સંઘ-ભાજપની કાર્યપધ્ધતિ મોદીએ અનુસરાઇ નથી..
- મોદીની નવી ટીમને બેભાગમાં વહેંચી શકાય
- ઇનસાઇડ સ્ટોરી- વીરેન્દ્ર કપૂર
ગ યા અઠવાડીયે કેન્દ્રીય પ્રધાન મંડળમાં કરાયેલા ફેરફારો પાછળ વડાપ્રધાન મોદીના આઇડયા રહેલા છે. તમેણે અનેક લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. ડઝન જેટલા પ્રધાનો અને જુનિયર પ્રધાનોને દયાહીન થઇને બહાર ધકેલી દેવાની ઘટના પ્રથમ વાર બની છે એમ કહી શકાય. તેમણે આમૂલ પરિવર્તન માટે પ્રયાસ કર્યો છે પરંતુ સાથે સાથે પોતે બદલાવ ઇચ્છી રહ્યા છે તે પણ બતાવી આપ્યું છે. સાથી પક્ષોના કેટલાક પ્રધાનો છોડી જતાં ખાલી પડાલી જગ્યા ભરવાની હતી તેમજ કેટલાક કાર્યક્ષમ લોકોને મુકવાની પ્રક્રીયા કરવા માટે વડાપ્રધાને અનેકને સાઇડ પર ધકેલી દીધા છે.
અશ્વિનિ વૈશ્નવને સમાવવા બાબતે સમાચાર માધ્યમોએ પોતાવા તર્ક ખુબ મોટા પાયે રજૂ કર્યા હતા. રવિશંકર પ્રસાદ મોદીની નજીકની ગણાતા હતા છતાં તેમને હટાવાયા એટલે લોકોને તેમના વિશે અભિપ્રયો આપવાની તક મળી હતી. અશ્વિનીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપરાંત રેલ્વે મંત્રાલય સોંપીને વડાપ્રધાને ઘણાના ભવા સકંાચી નાખવા પ્રેર્યા હતા. રવિશંકર પ્રસાદ પરંપરાગત રાજકારણી છે. તેમની જગ્યાએ લવાયેવા અધિકારી, ઉધ્યાગ સાહસિક અને વોલ્ટ્રનમાં ભણેલા વેશ્નવ પર મોદીએ ભરોસો મુક્યો હોય એમ લાગે છે.
હાલમાં ટ્વિટર સાથે ચાલતો વિખવાદ તે નિવારી શકવાની ક્ષમતા ધરાવતા હોવાનું મનાય છે. તે રેલ્વેમાં પણ અનેક સુધારા લાવી શકે છે. ટીકાકારો કહે છે કે મોદીએ પ્રોફેશનલ મનેજર રાખ્યા છે. અશ્નિનીને અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું છે. વૈશ્નવ ઉપરાંત પણ બીજા કેટલાક ચહેરા એવા છે કે જે પરંપરાગત રાજકારણી નથી પણ પોઝિટીવ આઇડયા આપી શકે છે.
મોદી કોઇ પણ હિસાબે કામ કરવા માંગે છે. પોતાના એક સમયના સાથીને પણ ખસેડી નાખતા તે અચકાયા નહોતા. અધિકારી વર્ગ હોય કે કોઇ પણ હોય મોદી તેમનો ઉપયોગ કરવા માંગે છે. તેમને પરિણામમાં વધુ રસ છે. સામાન્ય રીતે પાયાના વકર્ર એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાસન ચલાવવા મુકાતા હોય છે. તેમના પ્રભાવ અને શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ લોકશાહીમાં થતો આવ્યો છે પરંતુ વર્તમાન સરકારને અધિકારીઓ પર વધુ ભરોસો હોય એમ લાગે છે.
એ પણ મહત્વનું છે કે નવા ફેરફારોમાં ૨૭ ઓબીસી અને ૧૨ એસસી તેમજ આંઠ એસટીને સમાવાયા છે. આ વાતમાં પણ કોઇ શંકા નથી કે ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ વગેરેમાં ચૂંટણી આવી રહી હોઇ તેને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને સમાવાયા છે. જેમ ઉત્તર પ્રદેશની ચૂંટણી મહત્વની છે એમ રાજ્યસભામાં બહુમતી ઉભી કરવી તે પણ મહત્વની છે.
હિન્દી બેલ્ટમાં મતદારોના દિલ જીતવા તમામ વર્ગને ધ્યાનમાં રખાયો છે. ટૂંકમાં કહીએ તો મોદીની નવી ટીમ બેભાગમાં વહેંચી શકાય. એક ભાગ માત્ર અને માત્ર વહિવટ માટેનો છે તો બીજો ભાગ ઓબીસી, એસટી, એસસીના દિલ જીતવા માટેનો છે. જ્યારે પણ કોઇ ચૂંટણી આવશે ત્યારે વિવિધ વર્ગને પ્રચાર માટે ઉતારશે એમ મનાય છે. એક ભાગ વહિવટ માટે અને બીજો ભાગ દરેક મતદારોના જદિલ જીતવા માટે રખાયો છે તે ફોર્મયુલા બહુ ઓછા લોકોની સમજમાં આવી છે.
નવા ફેરફારોમાં કેટલાક મહત્વના મુદ્દા પર કોઇનું ધ્યાન ગયું નથી અને તે છે સઘ અને ભાજપની કાર્યપધ્ધતિ અનુસરાઇ નથી. જેમકે અત્યાર સુધી વાજપેઇ- અડવાણીના સમયમાં સંધના પરંપરાગત ટેકેદાર મનાતા બ્રામણ અને વાણિયા અર્થાત શહેરી મધ્યમ વર્ગને સ્થાન અપાતું હતું. આ વર્ગ ભાજપમાં પણ પ્રભુત્વ ધરાવે છે. પરંતુ મોદીની નવી ટીમમાં આ વગર્ની બાદબાકી જોવા મળે છે.
જ્યારે મોદી ખુદ ઓબીસી છે ત્યારે ભાજપમાં ઓબીસી, એસસી,એસટીનું પ્રભુત્વ વધારાય તેવા પ્રયાસો દેખાઇ રહ્યા છે. જો કે આવી સ્થિતિ બહુ ભણેલા અને સમજદાર મનાતા વર્ગને સાઇડમાં રાખીને આગળ વધાઇ રહ્યું છે. આવા ફેરફારો સંધના કાયમી સમર્થકો મનાતા વર્ગના ભોગે થઇ રહ્યું હોવાનું ચર્ચાય છે.
હવે એવુ લાગશે કે સરકાર એક બિઝનેસ કોર્પોરેશન છે. વાજપેઇ સમયના એક પ્રધાને મોદી સરકાર માટે કહ્યું છે કે વાજપેઇ સરકારમાં અમે પ્રધાનો તરીકે હતા જ્યારે મોદી સરકારમાં પ્રધાનો ક્લાર્ક જેવા છે. આરોગ્ય, આઇટી જેવા પ્રધાનોને પડતા મુકવા તે વિવાદ ઉભા કરે તેવાં પગલાં છે.