લંડનમાં ભારતની ટીકા કરીને રાહુલે પક્ષને નુકશાન કર્યું છે
- ઉત્તર પૂર્વમાં હારનો જવાબ કોંગ્રેસ પાસે નથી
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- કોંગ્રેસના સિનીયર નેતાઓ ખાસ કરીને જયરામ રમેશ કે શશી થરૂર પણ રાહુલને કશું કહી શકતા નથી
ઉત્તર પૂર્વના રાજ્યોમાં સંપૂર્ણ સફાયો થયા પછી તાજેતરમાં કોંગ્રેસના બિન સત્તાવાર પ્રમુખ રાહુલ ગાંધીની લંડન મુલાકાત હેડલાઇન ન્યૂઝ તરીકે ચમકી રહી છે. જોકે ઉત્તર પૂર્વમાં થયેલા ધબડકા અંગે તેમના પ્રત્યાઘાત જાણવા નથી મળતા. ૩૫૦૦ કિલોમીટરની ભારત જોડો યાત્રા પછી પણ કોંગ્રેસે નબળો દેખાવ કર્યો છે તે પર ચિંતન કરવું જરૂરી છે. તેમ છતાં તે મોદી સરકારની ટીકા કરવાનું ક્યારેય છોેડતા નથી.
તે વાંરવાર એમ કહે છે કે સરકાર સર્વ સત્તાધીશ બની રહી છે, બળવાખોરોને દાબી દેવાય છે. સમાચાર માધ્યમોને દબાવી દેવાયા છે, તમામ સરકારી સંસ્થાઓ પર કાબુ જમાવ્યો છે. વડાપ્રધાનની ટીકા કરવાની એક પણ તક તે ગુમાવતા નથી. હકીકત એ છેે કે તે મુખ્ય વિપક્ષનો ચહેરો છે. હવે જ્યારે તે વર્તમાન તમામ નેગેટીવિટી માટે વર્તમાન મોદી સરકારને જવાબદાર ગણાવે છે ત્યારે અશ્ચર્ય એ વાતનું થાય છેે કે મોદીને હરાવવા તે શું કરવા માંગે છે તે બોલતા નથી. તે માટે મોદી સામે વિપક્ષોએ એક થવું પડશે. તે માટેની મિટીંગો ચાલે છે પણ કોઇ પરિણામ આવી શકતું નથી.
એમ કહી શકાય કે ગાંધી વંશજને ભાજપ દુર હડસેલવા તૈયાર બેઠું છે. ભાજપને સૌથી મોટો વાંધો એ છેે કે ભારતની બદનામી માટે રાહુલે વિદેશનું પ્લેટફોર્મ પસંદ કર્યું હતું. ભાજપ એવી દલીલ કરે છે કે દેશમાં આંતરીક અનેક મતભેદો હોઇ શકે છે પણ તેને વિદેશની ધરતી પર ચર્ચવા ના જોઇએ. એ પણ સાચી વાત છે કે ઓપિનીયન આપવાની દરેક ને છૂટ છે પણ અન્ય દેશમાં જઇને પોતાના દેશની બદમાની ના કરવી જોઇએ.
અહીં એ પણ છે કે સતત સમાચારો આવતા હોય ત્યારે અમેરિકાના લોકોને પણ ભારતની સ્થિતિની ખબર હોય છે. માટે રાહુલને સાંભળવા આવેલા લોકોને પણ ખબર હશે કે સાચું શું છે. કોંગ્રેસના ફ્રેન્ડ એવા કેટલાક લોકોએ રાહુલ ગાંધીની બેઠકોનું લંડનમાં આયોજન કર્યું હતું પરંતુ તેથી ભારતની પ્રગતિની હકીકતો બદલાઇ નથી જતી.
હકીકત એ પણ છે કે રાહુલને માહિતી આપનારાઓ નેગેટીવ રીતે રજૂઆત કરે છે માટે તે નેગેટીવ બોલતા હોય છે. વિવધ વોટ્સઅપ ગૃપમાં રાહુલ- બાસુનો વિડીયો ફરે છે. બાસુ એટલે યુપીએ સરકાર વખતના ચીફ ઇકોનોમીક સલાહકાર.
આ વિડીયોમાં રાહુલ ગાંધીના વૈશ્વિક જ્ઞાન અંગેની પોલ ખુલી જતી જોવા મળે છે. આમ જ્યારે કોંગ્રેસ ગાંધી વંશજ રાહુલ ગાંધીને વિપક્ષના મુખ્ય નેતા તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે બદમાન થાય છે. એવું પણ નથી કે કોંગ્રેસના નેતાઓ રાહુલના વિદેશમાં ભાષણની પ્રશંસા કરતા હોય પરંતુ દરેક હાલમાં ચૂપ રહેવા માંગે છે.
કહે છે કે રાહુલગાંધી તેમને આપેલી વાંચવાની સ્ક્રીપ્ટ સિવાયનું બોલે છે. કોંગ્રેસના સિનીયર નેતાઓ ખાસ કરીને જયરામ કમેશ કે શશી થરૂર પણ રાહુલને કશું કહી શકતા નથી. કોઇ પાસેથી નહીં તો રાહુલે તેમની માતા સોનિયા ગાંધી પાસેથી શીખવું જોઇએ કેમકે છેલ્લા દાયકાથી તે કોઇના પણ વિશે કોઇ ટીકા ટીપ્પણી નથી કરતા.
દરમ્યાન લંડનની મુલાકાતમાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધને મુસ્લિમ બ્રધરહૂડ સાથે સરખાવ્યો હતો. તેનેા ભાજપે જવાબ આપતા કહ્યું હતું કે માઓવાદી વિચારસરણી અનુસાર બધું બોલાય છે. આવું બોલીને રાહુલ ગાંધી કદાચ કેટલીક કોમનો ખુશ કરવા માંગે છે પરંતુ બહુમતી એવા હિન્દુ સમાજને નારાજ કરી રહ્યા છે.