બોફોર્સ-નેશનલ હેરલ્ડ: કોમન લીંક સોનિયા ગાંધી


- ગાંધી પરિવાર શક્તિશાળી છે તે ભ્રમણા તૂટી છે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- ક્વોટ્રોચીને બચાવવો મુશ્કેલ જણાતા તેને દેશ છોડીને ભાગી જવા દેવાયો હતો...

અહીં બે કૌભાંડની વાત છે. એક છે બોફોર્સ અને બીજું છે નેશનલ હેરલ્ડ. બંને વચ્ચે ૩૦ વર્ષનો ગાળો છે પરંતુ બંનેની કોમન લીંક સોનિયા ગાંધી છે.

પહેલાં બોફોર્સની વાત વાંચો. સોનિયા ગાંધીના નજીકના મનાતા ઓટોવીયો ક્વોટ્રોચીએ દલાલી પેટો મોટી રકમ લીધી હોવા છતાં કોઇએ સોનિયા ગાંધીને તે બાબતે કશું પૂછવાની હિંમત નહોતી બતાવી, તે તો ઠીક પણ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ કોઇ આ બાબતે પૂછતું નહોતું. સ્વિડનના તોપ બનાવનારા ક્વોટ્રોચીને દલાલી આપવાના છે તેની ખાત્રી કર્યા બાદ કોન્ટ્રાક્ટ અપાયો હતો. હકીકત તો એ હતી કે આ દલાલી પર ઢાંક પીછોડો એ મોટું કૌભાંડ હતું. 

સ્વિડીશ રેડિયોએ જ્યારે એમ કહ્યું કે ૧૫૦૦ કરોડની લાંચ લેવાઇ છે ત્યારે પણ આખા કૌભાંડ પર દરેક મોં સીવીને બેઠા હતા તે તો ઠીક પણ સ્વિડનની સરકાર પર પણ તપાસ આગળ ના વધારવા પ્રેશર કરાયું હતું. જ્યારે સરકાર સામે ચારે બાજુથી તવાઇ ઉભી થઇ ત્યારે ક્વોટ્રોચીને બચાવવો મુશ્કેલ જણાતા તેને દેશ છોડીને ભાગી જવા દેવાયો હતો.

આ તો કશું નથી, જ્યારે આ લાંચ લેનારનું લંડનનું એકાઉન્ટ કેન્દ્રની નોન-કોંગ્રેસ સરકારે ફ્રીઝ કરાવ્યું ત્યારે  કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ -વનની સરકારે આ એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા સિનિયર લો ઓફિસરને લંડન મોકલ્યા હતા. આને કૌભાંડ કહેવાય કે નહીં? 

જ્યારે સંસદમાં વિપક્ષે બહુ ઉહાપોહ કર્યો ત્યારે સરકારે કહ્યું કે ફરી લંડનનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયું છે. જોકે આનો કોઇ અર્થ નહોતો કેમકે ક્વોટ્રોચીએ તે એકાઉન્ટ ખાલી કરી નાખ્યું હતું. બધા પૈસા ઉપાડી લીધા હતા પછી ફીઝ કરવાનો કોઇ અર્થ નહોતો.

હવે નેશનલ હેરલ્ડ જોઇએ. સરળ ભાષામાં લખીએે તો નેશનલ હેરલ્ડ પેપરની માલિકીની વિશાળ સંપત્તિ ગેરકાયદે પોતાના નામે ટ્રાન્સફર કરી લેવાઈ હતી. તેમાં કોઇ લાંચ નહોતી લેવાઇ. ૨૦૦૮માં જ્યારે આ ખોટ ખાતું એકમ બંઘ થયું ત્યારે તેના માથે ૯૦ લાખ રૂપિયાનું દેવું હતું.

બે વર્ષ બાદ યંગ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની ઉભી કરાય છે. જેના ૭૬ ટકા શેર રાહુલ અને સોનિયા ગાંધીના નામે હતા. જ્યારે બાકીના કોંગ્રેસના અન્ય નેતાઓના નામે હતા. ઓસોસીયેટેડ જર્નલની સંપત્તિ જેની કિંમત ૧૫૦૦ થી ૧૮૦૦ કરોડ હતી તેને સાયલન્ટલી નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવાઇ હતી. આ સરકારી સંપત્તિ નહોતી પરંતુ અખબાર ચલાવવા ઓછી કિંમતે અપાયેલી જમાીન હતી.

યંગ ઇન્ડિયાને કોલક્તાની કંપની દ્વારા મની લોન્ડરીંગ હેઠળ એક કરોડ રૂપિયા અપાય છે. જે મની લોનડરીંગનો કેસની તપાસ એન્ફોર્સમેન્ટવાળા કરે છે તે વિવાદ તો ઉભો છે પરંતુ અખબારની દિલ્હી, મુંબઇ, ભોપાલ વગેરે સ્થળે આવેલા મકાનો સીઘાજ ગાંધી પરિવાર પાસે આવી ગયા હતા. 

હકીકત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ થાય છે તે દર્શાવે છે કે કાયદાની ઉપર કોઇ નથી એમ સરકાર બતાવવા જાય છે. કેન્દ્રમાં નોન કોંગ્રેસ સરકારો આવી તે સોનિયા ગાંધીની પૂછપરછ કરી શકી નહોતી પરંતુ મોદી સરકારે કોઇની શેહશરમમાંં આવી નહોતી.

હવે સમય બદલાયો છે. ગાંધી પરિવાર શક્તિશાળી છે તે ભ્રમણા તૂટી છે. ગાંધી પરિવાર એક કોમન પીપલ છે અને તેમની સામે પણ તપાસ કરી શકાય છે. 

કોંગી જનો ભલે રોડ પર દેખાવો કરે પરંતુ કોમન પીપલ તેમને ટેકો નથી આપતા. દરેક માને છે કે ગાંધી પરિવારને પૂછપરછ માટે બોલાવાય છે તે વાજબી છે.

City News

Sports

RECENT NEWS