મહારાષ્ટ્માં મહાભારતની રાજકીય કથાના મોટા તંબૂ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્માં મહાભારતની રાજકીય કથાના મોટા તંબૂ 1 - image


- મહારાષ્ટ્રનું રાજકારણ દિશાવિહીન જોવા મળે છે

- ઇનસાઇડ સ્ટોરી

- ઉધ્ધવે ભાજપની  સત્તા જેહાદની ટીકા કરી એક થાળીમાં જમનારાઓ સામસામે લડે છે

મહારાષ્ટ્રની ચૂંટણીઆમાંે મહાભારતના યુધ્ધને પણ શરમાવે એવું થશે એમ લાગી રહ્યું છે. શિવસેનાના જે લોકો એક થાળીમાં જમતા હતા તે હવે એક બીજાને રાજકીય રીતે પતાવી દેવાના મૂડમાં હોય એમ વર્તી રહ્યા છે. પાંડવો અને કૌરવોની જેમ સામસામી બાજી ગોઠવાઇ ગઇ છે.  ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે ફરી મુખ્ય પ્રધાન બનવાનાં સપનાં જોઇ રહ્યા છે. મહારાષ્ટ્રના ચાણક્ય કહેવાતા શરદ પવાર પણ આ વખતે પોતાના માટે ચાણક્ય શબ્દ નહીં વાપરવા એમ કહી રહ્યા છે કેમકે મહારાષ્ટ્રનું રાજકારણ દિશા વહીન છે. દરેક પક્ષ મહારાષ્ટ્રને જીતવા મથે છે. ઉધ્ધવ ઠાકરે બહુ મોડે મોડે મહારાષ્ટ્રનું રાજકારણ સમજી શક્યા છે. જે મહારાષ્ટ્રમાં શિવસેનાને કોઇ હાથ અડાડી શકે એમ નહોતું તે શિવસેનાના બે ટુકડા થઇ જતા કોઇ રોકી શક્યું નહોતું. શિંદે પાસે આવેલા ટુકડાએ તેમને મુખ્યપ્રધાન બનાવી દીધા હતા.

એક સમય હતો કે જ્યારે શરદપવારનો પડયો બોલ ઝીલાતો હતો પરંતુ હવે તો તેમની સલાહ પણ કોઇ લેતું નથી. શરદપવારના ભરોસે કોંગ્રેસ બેઠી છે અને તે મફતમાં બેઠકો જીતશે. જેમ પ.બંગાળમાં સ્થાનિક કોંગીજનો તૃણમૂલ કોંગ્રેસ સાથે બેસવાનો વિરોધ કરી રહ્યા છે એમ મહારાષ્ટ્રમાં પણ છે.

 મહારાષ્ટ્રના કોંગીજનો વર્ષોથી કોંગી મોવડી મંડળને કહી રહ્યા છે કે એનસીપીના શરદ પવાર સાથે છેડો ફાડો અને એકલા હાથે લડી લેવું જોઇએ. જોકે કેન્દ્રમાં મળતી તાકાત રાજ્યના જોરે હોય છે તે ભૂલવું નાજોઇએ. 

જો મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર આવશે તો ઇન્ડી ગઠબંધનને લોકસભા જીત્યા હોય તેવો આનંદ થશે અને જો શિંદે સરકાર ઇન્ડી ગઠબંધનમાં હજુ એકતાનો અભાવ છે. મમતા બેનરજી આજેપણ પોતાનું ધાર્યું કરે છે. શિંદે સરકારે યુવાનો માટે જાહેર કરેલી રાહતને ઉધ્ધવે રેવડી સ્કીમ સાથે સરખાવી છે. ગયા અઠવાડીયે ગૃહપ્રધાન અમિતશાહે મહારાષ્ટ્રની ચૂંટણી કેવી હશે તેનો અંદાજ ઔરંગઝેબ ફેન ક્લબ નામનું તીર છોડીને આપ્યો હતો. તેના જવાબમાં ઉધ્ધવે ભાજપ સત્તા જેહાદ કરે છે એમ કહીને વળતો  પ્રહાર કર્યો હતો. આતો હજુ શરૂઆત છે. અનેક તેજાબી બાણ સામ સામે છોડાતા જોવા મળશે. અજીત પવાર નામનું ફેક્ટર હજુ મેદાનમાં નથી આવ્યું. જેમ શિવસેના તૂટી એમ શરદપવારની એનસીપી તૂટી હતી. આ બંને પક્ષની તોડફોડ પાછળ ભાજપનો સીધો હાથ હોવાનું ઉધ્ધવ કહી રહ્યા છે. લોકસભાના પરિણામો બાદ ઉધ્ધવ ઠાકરેને ફરી મુખ્યપ્રધાન બનવાના ચાન્સ ઉભા થતા દેખાઇ રહ્યા છે. 

લોકસભાના જંગમાં મહારાષ્ટ્રમાં ધોબી પછડાટ ખાધા પછી ભાજપના નેતૃત્વવાળી એનડીએ ઉંઘમાંથી જાગી છે. ભાજપે વ્યૂહ રચના બદલી હોવાનું દેખાઇ આવે છે.દરેક પક્ષે પોતાના ઉમેદવારો તૈયાર રાખ્યા છે. સામા વાળો પક્ષ કોને ઉમેદવાર બનાવે તે પર આખરી નિર્ણય લેવામાં આવશે.  જો મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર આવશે તો ઇન્ડી ગઠબંધનને લોકસભા જીત્યા હોય તેવો આનંદ થશે અને જો શિંદે સરકાર ફરી સત્તા રચી શકસે તો કેન્દ્રની એનડીએ સરકારમાં નવો પ્રાણ પુરાશે. 

મહારાષ્ટ્રનું ચૂંટણી યુધ્ધ જોવા લાયક હશે. કોણ કોને ચિત્ત કરશે તે તો પરિણામ આવે ત્યારેજ ખબર પડશે. મતદારોનો મૂડ હંમેશા રહસ્યમય રહ્યો છે. લોકસભાના જંગમાં ઉત્તરપ્રદેશના મતદારોને ફરેલો મૂડ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.


Google NewsGoogle News