For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્દીરા ગાંધીએ દિલ્હીના જુનિયરને હાઇકોર્ટના જજ બનાવી દીધા હતા

Updated: Dec 7th, 2022

Article Content Image

- ન્યાયતંત્ર અને રાજકીય સત્તાધીશો વચ્ચેનો ગજગ્રાહ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

જજ માટેની નિમણૂક બાબતે ન્યાયતંત્ર અને તેમની નિમણૂકની સત્તા ધરાવતા રાજકીય સત્તાધીશો વચ્ચેનેા ગજગ્રાહ ટૂંક સમયમાં નિવારાય એેવા સંકેતો દેખાતા નથી. જોકે આ વિવાદ દરમ્યાન બંને પક્ષ સામસામી આક્ષેપ બાજી કરી રહ્યા છે તે શરમજનક કહી શકાય પરંતુ બેમાંથી કોઇનોય દોષ કાઢી શકાય એમ નથી.જો સામસામી તીવ્ર આક્ષેપ બાજી ના થઇ હોત તો સમસ્યાનું સમાધાન ક્યારનુંય થઇ ગયું હોત. બંને પક્ષનું માન્ય સમાધાન પણ શક્ય હતું. હવે સ્થિતિ એ છે કે કોઇ પણ પક્ષ હાઇકોર્ટના જજ કે સુપ્રીમના જજ નિમવા બાબતે ઝુકવા તૈયાર નથી.

૧૯૯૩ પહેલાં જ્યારે સુપ્રીમ કોર્ટના જજ પાસે સત્તા હતી ત્યારે તેમણે પણ નિમણૂકોમાં ભેદભાવ વાળી રીતરસમ અજમાવી હતી એવીજ રીતે રાજકીય સત્તાએ પણ ભેેદભાવ વાળી અને વિવાદાસ્પદ નિમણૂકો કરેલી છે. પાંચ જજના બનેલા કોલેજીયમે કરેલી નિમણૂકો પણ વિવાદાસ્પદ બની હતી. કોઇ પણ પક્ષ જજની નિમણૂકમાં અંગત સ્વાર્થ અને ભેદભાવ કરતો જોવા ના મળ્યો હોય એવું નથી.

આ વિવાદ વહેલી તકે ઉકેલાય તે જરૂરી છે કેમકે બંધારણના બે આધાર સ્તંભ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો હોવા જોઇએ તેના બદલે બંને સામસામે આવી ગયા છે. એ પણ મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં જજની નિમણૂકો વહેલી તકે થાય તે જરૂરી છે કેમકે પછી ન્યાયતંત્ર માટે કેસોનો નિકાલ કરવું બહુ મુશ્કેલ બની જશે.

સુપ્રીમ કોર્ટથી માંડીને ઠેઠ નીચે સુધી એટલેકે જિલ્લા લેવલે જજોની સંખ્યા વધારવી ે તે દુરની વાત બની ગઇ છે પણ જે જગ્યા ખાલી છે તે તાત્કાલીક ભરવાની જરૂર છે. ટ્રેન્ડ એવો ચાલ્યો આવે છે કે રાજકીય સત્તા ઉચ્ચ ન્યાય મૂર્તનું નામ પસંદ કરીને ન્યાયંતંત્ર સાથે બેસીને મંજૂરી મેળવાતી હતી. જેમાં રાજકીય સત્તાનો હાથ ઉપર રહેતો હતો. જેના કારણે રાજકીય સત્તા પોતાની સાથે સંકળાયેલા જજની નિમણૂક કરી દેતા હતા અને ન્યાયતંત્ર સ્વિકારી લેતું હતું. કેટલીક નિમણૂકો મેરીટ આધારે પણ થઇ હતી. જ્યારથી રાજકીય સત્તાની વગ વધવા લાગી ત્યારથી આ લોકો પોતાની પસંદગીના જજની નિમણૂક કરવા લાગ્યા હતા. 

દિવંગત ઇન્દિરાગાંધીની સરકાર હતી ત્યારે તેમણે નવા દિલ્હીના જુનીયર જજને ઓેડિસાની હાઇકોર્ટના જજ બનાવી દીધા હતા. કેમકે જનતા પક્ષની સરકાર વખતે આ જજે તેમને જામીન આપ્યા હતા. ત્યારબાદ ૮૦-૯૦ના દાયકામાં  કોંગ્રેસ સરકારમા કાયદા પ્રધાન રહેલા  હંસરાજ ભારદ્વાજે તેમના મળતીયા જજો ને હાઇકાર્ર્ટના જજ તરીકે નિમવામાં કોઇ શરમ રાખી નહોતી. ટૂંકમાં સત્તાધારી લોકેાએ પોતાની સત્તાનો દરુપયોગ કરીને મેરીટને ધ્યાનમાં લીધા વગર જજોની નિમણૂક કરી હતી.

હવે સુપ્રીમ કોર્ટના પાંચ સિનીયર મોસ્ટ જજ જેમની નિમણૂક કરવાની છે તેમના નામો સરકારનો મોકલી ાપે છે. સરકાર આઇબી મારફતે તે નામેની તપાસ કરાવે છે. જોકોઇ વાંદો હોય તો કોલેજીયમને પાછો મોકલે છે. અને જો કોઇ વાંઘો ના હોય તો નિમણૂક શક્ય બને છે. 

સૂચિત નેશનલ જ્યડીશ્યલ એપોઇનેટમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ (એનજેએસી)હેઠળ રચાયું છે. પરંતુ સુપ્રીમ કોર્ટ તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણે છે. જજો જ્યારે અન્ય જજોની નિમણૂક કરેતે સરકારને પણ પસંદ નથી. આ સૂચિત કમિશનમાં કાયદા પ્રધાન પણ સભ્ય હોઇ શકે તે વાત સાથે પણ સુપ્રીમ કોર્ટ સંમત નથી. આ વિવિદમાં કમનસીબી એ છે કે જજ પોતેજ પોતાનો કેસ જજ કરી રહ્યા છે. અને સત્તા પોતાની પાસે રાખવા માંગે છે. સુપ્રિમ કોર્ટ રાજકીય સત્તા સાથે ચર્ચા નહીં પણ નિર્ણય સાથે સમંત થવા કહે છે. એનજેએસી માટે સુપ્રીમ કોર્ટ પોતાનો મત બદલે તો સમાધાન શક્ય છે એમ મનાય છે. 

Gujarat