For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત જીત્યું માટે 2024નો જંગ મોદીના વિજય માટે આસાન

Updated: Dec 14th, 2022


- વિરોધ પક્ષોએ વહેલી તકે એક થવું પડશે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

ગુજરાત વિધાનસભા, હિમાચલ અને દિલ્હીની મ્યુનિસિપલ ચૂંટણીની તેમજ તેના પરિણામોની જોરશોરથી સમિક્ષા કરતા ભારતના પત્રકારો એ જોવાનું ભૂલી ગયા છે કે ૨૦૨૪ના લોકસભાના જંગમાં આગામી પાંચ વર્ષ માટે હવે મોદીના વિજય રથને કોઇ રોકી શકે એમ નથી. જો ચીનની સરહદે ફાયરીંગ કરીને અશાંતિ ના ઉભી થાય અને પ્રમુખ જિનપીંગ યુધ્ધ કરવાના મૂડમાં આવી જાય તો તે પડકાર ઊભો થઇ શકે છે જો કે એવા ચાન્સ બહુ ઓછા દેખાય છે. પરંતુ પ્રખર રાષ્ટ્રવાદી એવા મોદીને વિપક્ષો અલગ થઇને કે ભેગા રહીને હરાવી શકે એમ નથી. આમ કહેવા પાછળના કેટલાક કારણો પણ છે. 

જેમકે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભામાંં ભાજપ તૂટીને  ૯૯ બેઠક પર આવી ગયું હતું છતાં ત્યાર પછી આવેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી લીધી હતી. હાલમાં અનેક વિરોધી પરિબળો જેવાંકે બેરોજગારી, મોંઘવારી, મોરબી બ્રિજ દર્ઘટના, એન્ટી ઇન્કમબન્સી વગેરે હોવા છતાં ગુજરાતના મતદારોએ મોદીને પસંદ કર્યા હતા. મુખ્યપ્રધાનની સરળતા અને નિખાલસતાને લોકોએ આવકારી હતી. મોદીની વાત કરીએે તો તેમણે કોઇ પણ તક ગુમાવી નહોતી. તેમણેે પ્રચારમાં સખત મહેનત કરી હતી.મતપત્રક પર મોદીનો ફોટો નહોતો છતાં લોકો મોદીને વોટ આપ્યો એમ કહેતા હતા.

ગુજરાતના લોકો સાથે તે સીધા સંપર્કમાં હતા. લોકો એમ માનતા હતા કે તેમનો માણસ દિલ્હીમાં બેઠો છે. ચૂંટણીના આગલા અઠવાડિયે તેમણે ગુજરાતને બે પ્રોજેક્ટની ભેટ આપી હતી. તેમાંનો એક એપલ ફોન એેસેમ્બલ કરતી કંપની ફોક્સકોન હતી. બીજી તરફ કોંગ્રેસના બે સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોઇ અગમ્ય કારણોસર પ્રચાર માટે બહુ ઉત્સાહીત નહોતા. કોંગ્રેસ માટે આ વખતે એહમદ પટેલની પણ ખોેટ દેખાતી હતી. 

૨૦૧૭માં   સુરતના ડાયમન્ડ મર્ચંટ સમક્ષ જીએસટીને ગબ્બરસિંહ ટેક્ષ કહેનાર રાહુલ ગાંધી ફરી ત્યાં ફરક્યા નહોતા. શરૂઆતમાં જીએસટી સામે વાંધા હતા પરંતુ હવે તો દરેકે તે અપનાવી લીધું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ બહુ હોહા સાથે પ્રચાર કર્યો હતો. જો અરવિંદ કોજરીવાલ અડધી બેઠકો પર લડયા હોત તો તેમને વધુ બેઠકો મળી હોત. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો દર વર્ષે અલગ રાજકીય પક્ષને સત્તા સોંપવાની પ્રથા છે માટે આ વખતે કોંગ્રેસને શાસન મળ્યું  છે તેથી ખાસ કોઇ આશ્ચર્ય નથી થયું. પરંતુ ભાજપ માટે સારી વાત એ છે કે ૪૦ બેઠકો મેળવનાર કોંગ્રેસને ૪૩.૯ ટકા જ્યારે ૨૫ બેઠકો મેળવનાર ભાજપને ૪૩ ટકા મત મળ્યા છે. હિમાચલમાં પ્રિયંકા ગાંધીએ બહુ ખાસ પ્રચાર નથી કર્યો. તેમની સાભામાં બહુ પાતળી હાજરી જોવા મળતી હતી.

છતાં હિમાચલમાં વિજય બાદ કોંગી ઉમેદવારો પ્રિયંકા ગાંધીને પ્રશંસા કરતા હતાકે તેમના આવવાથી મતદારોએ અમને મત આપ્યા છે.  તેની પાછળનું મુખ્યકારણ મુખ્યપ્રધાનનું પદ મેળવવા તેમનો ટેકેા મળી રહે શકે છે. દિલ્હીની મ્યુનિસલ કોર્પોરેશનની વાત કરીએ તો તેમાં ભાજપના કોઇ ટોચના નેતાને બહુ રસ નહોતો. કેમકે ત્યાં ભાજપે કોઇ ખાસ કામ નહોતું કર્યું . ભાજપને તો ૧૦૦થી વધુ બેઠક મળી તેથી પણ આશ્ચર્ય થયું છે. ૧૫ વર્ષના ગેર વહીવટથી એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર ભારે પડી.  આમ આદમી પાર્ટીની નેતાગીરીની ઉંઘ હરામ એેટલા માટે થઇ ગઇ હતી કે ભાજપની નેતાગીરીએ વારંવાર કેજરીવાલને કદ પ્રમાણે વેતરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ૨૦૨૪ પહેલા હજુુ વિધાનસભાની ચૂંટણીેેઓનો એક રાઉન્ડ આવશે. મોદીને ૨૦૨૪નો જંગ જીતતા રોકવા હોય તેા વિરોધ પક્ષોએ વહેલી તકે એક થવું પડશે અને કોઇ મજબૂત વ્યૂહ રચના તૈયાર કરવી પડશે. 

Gujarat