Updated: Nov 9th, 2022
- વિપક્ષો મોરબી દુર્ઘટનાનો લાભ ઉઠાવવા પ્રયાસ કરે છે
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- ચૂંટણી જાહેર થઇ હોવા છતાં કોંગ્રેસે મુખ્યપ્રધાન પદનો કોઇ ચહેરો જાહેર કર્યો નથી
વડાપ્રધાન મોદીના પોતાના હોમ સ્ટેટમાં સત્તા ટકાવી રાખવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે તે જોતાં ભાજપ ગુજરાતમાં બીજા પાંચ વર્ષ માટે સત્તા ટકાવી રાખશે એમ લાગી રહ્યું છે. કોઇ પણ સરકાર માટે એન્ટી ઇન્કમબન્સીનો સામનો કરવો મુશ્કેલ હોય છે. પરંતુ ભાજપે સૌ પહેલો પ્રચાર શરૂ કરી દીધો હતો.
આપણે ગુજરાતના મતદારોના મૂડની વાત કરીએે તે પહેલાં ૧૯૭૭થી ૨૦૧૧ સુધી પ.બંગાળ પર શાસન કરનાર સીપીઆઇ(એમ)ની વાત કરીયે. નંંદીગ્રામ ખાતે ઉદ્યોગ માટે જેમની જમીન આંચકી લેવાઇ હતી તે માટે આંદોલન કરતા કિસાનો પર ગોળીઓ ચલાવાઇ ત્યારથી સીપીઆઇ(એમ)એ વિદાય માટેના પોટલાં સમેટવા શરૂ કરી દીધા હતા. કિસાનોના આંદોલનમાં ૧૪ કિસાનોના મોત થયા હતા અને કેટલાકને ઇજા થઇ હતી.
ગોળીબારની આ ઘટનાઓ મમતા બેનરજી માટે મુખ્ય પ્રધાન બનવા માટેનો માર્ગ ખોલી આપ્યો હતો. ત્યારબાદ ગુંડાગીરી, હપ્તા કલ્ચર ભષ્ટાચાર વગેરે થતા રહેતા હોવા છતાં મમતા બેનરજી સતત ત્રણ ટર્મ માટે ચૂંટાઇ આવ્યા હતા.
અહીં પ્રશ્ન એ છે કે શું મોરબી દુર્ઘટના કે જેમાં ૧૦૦થી વધુના મૃત્યુનો દાવો કરાઇ રહ્યો છે તે ઘટના ભાજપ માટે પ.બંગાળનું નંદીગ્રામ પુરવાર નહીં થાયને? આવું થઇ શકે એમ નથી તે માટેના કેટલાક કારણો અહીં આપ્યા છે. પ.બંગાળમાં જેમ સત્તાધારી પક્ષે સીપીઆઇ(એમ) સરકાર સામે મમતા બેનરજીએ એકલા હાથે ઝુંબેશ ચલાવી હતી એમ ગુજરાતની ભાજપ સરકારે કોઇ વિપક્ષે ઝુંબેશ નથી ચલાવી.
મમતા બેનરજીએ સત્તાધારી પક્ષના તમામ દૂષણો સામે કોલકત્તામાં આંદોલન કર્યા હતા.એેટલેજ કહે છે કે નંદી ગ્રામ મમતા બેનરજીની સત્તાધારી પક્ષ સામેની લડાઇમાં ઉદ્દીપક તરીકે ઓળખાયું હતું.
આ વાત સાથે ગુજરાતની સરખામણી કરીયે તો વિપક્ષ પાસે ગુજરાતમાં કોઇ પ્રભાવશાળી નેતા નથી. કોંગ્રેસ મુખ્ય વિપક્ષ તરીકે હતી પરંતુ તે આંતરીક જૂથબંધીમાં વ્યસ્ત રહી હતી. પોતાનો બેઝ આદિવાસી બેલ્ટમાં છે એવો દાવોે કરતી કોંગ્રેસ પાસે ચૂંટણી જાહેર થઇ હોવા છતાં મુખ્યપ્રધાન પદનો કોઇ ચહેરો જાહેર કર્યો નથી જેના કારણે નેતા બનવા ઇચ્છુકો લોકો ટાંટીયા ખેંચ કરી રહ્યા છે અને તેથી પ્રચાર પર અસર પડી રહી છે.
ગુજરાતમાં વિપક્ષો મોરબી દુર્ઘટનાનો લાભ ઉઠાવવા પ્રયાસ કરે છે અને દુર્ઘટનાને સરકારની ગુનાઇત બેદરકારીમાં ખપાવવા પ્રયાસ કરે છે. કેટલાક લોકની ધરપકડ કરાઇ છે તેમાંથી એકે એમ કહ્યું છે કે આ તો એક્ટ ઓફ ગોડ છે. ૧૦૦ વર્ષ જુનો બ્રિજ તૂટી પડે તેની પાછળ જવાબદારી નક્કી થવી જોઇએ. કેમકે રાજ્ય સરકાર અને મોરબી નગર પાલિકા એમ બંનેમાં ભાજપનું શાસન છે.
અહીં માનવ સર્જીત ભૂલને એક્ટ ઓફ ગોડના નામે ખપાવવા કોશિષ કરાઇ તે શરમજનક હતી.
અહીં એક વાત સ્વિકાર્ય છે કે આમ આદમી પાર્ટી સ્થાનિક તેમજ નેશનલ મિડીયામાં વધુ જોવા મળી રહી છે. ગુજરાતમાં તે કોંગ્રેસના કેટલા વોટ કાપશે તેતો પરિણામ આવે ત્યારેજ ખબર પડશે. બીજી તરફ ભાજપ તેના ગઇ વખતે મળેલી ૯૯ બેઠકોના આંકડામાં સુધારો કરવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. કેટલાક સર્વે કરાયા છે . જેમાં આપને ૬થી ૨૦ બેઠકો બતાવાઇ છે તો કોંગ્રેસને ૩૦થી ૩૫ બેઠકો બતાવાઇ છે. હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીએ મેદાન છોડી દીધું છે અને હવે ત્યાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.