For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મમતાની દિલ્હી લટારે કોંગ્રેસને એક્ટિવ કરી

Updated: Aug 4th, 2021

Article Content Image

- નેશનલ રાજકારણમાં પ્રવેશવાની ચાલ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- પેગાસસના મુદ્દે મમતાએ પોતાનું અલગ પંચ બનાવીને વિપક્ષોને ભોંઠા પાડી દીધા 

મ મતા બેનરજીની દિલ્હી ખાતેની ચાર દિવસની મુલાકાત બાબતે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે તે કંઇ ખાસ ઉકાળી શક્યા નથી. પરંતુ એમ કહી શકાય કે ભાજપ વિરોધી પક્ષોને એક કરવા માટેના તે બીજ રોપી શક્યા છે. તે બધા પક્ષોને એક તખ્તા પર લાવવા માંગે છે. 

લોકોની યાદ શક્તિ થોડી કાચી છે. તેમને યાદ કરાવવું જરૂરી છે. મમતાએ નેશનલ લેવલે આગળ વધવાનો પ્રયાસ ૨૦૧૪માં પણ કર્યો હતો. ત્યારે તેમના સાથી તરીકે કે.ડી. સિંહ હતા જે તેમને પ્રોત્સાહન આપતા હતા. આ કે.ડી.સિંહને મમતાએ બે વાર રાજ્યસભામાં સભ્ય પણ બનાવ્યા હતા. 

પ.બંગાળથી બહાર મમતાએ પહેલીવાર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે દિલ્હીમાં બોલિવુડના એક્ટરને  ઉભા રાખ્યા હતા. તેમના ઉમેદવારને ચાર આંકડા જેટલા પણ વોટ નહોતા મળ્યા. મમતાએ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે જાહેર સભા પણ યોજી હતી. તેમને હતું કે બહુ લોકો તેમને સાંભળવા આવશે પરંતુ તેમને સાંભળવા કોઇ ના આવતાં છેેલ્લી ઘડીએ તે રદ્દ કરવા ફરજ પડી હતી. આવી નિષ્ફળતા જોઇને તે સલાહકાર કે.ડી. સિંહથી દુર થઇ ગયા હતા. હાલમાં આ કે.ડી. સિંહ આર્થિક ગોટાળાના કારણે જેલમાં છે. એટલેજ તાજેતરમાં તે જ્યારે દિલ્હીમાં હતા ત્યારે કોઇએ પૂછ્યું હતું કે શું તમે વિપક્ષોનું નેતૃત્વ કરશો ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે એ તો પરિસ્થિતિ પર આધારીત છે. મારા માટે તો પ.બંગાળ સ્વિટ હોમ છે. આ જવાબ પરથી ઘણું સમજી શકાય છે.

૨૦૨૪માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી ખસેડવાના હેતુને આગળ વધારવા મમતા કોંગ્રેસ, એનસીપી,આરજેડી, આપ વગેરેના નેતાઓને પણ મળ્યા હતા. મમતા વડાપ્રધાન મોદીને ૩૫ મિનિટ માટે મળ્યા હતા. આ મુલાકાતને તેમણે શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. બીજી તરફ તેમની મુલાકાત દરમ્યાન થયેલી ચર્ચાની વિગતો જાણવા વિપક્ષના નેતાઓ આતુર હતા પણ મમતાએ તેમની ંઆતુરતા પર પાણી ફેરવી દીધુું હતું.

પેગાસસના મુદ્દે મમતાએ પોતાનું અલગ પંચ બનાવીને વિપક્ષોને ભોંઠા પાડી દીધા હતા. કેમકે સંસંદમાં વિપક્ષ હોબાળો મચાવીને મામલો કોર્ટમાં લઇ જવા માંગે છે પરંતુ હવે મમતાએ જ્યારે પોતાનું અલગ પંચ રચવાની વાત કરી એટલે વિપક્ષી એકતાને ફટકો વાગ્યો છે એમ કહી શકાય.

એપેક્સ કોર્ટ આગામી અઠવાડીયે પેગાસસ પર હીયરીંગ કરશે પરંતુ મમતાએ ઉભા કરેલા પંચના કારણે મોદી સરકારને ભીંસમાં લેવાનો વિપક્ષનો પ્લાન નબળો પડશે.

બીજી તરફ ગાંધી પરિવાર એક્ટિવ થયો છે. રાહુલ ગાંધી સંસદમાં દરેક વિપક્ષને મળતા હતા. પહેલાં તે ભાગ્યેજ કોઇને મળતા હતા. મમતા બેનરજીની એન્ટ્રી અને શરદપવારની ચાલ જોઇને કોંગ્રેસ પ્રિન્સ દરેકને મળતા થયા છે એમ કહી શકાય. ગાંધી પરિવાર માને છે કે વિપક્ષનું નેતૃત્વ કરવાનો તેમનેા જન્મ સિધ્ધ અધિકાર છે. એટલેજ રાહુલ વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. 

પ્રશાંત કિશોરના આઇડયા પ્રમાણે પહેલાં કોંગ્રેસ પક્ષે રાજ્યોમાં ચાલતા વિવાદોને કાબુમાં લેવા જોઇએ એમ કહેતાં કોંગ્રેસે તેનો અમલ કરવો શરૂ કર્યો છે. પંજાબમાં સિધ્ધુને મુકીને બળવાખોરીને શાંત પાડી હતી. એવીજ રીતે રાજસ્થાનમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને સચીન પાઇલોટના માણસોને સમાવીને સમાધાન કરાવાશે એમ મનાય છે. એવીજ રીતે છત્તીસગઢમાં ચાલતો વિવાદ ઠંડો પાડવા કોંગ્રેસ સક્રીય બની છે.

Gujarat