FOLLOW US

નુપુર શર્મા અંગેના વિવાદોથી સરકાર અંતર રાખી રહી છે..

Updated: Jul 6th, 2022


- મોહમ્મદ ઝુબીર સામે કોઇ પગલાં નથી લેવાયા

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

એક ટેલિવિઝન ચેનલ પરના ડિબેટ દરમ્યાન  મહમ્મદ પયગંબર પર ટીકા કરનાર નુપુર શર્મા સામે  વિવિધ શહેરમાં થતા કેસોને એક સ્થળે ચલાવવાની અપીલની સુનાવણીમાં બે સભ્યોની બનેલી વેકેશન બંેચમાં જજ મારફતે નુપુર શર્મા સામે કરાયેલી તેજાબી ટીકા વિવાદાસ્પદ બની છે વિવિધ ક્ષેત્રે ખાસ કરીને ન્યાયતંત્રમાં તે અંગે ચર્ચા ચાલી રહી છે. 

પહેલી વાત તો એ છે કે નુપુર શર્માને તેમની વાત રજૂ કરવાની કોઇ તક નહોતી આપી. નુપુરની સ્પષ્ટ એકજ માંગણી હતી કે તેમની સામે થતી એફઆઇઆરને એકજ સ્થળે ચલાવવમાં આવે. તે ઉપર ચર્ચા કરવાના બદલે બેંચનું વડપણ કરતા ન્યામૂર્તિ સૂર્ય કાંતે નુપુર શર્માની ધડાધડ ટીકા કરી હતી. તેમણે કહી નાખ્યું કે દેશમાં હાલમાં જે કંઇ થઇ રહ્યું છે તે માટે એક માત્ર નુપુર શર્મા જવાબદાર છે, તેમણે માફી માંગવી જોઇએ.

કમનસીબી એ વાતની છે કે જજની વાત પરથી એમ લાગે છે કે તે લોકો તમામ સમાચારો અંગે પરફેક્ટ ચુકાદો ના આવે ત્યાં સુધી તે સમાચારોથી દુર રહેવા જણાવતા હોય એમ લાગે છે. મેટર સબજ્યુડીસ માટે તે અંગે ના બોલાય તે વાત ગળે ઉતરે એવી નથી. અનેક કેસો સબજ્યુડીસ સ્તરે છે કેમકે દેશની કોર્ટોમાં લાખો કેસો પેન્ડીંગ છે.

હકીકતતો એ છે કે નુપુર શર્માએ તેમની અપીલમાં જે મુદ્દાની માંગણી કરી હતી તે અંગની ચર્ચા કરવાના બદલે જજ બીજા મુદ્દે ચર્ચા કરવા લાગ્યા હતા. વાત સીધી હતીકે મારી સામેના કેસો અકજ જગ્યાએ ચલાવવા જોઇએ. જજે તે બાબતે વાત કરવાના બદલે દેશની વર્તમાન સ્થિતિ માટે નુપુર શર્મા જવાબદાર છે એમ કહી દીઘું હયું.  ચલાવવા જોઇએ. જજે તે બાબતે વાત કરવાના બદલે દેશની વર્તમાન સ્થિતિ માટે નુપુર શર્મા જવાબદાર છે એમ કહી દીઘું હતું. હકીકત તો એ પણ છેકે નુપુર શર્માનો કેસ પણ સબજ્યુડીસ છે.

નુપુર શર્મા સામે જોખમ છે અને તેમને ઘમકી મળી રહી છે તેવી રજૂઆતના સંદર્ભમાં જજે કહ્યું હતું કે તે પેાતેજ દેશ માટે જોખમી બની ગયા છે. જજ તરફથી આવા નિવેદનોના કારણે અનેક વિવાદો ઉભા થતા હોય છે. તેનો દુરૂપયોગ થતો હોય છે. જજની આવી વાતોના કારણેે ઉદેપુરમાં ગળું કાપવા જેવી ઘટનાને વાજબી કહેનારા વઘી જશે.

જજ સૂર્ય કાંત અટકવા તૈયાર નહોતા. જ્યારે નુપુરના વકિલે એમ કહ્યું કે ટીવી ડિબેટમાં અન્ય પેનાલીસ્ટે તેમના ઘર્મની ટીકા કરીને ઉશ્કેર્યા હતા. નુપરના ધર્મ વિશે અને શિવલિગ વિશે મજાક ઉડાવતાં સામે નુપુરે પણ જવાબ આપ્યો હતો.  ત્યારે જજે કહ્યું હતું કે શું ખરેખર એવું હતુ? રહેવાદો મારૂ-ં મોં ના ખોલાવો.

આ જોઇને ન્યાયતંત્રમાં કહે છે કે જસ્ટીસ કાંત મર્યાદા ભૂલીને નુપુરના કેસ સિવાયની વાતો પર વળી ગયા હતા. આ વાતો નહોતી પણ તેજાબી ટીકા હતી. જેના કારણે હિંસા સાથે જોડાયેલા ચોક્કસ વર્ગ ખુશ થયો હશે એમ મનાય છે.

આ કેસમાં તો એવું કહી શકાય કે માત્ર નુપુર શર્માએ જીભ પરનો કાબુ નહોતા ગુમાવ્યો પણ જજે પણ જીભ પરનો કાબુ ગુમાવ્યો હતો. કોઇને ગમે કે ના ગમે પરંતુ એ વાત હકીકત છે કે આખી સેક્યુલર લીબરેલ બ્ર્રિગેડ આવી વાતોથી ખુશ થાય છે અને તેમને જોઇતો હતો તેવો ઢાળ જજે નુપુર શર્માના કેસમાં પુરો પાડયો છે. સુપ્રીમ કાર્ટના સિનિયર જજ પાસેથી કોઇએ આવી અપેક્ષા નહોતી રાખી.

નુપુરના કેસમાં જજે તો એવી પણ ટીકી કરી હતીકે ટાવીના એન્કર સામે પણ પગલાં લેવા જોઇએ.  કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ઘર્મ માટે એલફેલ બોલે તે ચલાવી ના લેવાય. દરમ્યાન જજની રીમાર્કથી ઉભા થયેલા વિવાદથી સરકાર દુર રહી છે. 

આ વિવાદો વચ્ચે  છના શીુજ નામની વેબસાઇટ બાબતે બહુ વિવાદ ચાલે છે. ફેક્ટ ચેકના નામે ચાલતી આ વેબસાઇટ  સાચું ખોટું શું બતાવે છે તે તપાસનો વિષય છે. તેના ફાઉન્ડર મોહમ્મદ ઝુબીર છે. આવા સમાજમાં ખોટી માહિતી પ્રસરાવતી વ્યક્તિઓ સામે કોઇ પગલાં લેવાતા નથી.

Gujarat
English
Magazines