ્યા પછી લોકોને સંઘર્ષની ખબર પડી હતી. કરોડો લોકોએ હોકારા પડકારા સાથે ચીની સૈનિકોને ભગાડતો વિડીયો જોયો હતો. સરકારે પણ ગયા અઠવાડીયે સંસદમાં આ ઘટના બાબતે સરકારે કહ્યું હતું કે વિડીયો સાચો છે અને આવી ઘટના બની હતી.

બે વર્ષ પહેલાં પણ ગલવાન ખાતેે બનેલી આવી ઘટના અને તાજેતરની અથડામણ સંવેદનશીલ  ઘટના હોઇ સરકાર બાબતે સરકાર બહુ ઉહાપોહ ના થવા દે તે સ્વભાવિક છે. ચીનની સરહદે ૫૦,૦૦૦ સૈેનિકો ચીનના લશ્કર સામે આંખમાં આંખ પરોવીને ઉભા છે એમ કહી શકાય. પરંતુ ત્યાં કોઇ છમકલાને અવકાશ નથી તે પણ હકીકત છે.

ગલવાન અથડામણ વખતે એક ભારતીય જવાન અને બે ચીની સૌનિકો મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બંને પક્ષ સામસામે લોખંડના સળીયાથી મારામારી પર ઉતરી આવ્યા હતા. સરહદે કેટલીક વ્યૂહાત્મક જગ્યાઓ સંવેદનશીલ બની ગઇ છે. ગલવાનની ઘટનાને બે વર્ષ થવા આવ્યા ત્યાં સુધીમાં તો ચીન તે સ્પોટ સુધીના ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોડ વગેરની સવલતોે તૈયાર કરી દીધી છે. ભારત સાથે ચીન ૩૪૮૮ કિ.મીટરની બોર્ડર ધરાવે છે.

આવી જ રીતે ભારતે પણ સરહદ પર સવલતો ઊભી કરી છે. ભારતે પણ હેલીપેડ, રોડ વગેરે બાંધી દીધા છે. આ રીતે જોવા જઇએ તો ભારતે ચીન કરતાં વધુ સવલતો ઊભી કરી છે જેથી તે વધુ અસરકારક રીતે સામનો કરી શકે.

સરહદ પર આધુનિક હથિયારોની સાથે આગલી હરોળમાં રહેતી સૈનિકોની બહાદુરી અને હિંમત વધુ કામમાં આવતી હોય છે. ચીને પણ તેના સૈન્યને આધુનિક હથિયારાથી સજ્જ રાખ્યા છે. જુના જમાનાની ટેન્કો અને તોપોની જગ્યાએ આધુનિક કોમ્પયુટર ઓપરેટેડ શસ્ત્રો ઉપયોગમાં લીધા છે.

હકીકત એ છે કે ચીનનું આર્થિક તંત્ર ભારત કરતાં પાંચ ગણું  મોટું છે.૧૯૬૨ના યુધ્ધ વખતે ચીને પડાવી લીધેલી ૪૦,૦૦૦ સ્કે. કિલોમીટર જેટલી જમીન પાછી મેળવી શકાઇ નથી. 

ચીનને ઉતાવળ એ વાતની છે કે તે તેની સરહદે સ્પર્શતા દેશોની સરહદ તે બળજબરી કરીને નક્કી કરવા માંગે છે. કેટલાક દેશો આ બાબતે બહુ રસ બતાવતા નથી પરંતુ ચીન સ્પષ્ટતા કરવા માંગે છે. ચીનની દાનત ખોરી છે. તે પોતાના કબજા વાળી જમીનને પોતાના હસ્તકની ગણીને ત્યાં બોર્ડર લાઇન દોરવા માંગે છે. ભારત સાથે પણ ચીન જમીન કાયમ માટે હસ્તક કરી નાખવા માંગે છે. બીજી તરફ ભારત ચીનને બહુ છંછેડતું નથી પરંતુ ભારત ચીનની વિસ્તારવાદની નિતીની વારંવાર ટીકા કરે છે. 

સલામતીના ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધોથી ચીન નારાજ ચાલે છે. ચીન અવારનવાર અમેરિકાની ટીકા કરી ચૂક્યું છે. યુક્રેનના મુદ્દે ભારત સાથે મતભેદો હોવા છતાં  અમેરિકાએ ભારત સાથે સંબંધો ચાલુ રાખ્યા છે. પશ્ચિમના દેશોએ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની નીંદા કરવા કહ્યું તો પણ ભારત રશિયાની સાથે રહ્યું હતું અને ઓેઇલ રશિયા પાસેથી ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે અમેરિકા અને અન્ય દેશોના ભારત સાથેના  સંબંધોેમાં કોઇ તીરાડ પડી નહોતી.

પશ્ચિમના દેશો જાણે છે કે જો ચીન ભારત સાથે યુધ્ધ છેડશેે તો તેનો સામનો ભારતે એકલાએ જ કરવાનો છે. આવી સ્થિતિમાં જ્યારે રાહુલ ગાંધી એમ કહે કે સૈન્યનો ઉપયોગ કરીને ચીન પાસેથી જમીન પાછી લેવી જોઇએ તે વાત બાળક બુધ્ધિ સમાન લાગે છે. એટલેજ ચીનની સરહદે જેમ છે એમ રહેવા દેવામાંજ  શાણપણ છે.

Gujarat