લોકસભાની તમામ બેઠકો જીતવા પટનાયકના પ્રયાસ
- ઇનસાઇડ સ્ટોરી
- ઓડીસામાં નવીન પટનાયકનું વર્ચસ્વ
- નવીન પટનાયક સૌથી વધુ વર્ષ શાસન કરનાર ભસ્ બનવા માંગે છે
ઓડીસાના મુખ્યપ્રધાન નવીન પટનાયક ન્યૂઝ મેકર્સની રાજકીય યાદીમાં ક્યારેય નથી આવતા. દેશના બેસ્ટ મુખ્ય પ્રધાન તરીકે તેમને પસંદ કરાયા છે. સત્તાને ચીટકી રહેવાના તેમના કોઇ પ્રયાસ જોવા નથી મળતા. બીજુ જનતા દળના સર્વે સર્વા નવીન પટનાયકે ક્યારેય વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો દાવો નથી કર્યો કે ક્યારેય વિપક્ષી ગઠબંધનમાં અન્ય વિપક્ષી નેતાઓ સાથે કોઇ રાજકીય સ્ટેજ પર હાથ ઉંચા કરીને એકતા બતાવતા ફોટામાં તે સામેલ જોવા નથી મળતા.
મારૂંં રાજ્ય પહેલાં પછી બીજી વાત એમ તે જાહેરમાં કહે છે. બોલકા રાજકારણીઓના મતે નવીન પટનાક બહુ શ્રૂડ રાજકારણી છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે ભાગ્યેજ સમજી શકાય છે. ઓડીસામાં તે કોઇને ફાવવા દેતા નથી. એનડીએ સરકાર સાથે તે જોડાયેલા નથી પણ મોદી સરકાર માટે તે કૂણી લાગણી ધરાવે છે એવું વારંવાર જોવા મળ્યું છે. જ્યારે કોઇ મુદ્દે રાજ્યસભામાં વોટીંગ કરવાની વાત આવે છે ત્યારે નવીન પટનાયકના સાંસદોએ મોદી સરકારની ફેવર કરી હોવાનું મનાય છે.
૭૮ વર્ષના નવીન પટનાયક આગામી વિધાનસભાનો જંગ જીતીને દેશમાં સૌથી લાંબુ શાસન કરનાર મુખ્યપ્રધાન બનવા માંગે છે. આ રેકોર્ર્ડ હાલમાં સિક્કીમના મુખ્યપ્રધાન પવનકુમાર પાસે છે.
ગઇકાલે પાંચમી માર્ચે તેમણે ઓડીસાના મુખ્યપ્રધાન તરીકે ૨૪ વર્ષ પુરા કર્યા છે. આ વખતે ઓડીસામાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને નાથવા માટે યુવાનો અને મહિલાઓ માટે વિશેષ સ્કીમો જાહેર કરી છે.
ઓડીસામાં કાર્તીકેયન પાંડીયેન નવું ગાજતું થયેલું નામ છે. આઇએએસ અધિકારી હતા. તે નોકરી છોડીને બીજુ જતનાદળમાં જોડાયા છે. કહે છેકે નવીન પટનાયક પછી તેમને ચાન્સ મળી શકે તે માટે તેમને તૈયાર કરાઇ રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ એમ બંને નવીન પટનાયકને હંફાવવાની ક્ષમતા ધરાવતા નથી. જગન્નાથ મંદિર કોરીડોરના કારણે લોકોની નજર ઓડીસા તકફ વળી છે.
પિતા બીજુ પટનાયકના અવસાન પછી રાજકારણમાં નવીન પટનાયક એટલા માટે પ્રવેશ્યા હતા કે ત્યારે તેમના ભાઇ અને બહેને રાજકારણમાં પ્રવેશવાની ના પાડી હતી. આમ એપ્રિલ ૧૯૯૭માં નવીન પટનાયકે રાજકરાણમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. મે ૧૯૯૭માં તે જનતાદળના ઉમેદવાર તરીકે લોકસભાની પેટા ચૂંટણી જીત્યા હતા. તે વર્ષના અંતે તેમણેે બીજુ જનતાદળની સ્થાપના કરી હતી.
ત્યારે બીજેડી અને ભાજપના જોડાણે ઓડીસાની મોટાભાગની લોકસભાની બેઠક જીતી હતી. જે ઓડીસાની ઉડીયા લેન્ગવેજ ના જાણતા હોય તે સત્તા પર ના રહી શકે એવો તેમની સામે વિરોધ થયો હતો. તેમણે ઓરિસાનું નામ ઓડીસા કરી બતાવ્યું હતું. લોકોમાં તે પ્રિય થઇ જવા લાગ્યા હતા.
ઓક્ટોબર ૧૯૯૯માં સુપર સાઇકલોન દરમ્યાન ઓડીસાના ૧૦,૦૦૦ લોકો મોતને ભેટયા હતા. તેમને પક્ષ બીજેડી કોંગ્રેસ વિરોધી ગણાતો હતો. સાઇકલોન પછી તે સફેદ લેંઘો-ઝભ્ભો અને રબરના સ્લીપર પહેરતા થયા હતા. તેમના પરિવારમાં કોઇ નહોતું. ભ્રષ્ટાચારના કોઇ આક્ષેપો તેમની સામે થયા નથી.
લોકસભામાં ઓડીસાની ૨૧ બેઠકો છે. આ તમામ બેઠકો જીતવા નવીન પટનાયકે રાજ્યમાં નવી સ્કીમો મુકી છે. વિપક્ષોના જોડાણથી તે દૂર રહ્યા છે.