બાઇડનને ટ્રમ્પ હંફાવી શકશે એવી માન્યતાનો પણ છેદ ઉડી ગયો છે
- ટ્રમ્પના પીઠબળવાળા ઉમેદવારો હાર્યા
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
અમેરિકાની મધ્યસત્રની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિશ્વએ રાહતનો દમ ખેંચ્યો છે. એમ લાગતું હતું કે રશિયાના બની બઠેલા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં બાજી આવત તો રશિયા- યુક્રેન વચ્ચેનું યુદ્ધ તે વધુ ભડકાવત. ટ્રમ્પ યુક્રેનને મળતો શસ્ત્રોનો જથ્થોઅટકાવી દેત એમ મનાતું હતું. એટલેજ લોકો માને છે કે અમેરિકાની ચૂંટણીના પરિણામોેએ રાહત ઉભી કરી છે.
યુક્રેનને આર્થિક સહાય અને શસ્ત્રો આપવાનો વિરોધ રિપબ્લીકનો જાહેરમાં કરી ચૂક્યા છે. આ લોકો એમ કહીને વિરોધ કરે છે કે યુક્રેનને અપાતી સહાયને રિપબ્લીકનો પ્રજાના ટેક્ષના પૈસાનો વ્યય માનતા આવ્યા છે. રિપબ્લીકનો જાહેરમાં એમ પણ કહે છેકે યુક્રેનને પૈસા આપવાના બદલે સાનફ્રાન્સિસ્કો જેવા કેટલા શહેરોમાં રહેતા બેઘર લોકો માટે ઘર ઉભા કરી આપવા જોઇએ. ટ્રમ્પના નેતૃત્વ વાળી રિપબ્લીકન પાર્ટી સતત ભાર પૂર્વક કહેતી આવી છે કે યુક્રેન માટે પૈસા ફાળવવાની જરૂર નથી જો કે બીજી તરફ પુતિનના વિનાશકારી વિચારનો વિરોધ યુરોપીયન સંઘ અને યુકે પણ કરી રહ્યા છે.
અમેરિકન કોંગ્રેસની વિચારસરણીના આધાર પર વોરને સહાયની વાત ચાલતી હોય છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં ડેમોક્રેટ્સ પાસે સ્પષ્ટ બહુમતી છે, જ્યારે સેનેટમાં પાતળી બહુમતી છે. આંઠમી નવેમ્બરની ચૂંટણીમાં ચાર દિવસ ચાલેલા મતદાન બાદ આવેલા પરિણામમાં રિપબ્લીકનો કોંગ્રેસ પર પકડ જમાવી શક્યા નહોતા અને બહુમતી મેળવી શક્યા નહોતા.
૧૦૦ સભ્યોની અપર ચેમ્બર માટે રસાકસી હતી જેને આપણે ત્યાંની રાજ્યસભા સાથે સરખાવી શકાય. બંને પક્ષ ૪૮ બેઠકો જીત્યા હતા. વિદાય લઇ રહેલી સેનેટમાં ડેેમોક્રેટ્સની સંખ્યા પાતળી બહુમતી વાળી હતી એટલે રિપબ્લીકન કોઇ લાભ ઉઠાવી શકે એમ નહોતા.
પરંપરા એવી જોવા મળી છે કે મધ્યસત્ર ચૂંટણીમાં વર્તમાન પ્રમુખની વિરૂધ્ધની હવા જોવા મળેે છે. ફુગાવો, બેંકની વ્યાજ દરોમાં વધારો, કાયદા વ્યવસ્થાની કથળેલી સ્થિતિ જેવા મુદ્દા ડેમોક્રેટ્સની વિરોધમાં જતા હતા. આ ઉપરાંત વૃધ્ધ બાઇડન સામે પણ નારાજગીનું મોજું હતું.
એક તરફ બાઇડનની લોકપ્રિયતા ઘટતી હતી અને બીજી તરફ લોકોને મત આપવાનો ચાન્સ આવ્યો હતો. આટલા વિરોધી પરિબળેા હોવા છતાં ડેમોક્રેટ્સે સારો દેખાવ કર્યો હતો અને મહિલાઓએેે તેમના પર ભરોસો મુક્યો હતો. આ પરિણામો બતાવે છે કે લોકોને બાઇડનના વહિવટીતંત્રમાં વધુ ભરોસો છે.
ટ્રમ્પના પીઠબળ વાળા ઉમેદવારો હાર્યા તે રિપ્બલીકનો માટે આઘાતજનક બની ગયું છે. બાઇડનને ટ્રમ્પ હંફાવી શકસે એવી માન્યતાનો પણ છેદ ઉડી ગયો છે.
દરમ્યાન ટ્રમ્પે હવે ૨૦૨૪ના જંગ માટે નવેસરથી વ્યૂહ રચના કરવી પડશે. ૨૦૨૦માં પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ટ્રમ્પ માટે આવેલો હારનો ચુકાદો સ્વિકારવા તે તૈયાર નહોતા અને બળવાના જે દ્રશ્યો લોકોેએ જોયા છે તે કોઇને પસંદ પડયા નહોતા. ત્યારથી અમેરિકાના મતદારોમાં રિપબ્લીકનો માટે નફરત જોવા મળી રહી છે.
ટ્રમ્પનું પ્રભુત્વ રિપબ્લિકનો પર ચાલુ રહ્યું છે તે મહત્વની વાત છે. કેમકે રિપબ્લિકનોને મળેલો ચાન્સ ગુમાવ્યો છે અને બાઇડન વધુ મજબૂત બન્યા છે.અમેરિકનોને રાહત એ વાતની છે કે બાઇડનનું પ્રભુત્વ રહેવાથી રાજકીય સ્થિરતા જળવાઇ રહેશે. યુક્રેનવોર પણ વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ટ્રમ્પને મળેેલી હારના કારણે અનેક દેશોએ રાહત અનુભવી છે.
યુક્રેનને એક ધડાકે હરાવી શકસે એમ માનનાર પુટીન માટે હવે માં મને કોઠીમાંથી કાઢ જેવો ઘાટ છે. તે સમાધાનનો કોઇ માર્ગ શોધી રહ્યા છે.