જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણીઃ પ્રજાનો મૂડ હજુ અસ્પષ્ટ
- 370ને દુર કરાયા પછીની પહેલી ચૂંટણી
- ઇનસાઇડ સ્ટોરી
- નેશનલ કોન્ફરન્સે તો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તે દિવસથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી
શ્રીનગરના લાલચોકમાં રંગબેરંગી રોશની વચ્ચે તિરંગો લહેરાતો દેખાય તેનો અર્થ એ નથી કે જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી તત્વોેએ તલવાર મ્યાન કરી દીધી છે. જે રીતે ત્રાસવાદીઓ ભારતના જવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે વિધાનસભાનો ચૂંટણી જંગ લોહીયાળ બની શકે છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી ચૂંટણીઓ શરૂ થશે અને ૪ ઓક્ટોબરે તેના પરિણામો આવશે. છેલ્લા દશ વર્ષમાં જ્મ્મુ-કાશ્મીરમાં ધણું બદલાયું છે. જેમાં આર્ટીકલ ૩૭૦ને દુર કરાયાનો સમાવેશ થાય છે.
જ્મ્મુ-કાશમીરની ચૂંટણી પર માત્ર ભારતની નહીં પણ પાકિસ્તાન અને ચીનની પણ નજર છે. બાંગ્લાદેશમાં વિદેશી તાકાતો ખાસ કરીને ચીને જ ેરીતે સત્તા ઉથલાવી છે તે જોતાં કાશ્મીરમાં ચૂંટણીનું મહત્વ બહુ વધી ગયું છે. ૨૦૨૪ના લોકસભાના જંગમાં જમ્મુ-કાશ્મીરના લોકો ઉત્સાહભેર મતદાન માટે ઉમટયા હતા. મતદારોની લાંબી લાઇનો છેલ્લા ૩૫ વર્ષમાં પહેલીવાર લોકોએ જોઇ હતી.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અનેક રીતે મહત્વની બની રહેવાની છે. જમ્મુ-કાશ્મીરના લોકો છેલ્લા દશ વર્ષથી વિધાનસભાના જંગની રાહ જોઇને બેઠા હતા. આર્ટીકલ ૩૭૦નો વિરોધ કરવાની તક વિધાનસભાનો જંગમાં દેખાઇ શકે છે. ૩૭૦ દુર કરાશે તો જમ્મુ-કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે એમ કહેનારાઓને આઘાત એ વાતનો છે કે લોહીનું એક ટીપું પણ પડયું નહોતું. પાકિસ્તાન તરફી તત્વોએ થોડો ગણગણાટ કર્યો હતો પરંતુ મોદી સરકાર મક્કમ રહી હતી.
સુપ્રીમ કોર્ટે અગાઉ સરકારને આદેશ આપ્યો હતો કે ૩૦ સપ્ટેમ્બર પહેલાં ચૂંટણી યોજવા ની ડેડલાઇન જાહેર કરો. સરકારે આ આદેશ અનુસાર ચૂંટણી જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ સરકારને આદેશ આપ્યો હતો કે ૩૦ સપ્ટેમ્બર પહેલાં ચૂંટણી યોજવાની ડેડલાઇન જાહેર કરો. સરકારે આ આદેશ અનુસાર ચૂંટણી જાહેર કરી હતી.
૯૦ વિધાનસભ્યોે ચૂંટવા માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજીને ચૂંટણી પંચે મતદારોની સલામતી માટે પુરૃં ધ્યાન રાખ્યું છે. જુન ૨૦૧૪ પછી એેેટલેકે અંદાજે દશ વર્ષ પછી જમ્મુ કાશ્મીર ચૂંટણીના રંગે રંગાશે. આ દરમ્યાન ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં લોકસભાના જંગ માટે પ્રજાએ મતદાન કર્યું હતું તેમાંય ૨૦૨૪માં તો મતદારોની લાંબી લાઇનો જોઇને સૌને આશ્ચર્ય થયું હતું. માત્ર આટલુંજ નહીં પણ દેશ વર્ષના સમયમાં ૨૦૧૮ના મ્યુનિસિપલ ઇલેક્શન, ૨૦૧૮ની પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૦ની ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કાઉન્સીલના ચૂંટણીઓ પણ યોજાઇ હતી.
સીમાંકનની પ્રોસેસ પત્યા પછીની આ પહેલી વિધાનસભાની ચૂંટણી છે. દરેક પક્ષ પોતાની ગમ રમવામાં મસ્ત છે. જ્યારે મોદી સરકાર માટે રાજ્યમાં સરકાર બનાવવી એક મોટા પડકાર સમાન છે. જમ્મુમાં ભાજપનું જોર દેખાઇ આવે છે જ્યારે કાશ્મીરમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે એમ શરૂઆતના તબક્કામંા કહી શકાય.
ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટીના ચેરમેન ગુલામનબી આઝાદે કહ્યું હતું કે લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ચૂંટણી પછી અંત આવશે. નેશનલ કોન્ફરન્સના વાઇસ પ્રેસિડેન્ટ ઓમર અબ્દુલ્લાએ પણ ચૂંટણીની જાહેરાતને આવકારી હતી. નેશનલ કોન્ફરન્સે તો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તે દિવસથી યૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોવાનું મનાય છે.