- રિઝર્વ બેંક કહે છે ચિંતા કરવાની જરૂર નથી
- ઇનસાઇડ સ્ટોરી
- પુનઃનિર્માણના પ્રયાસો શરૂ થશે, તેમ તેમ ભારતના કામદારોને પહેલા કરતા વધુ રોજગારી મળશે
અખાતી યુધ્ધના કારણે વિદેશથી ભારતીયો મારફતે મોકલાતા નાણામાં ઓટ આવશે એમ મનાઇ રહ્યું છે. જો એમ થાય તો રિઝર્વ બેંકની ચિંતામાં વધારો થઇ શકે છે. એક તરફ રૂપિયો તૂટી રહ્યો છે. બીજી તરફ વધતા ઓઇલના ભાવોના કારણે ડિઝલ પેટ્રોલના ભાવો વધવાની પુરી શક્યતા ઉભી થઇ છે ત્યારે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ હાશકારો ઉભો થાય તેવી વાત કરી છે.
અખાતી યુદ્ધને કારણે રેમિટન્સ (વિદેશથી આવતા નાણાં) અંગે બિલકુલ ચિંતા નથી એમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ કહ્યું છે જે હાશકારો ઉભો કરી રહ્યું છે. તેમણે આંકડા આપીને કહ્યું છે કે ભારતે ૨૦૨૪-૨૫માં ઇં૧૩૨ અબજનું રેમિટન્સ મેળવ્યું હતું, જ્યારે ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં આ આંકડો ઇં૧૦૮ અબજ રહ્યો છે. ભારતમાં રેમિટન્સના પ્રવાહ પર અખાતી યુદ્ધની અસર અંગેની ચિંતાઓને તેમણે ફગાવી દીધી છે. ટોચના આર્થિક નિષ્ણાતો જે કોન્ફરન્સમાં હાજર હતા તેમની હાજરીમાં ડેપ્યુટી ગવર્નરે કહ્યું હતું કે 'માર્ચના આંકડા અગાઉ કરતા વધુ સારા હતા. 'અશોકા યુનિવર્સિટીની 'સેકન્ડ એન્યુઅલ આઈઝેક સેન્ટર ફોર પબ્લિક પોલિસી ગ્રોથ કોન્ફરન્સ'માં બોલતા ગુપ્તાએ જણાવ્યું હતું કે વિવિધ પરિબળોને કારણે રેમિટન્સ ભારત માટે 'ખૂબ જ સ્થિર ઇનફ્લો' બની ગયું છે.
આ સ્થિરતા પાછળના મુખ્ય કારણોમાં ભૌગોલિક વિવિધતા છે તે ઉપરાંત ભારતમાંથી અન્ય દેશોમાં રોજગારી માટે જનારા હવે માત્ર અખાતી દેશો (પશ્ચિમ એશિયાઇ દેશો)માંજ નથી જતા પરંતુ અન્ય દેશોમાં પણ જાય છે. અખાતી દેશોમાં જોબ માટે જતા લોકોની ટકાવારી હવે ઘટીને ૪૦ ટકા થઇ ગઇ છે. જો કોઈ એક દેશ યુધ્ધથી પ્રભાવિત થાય, તો પણ અન્ય દેશોની રોજગારી પર કોઇ અસર પડતી નથી. વર્ષની શરૂઆતના રેમીટન્સના સારા આંકડા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે પરત ફરેલા સ્થળાંતર કરનારાઓ તેમની ભેગી કરેલી બચત સાથે લાવ્યા હોય.
પૂનમ ગુપ્તાએ કહ્યું હતું કે જેમ જેમ અખાતી યુધ્ધ સાથે સંકળાયેલા દેશોમાં શાંતિ સ્થપાશે ત્યારે પુનઃનિર્માણના પ્રયાસો શરૂ થશે, તેમ તેમ ભારતના કામદારોને પહેલા કરતા વધુ રોજગારી મળશે.' પૂનમ ગુપ્તાએ રેમિટન્સના આંકડા અને પ્રવાહ RBI ના ડેટા મુજબ, ગલ્ફ દેશો (UAE, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીન)માંથી આવતા નાણાંનો હિસ્સો ૨૦૧૬-૧૭માં ૪૭% હતો, જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૩૮% થયો છે. બીજી તરફ, અમેરિકા (US) અને યુકે (UK) જેવા વિકસિત દેશોમાંથી આવતા રેમિટન્સમાં વધારો થયો છે.સમયગાળો રેમિટન્સની રકમ૨૦૨૪-૨૫ $૧૩૨ અબજ ૨૦૨૫-૨૬ (પ્રથમ ૯ મહિના) $૧૦૮ અબજ અર્થતંત્ર પર અસર અને પડકારો રેમિટન્સ એ ભારત માટે વિદેશી મુદ્રાનો મુખ્ય સ્ત્રોત છે, જે વેપાર ખાધ (Trade Deficit) ને સરભર કરવામાં મદદ કરે છે.
જોકે, હાલમાં કેટલીક આર્થિક અસ્થિરતા જોવા મળી રહી છે.અખાતી યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે. વિદેશી રોકાણકારોએ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાંથી ઇં૨૦.૨ અબજ પાછા ખેંચ્યા છે. અનેક પડકારો હોવા છતાં પૂનમ ગુપ્તાએ ભારતના બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


