- 2015 બાદ પહેલીવાર એબીવીપીની જીત
- ઇનસાઇડ સ્ટોરી
- વિદેશ પ્રધાન એસ. જયશંકર,નિર્મલા સીતારામન જેએનયુના વિદ્યાર્થી છે
જેએનયુ યનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)કબજો જમાવીને નવો ઇતિહાસ સર્જ્યો છે. જેએનયુની (જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી)મથારવટી ડાબેરી પક્ષોના રંગે રંગાયેલી છે. જેએનયુમાં ડાબેરી વિચારધારા અને સંઘની વિચારધારા વચ્ચે વર્ષોથી ખેંચાખેંચી ચાલે છે. અનેક વાર બંને સંગઠનોના વિધ્યાર્થી જૂથો વચ્ચે વચ્ચે જાહેરમાં મારામારી થઇ ચૂકી છે અને અનેકવાર ત્યાં રાષ્ટ્ર વિરોધી તત્વોએ માથું ઉંચક્યું છે.
જેએનયુનો તખ્તો ભારત માટે નવોદીત રાજકારણીઓને તૈયાર કરનાર બન્યો છે. લાંબા સમયથી ત્યાં ડાબેરી વિચારધારા ડેરાતંબુ નાખીને બેઠેલી છે. સરાકાર વિરોધ તોફાનોમાં જેએનયુના વિદ્યાર્થીઓ ઝનૂનભેર ભાગ લેતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ જેએનયુના કેમ્પની હોસ્ટેલોમાં વર્ષોથી રહે છે અને પાસ થઇને આગળ વધવા તૈયારીજ નથી બતાવતા.
એબીવીપી માટે ભવ્ય જીત એટલા માટે છેકે ઠેઠ ૨૦૧૫માં એબીવીપી આખી પેનલ જીતી હતી. ત્યારે પણ જોઇન્ટ સેક્રેટરીની પોષ્ટ જીતી હતી એમ આ વર્ષે પણ ગયા અઠવાડીયે જાહેર થયેલા પરિણામોમાં જોઇન્ટ સેક્રેટરીની પોષ્ટ એબીવીપીએ જીતી છે. એબીવીપીએ કાઉન્સીલરની ૪૨માંથી સૌથી વધુ એવી ૨૩ બેઠકો જીતીને જેએનયુના દરેક નિર્ણયો પર પોતાનો પ્રભાવ રાખી શકશે.
હવે જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે જેએનયુમાં ચાલતી લાલીયાવાડીને હટાવીને અનેક સુધારા એબીવીપી લાવી શકશે. ભાજપમાં એબીવીપીની જીતના કારણે ખુશાલીનો માહોલ છે. ડાબેરી પક્ષો જેએનયુનો દુરૂપયોગ કરતા હોવાની અનક ફરિયાદો જોવા મળતી હતી ખુશાલીનો માહોલ છે. ડાબેરી પક્ષો જેએનયુનો દુરૂપયોગ કરતા હોવાની અનક ફરિયાદો જોવા મળતી હતી.જેએનયુની ચૂંટણી કોઇ નાના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જેમ યોજાતી હોય છે. કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ તેમાં દોરી સંચાર કરતા હોય છે અને બંને પક્ષ તેમાં છૂટથી પૈસા વેરતો હોય છે.વિદ્યાર્થીઓમાં રહેલા બળવાખોર સ્વભાવનો લાભ ડાબેરી પક્ષો ઉઠાવતા આવ્યા હતા જે લાંબે ગાળે સ્વચ્છંદતામાં પરિણમતી જોવા મળી હતી.
જેએનયુમાં જોઇન્ટ સેક્રેટરીના પોસ્ટ બહુ મહત્વની ગણાય છે. એબીવીપીના વૈભવ મીનાએ તેમાં જીત મેળવી છે. ૨૦૧૫-૧૬ પછીની ઓબીવીપીની આ પહેલીવારની જીત છે. અગાઉ આ પોસ્ટ પર એબીવીપીના સૌરવ શર્માએ જીત મેળવી હતી. હવે જેએનયુના મેનેજમેન્ટ પર એબીવીપી પોતાની વિચારધારાને અમલી બનાવવા પ્રયાસ કરશે. ડાબેરી પક્ષો સાથે સંકળાયેલા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસીયેશન (AISA)સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) વગેરે હવે દુર હડસેલાઇ ગયા છે.
જેએનયુ સાથે સંકળાયેલા લોકો કહે છે કે જોઇન્ટ સેક્રેટરીની પોસ્ટ જીતવી તે બહુ ગૌરવ અને મહત્વની વાત હોય છે. ભારતના અનેક રાજકારણીઓ જેેએનયુમાં ભણેલા છે. ત્યાંનું સ્ટેજ ગજવી ચૂક્યા છે. કહે છેકે રાજકીય વિચારો અને વિરોધ કરતી જેએનયુ નવોદિત રાજકારણીઓ માટે પ્લેટફોર્મ સમાન બની રહી છે. કમનસીબી એ હતી કે વિરોધ સાથે અનેક વાર જેએનયુમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ પણ જોવા મળતી હતી.
વર્તમાન નેતાઓમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર,નિર્મલા સીતારામન જેએનયુના વિદ્યાર્થી છે જ્યારે રાજકારણી યોગેન્દ્ર યાદવ, કનૈયાકુમાર, સ્વરા ભાષ્કર વગેરે પણ ત્યાં ભણેલા છે. રાજકારણીઓને તૈયાર થવાનું પ્લેટફોર્મ પુરી પાડતી જેએનયુ એબીવીપી માટે પડકાર સમાન સાબિત થવાની છે.


