બિહારમાં ચૂંટણી પંચના નિર્ણય સામે વિપક્ષોએ નારાજગી દર્શાવી
- બહારમાં બે દાયકા પછી સ્પેશયલ ઇન્ટેન્સીવ રિવિઝન
- ઇનસાઇડ સ્ટોરી
- યાદી વેરિફાય કરવાનું પગલું ભાજપ પ્રેરીત છે
- બિહારમાં 7.9 કરોડ મતદારો છે. તેમની સિટીઝન હોવાની ચકાસણી 2003માં થઇ હતી
બિહાર વિધાનસભાનો ચંટણી જંગ ચૂંટણી પંચ માટે જેમ પડકાર સમાન બની રહેવાનો છે એમ લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ માટે પણ પડકાર સમાન બની રહેવાનો છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી સાથે રહીને ચૂંટણી લડવાના છે. મત પત્રકોના ફરી રિવીઝન માટે ચૂંટણી પંચે કરેલી જાહેરાત સામે વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળે વિરોધ નોંધાવ્યો છે.
૨૪ જુને ચૂંટણી પંચે સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝનના બહાર પાડેલા ઓર્ડરને રદ્ કરવા એપેક્સ કોર્ટમાં પીઆઇએલ કરી છે. વિપક્ષને વાંધો એ છે કે ચૂંટણી પહેલાં થનારા રિવિઝનમાં કેટલાક મતદારો બોગસ હોવાનું પકડાઇ શકે છે. પીઆઇએલ કરનાર એસોસીયેશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ છે.
ચૂંટણી પંચ તેના ઓર્ડર પ્રમાણે જ્યારે નવા મતપત્રક બનાવશે ત્યારે દરેક પાસે પોતે સિટીઝન છે કે કેમ તેના પુરાવા માંગશે. જે લોકો ખોટા પુરાવા આપશે તેનું નામ મતદાર યાદીમાંથી કેન્સલ કરાશે. બિહારમાં હજારો લોકોના નામ મતદાર યાદીમાંથી રદ થઇ શકે છેે કેમકે તેમની પાસે સિટીઝન હોવાનું કાયદેસરનું કોઇ પ્રૂફ નથી.
આ લોકોને આરજાડી અને કોંગ્રેસ બંનેને છાવરતા આવ્યા હતા. તેમના મત તેમને બહુ ઉપયોગી બની રહેતા હતા. ચૂંંટણી પંચે સ્પેશ્યલ ઇન્ટેનસીવ રિવિઝનની વાત કરીને સૌને ખાસકરીને વિપક્ષના નેતાઓને ચોંકાવી દીધા હતા. હવે જ્યારે કોર્ટમાં મામલો છે ત્યારે સ્ટે આપતાં પહેલાં કોર્ટ ચૂંટણી પંચને પણ સાંભળશે.
ચૂંટણીના એક મહિના પહેલાં મતદાર યાદીનું રિવિઝન કરવાનું ચૂંટણી પંચનું પગલું કેટલાક રાજકીય પક્ષોને ખૂંચે તે સ્વભાવિક છે. હકીકત એ છેકે બિહારમાં બે દાયકા પછી સ્પેશયલ ઇન્ટેન્સીવ રિવિઝન થઇ રહ્યું છે.
ચૂંટણી પંચ પાસે ઘેર ઘેર જઇને મતદાર યાદી માટેના ડોક્યુમેન્ટ ચેક કરવા માાટેનો વિશાળ કાફલો છે. જેમાં એક લાખ વોલ્યન્ટર્સ પણ જોડાશે.
બુથ લેવલથી કામગીરી શરૂ કરાશે એટલે આખા રાજ્યની મતદાર યાદી તૈયાર કરતાં બહુ ઓછો સમય લાગશે. ચૂંટણીના એક મિહના પહેલા મતદાર યાદી વેરિફાય કરવાનું પગલું ભાજપ પ્રેરીત છે એવા આક્ષેપો થઇ રહ્યા છે.
વિવાદ એવો થવાનો છેકે જ્યારે મતપત્રક ચેક કરનાર અધિકારી મતદાર પાસે સિડીઝન હોવાનું પ્રૂફ માંગશે ત્યારે જોતે રજૂૃ નહીં કરી શકે તો તેની સૂચના પોલીસને અપાશે અને તે ભારતમાં ગેરકાયદે રહે છે તે સાબિત કરાશે. મતદાર યાદીમાં વધારો કે ડીલીટ કરવાનું કામ રિવિઝન મારફતે થઇ શકે છે. ચૂંટણીના એક મહિના પહેલાં શા માટે મતદાર યાદીમાં સુધારાનું પગલું ભરાયું તેના જવાબમાં પંચે કહ્યું છે કે અમે બહુ થોડા દિવસમાં કામ પુરં કરીશું અને તેનાથી ચૂંટણી પ્રચાર કે જાહેર સભાઓને કોઇ નુકશાન નથી થવાનું.
બિહારમાં ૭.૯ કરોડ મતદારો છે. તેમની સિટીઝન હોવાની ચકાસણી ૨૦૦૩માં થઇ હતી. મતદારોની ચકાસણી હવે ત્રણ દાયકા પછી થઇ રહી છે. બિહારમાં કેટલા બોગસ મતદારો નીકળે છે તે પર સૌનું ધ્યાન રહેલું છે. વિપક્ષને અકળામણ એ વાતની છેકે તેમના સ્યોર મત તૂટી રહ્યા છે.