Get The App

લાલુ યાદવના ફેમિલીમાં ભડકો તેજપ્રતાપની નવા મોરચાની ગેમ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
લાલુ યાદવના ફેમિલીમાં ભડકો તેજપ્રતાપની નવા મોરચાની ગેમ 1 - image


- તો પછી સાચો રાષ્ટ્રીય જનતા દળ ક્યો? 

- ઇનસાઇડ સ્ટોરી

- ભાજપવાળા કહે છેકે તેજ પ્રતાપની નાટકબાજી લાંબી નથી ટકવાની

બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય જનતાદળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની તેમના પરિવાર પરની પકડ નબળી પડતી જોવા મળી રહી છે. તેમના એક પુત્ર તેજસ્વી યાદવ જે રીતે પોતાને ભાવિ મુખ્યપ્રધાન તરીકે પ્રોજક્ટ કરી રહ્યા છે તે જોઇને બે લોકો છંછેડાયા હતા. તેમાં એક છે કોંગ્રેસ અને બીજો તેમનો સગો ભાઇ તેજપ્રતાપ યાદવ. લાલુ પ્રસાદે તેમના એક પુત્રને રાજકીય વારસ હોય તે રીતે તૈયાર કર્યો છે જ્યારે તેજપ્રતાપમાં પણ રાજકીય ઇચ્છા શક્તિઓ ઊભી થઇ છે.

રાજ્ય સ્તરે લાલુપ્રસાદનું પહેલું કુટુંબ એવું છે કે જેનો આખો પરિવાર બિહાર પર રાજ કરી રહ્યો છે. લાલુપ્રસાદ જેલમાં હતા ત્યારે ચાર ચોપડી ભણેલા તેમના પત્ની રાબડી દેવી મુખ્યપ્રધાન બની ગયા હતા. રાજકીય જાહોજલાલી રાજા જેવી હોઇ હવે આ પરિવાર સીધોજ મુખ્યપ્રધાન પદને ટાર્ગેટ કરી રહ્યો છે.

તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હોવાનું પ્રચારમાં કહી રહ્યા છે તે સામે બિહાર કોંગ્રેસના લોકોએ કેંાગી મોવડીમંડળ સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે તેજસ્વીને કહ્યું હતું કે પરિણામો આવ્યા પછી મુખ્ય પ્રધાન નક્કી કરાશે. પરંતુ કોંગ્રેસની કમનસીબી એ છે કે તેજસ્વી યાદવ જેવો પ્રચાર કરનાર અને સત્તાધારી પક્ષને ગાળો ભાંડનાર કોંગ્રેસમાં કોઇ નથી. લોકોમાં તે બહુપ્રિય છે. 

બિહારમાં કોંગ્રસે નંબર ટુ તરીકે રહેવાનું મન મનાવી લીધું હોય એમ લાગે છે. કોંગ્રેસ કોઇ પણ હિસાબે બિહાર જીતવા માંગે છે કેમકે કોંગ્રેસમાં વ્યાપેલી ઓવરઓલ નિરાશા દુર કરવા એકાદ જીત મહત્વની છે.

બીજી તરફ તેજસ્વીના ભાઇ તેજપ્રતાપ યાદવે તેમના નેતૃત્વ હેઠળનો નવો રાજકીય મોરચો ઊભો કરવાની જાહેરાત કરીને વિપક્ષને મૂંઝવી નાખ્યો છે. આ નવા મોરચામાં વિકાસ વંચિત પાર્ટી, ભોજપુરી જનમોરચા, પ્રગતિશીલ જનતા પ્રાર્ટી, વાજીબ અધિકાર પાર્ટી વગેરે જોડાયા હાવાનો દાવો કરાયો છે.

તેજપ્રતાપ યાદવ બિહારમાં કોંગ્રસ અને રાષ્ટ્રીય જનતાદળની બાજી બગાડી શકે એમ છે.તેજ પ્રતાપે છાને છૂપે મોરચોે રચવાના બદલે મોર્ય હોટલમાં જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે મારા નવા મોરચાને અન્ય પ્રાદેશિક પક્ષોનો ટેકો છે. તેમને ટેકો આપનારા પ્રદેશિક પક્ષોના પ્રમુખો પણ હાજર રહ્યા હતા.

ત્રણેક નામો એવા છે કેજે બિહારના દરેક રાજકારણી રટતા હોય છે. તેજ પ્રતાપે પણ આ ત્રણ રામમનોહર લોહીયા, કર્પુરી ઠાકુર અને જયપ્રકાશ નારાયણના સિધ્ધાંતોના પાલનની વાત કરી હતી. તેજપ્રતાપે  એવી પણ જાહેરાત કરી હતી કે મહુઆ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. તેમને પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્ન પૂછાયો હતો કે શું તમારો ભાઇ મહુઆ બેઠક પરથી લડશે તો તમે પણ ઉભા રહેશો? ત્યારે જવાબ મળ્યોકે મારો મોરચો તેજપ્રતાપની વિરૂધ્ધમાં નથી તેમજ તે ક્યારેય મહુઆ બેઠક પરથી નહીં લડે.

તેજસ્વી મુખ્યપ્રધાન ના બને એટલે તમે નવો મોરચો ખોલ્યો છે કે કેમ તેના જવાબમાં કહ્યું હતું કે તેજસ્વીની ક્યારેય સીએમની ખુરશી પાછળ નથી દોડયો. તેતો માત્ર તેની ફરજ બજાવી રહ્યો છે. તમે પોતે મુખ્યપ્રધાન બનવાની લાલસામાં  નવો મોરચો બનાવ્યો હોવાનું કહેવાય છે તે બાબતે તેજપ્રતાપે કહ્યું કે મને પણ મને એવો કોઇ રસ નથી. હું કંઇ ચીપકુ રામ નથી એમ કહીને તેણે નિતીશ કુમાર તરફ આંગળી ચીંધી હતી.

તો પછી સાચો રાષ્ટ્રીય જનતા દળ ક્યો? કહે છેકે તેજપ્રતાપ યાદવને તેમના કુટુંબમાં કોઇ ગણતું નથી પરંતુ અન્ય નાના પ્રદેશિક પક્ષોને તેમના પર ભરોસો છે તેના કારણે નવા મોરચાની વાતો શરૂ કરી છે. ભાજપ વાળા કહે છેકે તેજ પ્રતાપની નાટકબાજી લાંબી નથી ટકવાની.

Tags :