સૂનક સામે ઊભા રહેવા જોન્સન 100 સહી પણ ના લાવી શક્યા


- નવા વડાપ્રધાનથી ભારતે બહુ ફૂલાવાની જરૂર નથી

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

જ્યારે બ્રિટનના વડાપ્રધાન તરીતે પ્રથમવાર બ્રિટીશ ઇન્ડિયન રીશી સૂનકની નિમણૂક થાય ત્યારે ભારતીયોમાં આનંદ પ્રસરે તે સ્વભાવિક છે. અંગ્રેજો-ગોરાઓએેેે કરલું રાજ કોઇ ભૂલ્યું નથી. ત્યારે ભારતના લોકોને અશિક્ષિત અને મેનરલેસ તરીકે ચીતરવામાં આવતા હતા. પરંતુ હવે સમય પલટાયો છે. જે લોકો એક સમયે ગોરા સાહેબ તરીકે ઓળખાતા હતા તે લોકો આજે પાછા પડી ગયા છે. 

બ્રિટન આજકાલ આર્થિક સ્તરે નબળું પડી ગયું છે. તેની લશ્કરી તાકાત પણ નબળી પડી ગઇ છે. અન્ય દેશો ખાસ કરીને ભારત તેનાથી આગળ નીકળી ગયું છે. હવે ક્રિષ્ચન બ્રિટનમાં નવા વડાપ્રધાન શાકાહારી છે અને ભારતીય રીતભાત અપનાવે છે તે તો ઠીક પણ ભગવદ્દ ગીતા પર હાથ મુકીને હોદ્દાના શપથ લે છે. 

પરંતુ તે માત્ર તેમના માટેની પસંદગીનું ધોરણ નથી. ૪૪ દિવસ સત્તાપર રહીને લીઝ ટ્રૂસે જે ધબડકો સર્જ્યો છે તે જોતાં સત્તાધારી કોન્ઝર્વેટીવ પક્ષ પાસે શૂનક પર વિશ્વાસ મુકવા સિવાય બીજો કોઇ  વિકલ્પ નહોતો. વિશ્વની નામંકિત નાણા સંસ્થા અને હેજ ફંડ સાથે કામ કરી ચૂકેલા શૂનક નાણાપ્રધાન તરીકે પણ રહી ચૂકેલા છે. 

૪૪ દિવસ રાજ કરનાર ટ્રૂસે કરેલી ટેક્સકપાત અને ટેક્સ રાહત એમ બંને વિવાદાસ્પદ રહ્યા હતા. બ્રિટનનું આર્થિક વિકાસનું કોકડું ગૂંચવાઇ ગયેલું છે. શૂનકના પત્ની અક્ષતા મૂર્તિ એ નામાંકીત આઇટી કંપની ઇન્ફોસિસના બોસ નારાયણ મૂર્તીની દિકરી છે. જેની સંપત્તિ ૭૩૦  મિલીયન્સ પાઉન્ડ થવા જાયછે. 

લીઝ ટ્રૂસે ટેક્સ કપાત પાછી ખેંચી ત્યારે વિવાદ ઉભોે થયો હતો. ત્યારે બેંક ઓફ ઇંગલેન્ડે દરમ્યાનગીરી કરવી પડી હતી. થેરસા મે, બોરીસ જોન્સન અને છેલ્લે લીઝ  ટ્રૂસ આર્થિક તંત્રને સમજી શક્યા નહોતો. દરેકને શૂનકમાં દેશના આર્થિક તંત્રનો ઉકેલ દેખાઇ રહ્યો છે. 

અહીં મહત્વનું એ છે કે કોન્ઝર્વેટીવ પાર્ટી તેના ૧,૬૦,૦૦૦ રજીસ્ટર્ડ સભ્યોનો ઓપિનીયન લેવા જાત તો ધણો સમય પસાર થઇ જાય એમ હતું. શૂનકને પડકારવા અન્ય કોઇ સભ્ય ૧૦૦ સાસંદોની સહી ના લાવી શકતા અંતે શૂનક પર પસંદગી ઉતારવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રદાન બોરીસ જોન્સન પણ ૧૦૦ સભ્યોની સહી લાવી શક્યા નહોતા. આમ શૂનક સર્વાનુુમતે ચૂંટાઇ આવ્યા હતા.

આ તબક્કે વિન્સટન  ચર્ચિલે કહેલી વાત યાદ આવે છે. બહુ નામાંકિત એવા કોન્ઝર્વેટીવ વડાપ્રધાને બહુ ભાર પૂર્વક એમ કહીને ચેેતવ્યા હતા કે ભારતીયો રાજકીય સત્તા સંભાળી શકે એમ નથી. આ સત્તા રાસ્કલ અને ગુંડાઓના હાથમાં જતી રહશે. પરંતુ  હવે આ માણસ તેની કબરમાં પડખું ફરીને જોશે કે બ્રટીશ-ઇન્ડિયન શૂનકને વડાપ્રધાન પદે બેઠેલા જોઇ રહ્યા છે. 

હકીકત એ છે કે બ્રિટને પોતેજ મુશ્કેલીઓ ઉભી કરી છે. બે્રક્સિટના પગલે બ્રિટનમાં મંદી આવી હતી. નોર્થ આયર્લેન્ડનો મુદ્દો લટકાવી રાખીને મોટી ભૂલ કરી હતી. યુરોપીયન યુનિયન અને નોર્થ આયર્લેન્ડ વચ્ચેની સરહદનો મામલેા હજુ અટવાયેલો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી આ મુદ્દો સાઇડમાં ધકેલાઇ ગયો છે. યુરોપીયન યુનિયન અને  યુ.કે એમ બંને રશિયાનો સામનો કરવા યુક્રેનને પ્રોત્સાહીત કરી રહ્યા છે. 

જોકે ટૂંક સમયમાં નોર્થ આયર્લેન્ડનો મુદ્દો બ્રિટન માટે માથાના દુખાવા રૂપ બની જવાનો છે. દરમ્યાન વડાપ્રધાન શૂનક શરૂઆતમાં શાંતિથી કામ કરશે. ટ્રૂસ સરકારના માટો ભાગના પ્રધાનોને તેમણે સાથે રાખ્યા છે. પરંતુ તેમણે અન્ય બ્રિટીશ ઇન્ડિયન સુએલાને ફરી રાખીને વિવાદ ઉભો કર્યો છે. ભારતીયોને વિઝા બાબતે તેમનો વ્યૂ ભારત વિરોધી હતો છતાં શૂનકે તેમને જગ્યા આપી છે. 

આ જોતાં એમ લાગે છે કે શૂનક ભારત માટે ઉપયોગી થાય એમ નથી.

City News

Sports

RECENT NEWS