- ઇનસાઇડ સ્ટોરી
- બાંગ્લાદેશમાં એપ્રિલ-૨૬માં ચૂંટણી
- મોહમ્મદ યુનસઃ હું કેર ટેકર છું, મારેે કોઇની સલાહની જરૂર નથી
અરાજકતાથી ભરેલા બાંગ્લાદેશમાં એક તરફ ભૂતપૂર્વ વડાપ્રધાનને ફાંસી આપવાની તૈયારી થાય છે તો બીજી તરફ કેરટેકર એવા ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસે ૨૦૨૬ના એપ્રિલના પહેલા ૧૫ દિવસમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ઇદની શુભેચ્છા આપતા સંદેશામાં તેમણે બાંગ્લાદેશના લોકો સમક્ષ ચૂંટણીની જાહેરાત કરી હતી.
કેરટેકર મોહમ્મદ યુનુસના રાજમાં બાગ્લાદેશ હિંસાચારના ખપ્પરમાં હોમાઇ ગયું હતું. બાંગ્લાદેશમાં લઘુમતી એવા હિંદુઓને ભગાડવામાં આવ્યા હતા અને તેમની સંપત્તિને આગના હવાલે કરી દેવાઇ હતી. આખા વિશ્વએ મૌન રહીને આ તમાશો જોયા કર્યો હતો. એક સમયે ડિસેમ્બર-૨૦૨૫થી જુન ૨૦૨૬ વચ્ચે ચૂંટણી યોજવાની જાહેરાતની વાતો કરનાર મોહમ્મદ યુનુસે હવે નવી તારીખ જાહેર કરી છે. તે કહે છે કે તે સમય દરમ્યાન બધું થાળે પડી ગયું હશે અને શાંતિના માહોલમાં ચૂંટણી યોજાશે. ચૂંટણીઓ સુધીમાં શાંતિ સ્થપાય એવી શક્યતા જોવામાં નથી આવતી.
બાંગ્લાદેશમાં ભલે કેરટકેર ચૂંટણીની જાહેરાત કરે પરંતુ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનું ધાર્યું થઇ રહ્યું છે. છેલ્લે જેની સરકાર હતી તે બેગમ ખાલીદા ઝીયા ભારતમાં છે. બાંગ્લાદેશના વર્તમાન શાસકો તેમની સામે કોર્ટમાં કેસ ચલાવીને તેમને ફાંસીના માંચડે લટકાવવા માંગે છે. બાંગ્લાદેશમાં પરિવર્તનનો પવન ફૂંકાય તેવી શક્યતા બહુ ઓછી જોવાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી જેના હાથમાં તલવાર તેનું શાસન એવો ઘાટ ઉભો થયો હોવા છતાં કેરટેકર મોહમ્મદ યુનુસ તોફાનીઓ સામે કોઇ પગલાં ભરી શક્યા નહોતા.
બાંગ્લાદેશની કેરટેકર સરકાર કોઇ નિર્ણયો લઇ શકતી નથી કે કડક હાથે તોફાનીઓને દબાવી શકતી નથી. મોટાભાગના પક્ષો ખાસ કરીને લશ્કરના વડા વકર ઉઝમને પણ ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની માંગ કરી હતી પરંતુ માોહમ્મદ યુનુસે ઇદના દિવસે એપ્રિલના પહેલા પંદર દિવસમાં ચૂંટની તારીખની જાહેરાતની વાત કરતાં રાજકીય પક્ષોને તોફાનોને કારણે પોતાની પક્ષને મળતો લાભ ઓછો થઇ જશે તેવો ભય સતાવી રહ્યો છે. બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટી કેરટેકરની જાહેરાતથી નારાજ છે.
શામાટે ચૂંટણીની તારીખ લંબાવાય છે અને લોકોની નારાજગીનો ખ્યાલ નથી રખાતો એમ કહીને અનેક રાજકારણીઓ યુનુસ વિરૂધ્ધ બળાપો ઠાલવી રહ્યા છે. અવામી લીગના શેખ હસીના પરનો પ્રતિબંધ ઉઠાવી લીધા પછી તે પણ પોતાની વ્યૂહ રચના તૈયાર કરી રહ્યા છે. બાંગ્લાદેશના રાજકીય પક્ષો કહે છે કે બધાને ભેેગા કરીને પરિસિથિતિની ચર્ચા કર્યાબાદ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવો જોઇએ તેના બદલે યુનુસે ડિસેમ્બરના બદલે ચાર મહિના બાદ એપ્રિલ માસ પસંદ કરીને પોતાની મનમાની કરી હતી. તે એમ કહેવા માંગે છે કે હું કેર ટેકર છું અને મારેે કોઇની સલાહની જરૂર નથી.
બીજી તરફ કહે છેકે કેરટેકર થોડો વધુ સમય લઇને પોતાના રિફોર્મના આઇડયાને આગળ વધારવા માંગે છે. ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશનો હવાલો સંભાળનાર યુનુસે હિંસાચારને બંધ આંખે જોયા કર્યો હતો. વિશ્વ ભરમાં તે ટીકાને પાત્ર બન્યા હતા. અમેરિકા, ચીન અને ભારતની સરકારની નજર બાગ્લાદેશની ચૂંટણીની ગતિવિધિ પર રહેવાની છે.


