World Polio Day 2023: દર વર્ષે 24 ઓક્ટોબરે વર્લ્ડ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે. પોલીયો એક ગંભીર બીમારી છે. મોટાભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનાથી સંક્રમિત થાય છે. જેથી પોલીયોના વેક્સીનેશનના મહત્વ વિષે આ દિવસે જાગૃતતા ફેલાવવામાં આવે છે. તો જાણીએ શું છે વર્લ્ડ પોલિયો દિવસની ઈતિહાસ અને પોલીયોના લક્ષણ અને તેનાથી બચવાના રસ્તાઓ.
વર્લ્ડ પોલિયો દિવસનો ઈતિહાસ
વર્લ્ડ પોલિયો દિવસની શરૂઆત રોટરી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી હતી. જોનાસ સાલ્કે પોલીયોની વેક્સીન શોધનાર પ્રથમ ટીમને લીડ કરી હતી. આથી તેમના જન્મદિવસ પર વર્લ્ડ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે. પોલીયોને 1988માં વર્લ્ડ હેલ્થ અસેમ્બલીએ બધા દેશોમાંથી ખત્મ કરવાનું મિશન શરુ કર્યું છે. જેમાં દરેક બાળકને આ ભયંકર બીમારીથી બચાવવા વેક્સીન આપવા પર ભાર મુકવામાં આવે છે.
શું છે રસીનું મહત્વ ?
પોલિયો એક ભયંકર બીમારી છે, જેનો ચેપ લાગે તો લકવો પણ થઈ શકે છે. આ મોટે ભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થાય છે, તેથી બાળકોને સમયસર તમામ રસી આપવી ખૂબ જ જરૂરી છે. આ દિવસે માતાપિતા કે જેઓ તેમના બાળકોને સમયસર રસી આપે છે અને તમામ આરોગ્ય સંભાળ કાર્યકરોની પ્રશંસા કરવામાં આવે છે. 2014માં ભારત પોલિયો મુક્ત દેશ બન્યો હતો.
પોલીયો શું છે?
પોલીયોને પોલીયોમાઈલાઈટીસના નામે ઓળખવામાં આવે છે. જે પોલીયો વાયરસના સંક્રમણના કારણે થાય છે, જે કરોડરજ્જુની ચેતાને અસર કરે છે. આનાથી લકવો થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. ક્લેવરલેન્ડ ક્લિનિક અનુસાર, પોલિયો વાયરસ પહેલા તમારા ગળામાં અને પછી તમારા આંતરડાને સંક્રમિત કરે છે. જેના કારણે ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. આ પછી ચેપ તમારા મગજ અને કરોડરજ્જુને લાગે છે. આ એક ચેપી રોગ છે, જે એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાઈ શકે છે.
પોલીયો કેવી રીતે ફેલાય છે?
- ગંદુ પાણી પીવું કે તેમાં ભોજન બનાવવું
- ટોયલેટ જઈને સરખા હાથ ન ધોવા
- સંક્રમિત વ્યક્તિના થૂંક, લાળ લે મળના સંપર્કમાં આવવું
- ગંદા પાણીમાં સ્વિમિંગ કરવું
- ગંધુ ભોજન જમવાથી
પોલીયોના લક્ષણ શું છે?
તાવ, સુકુ ગળું, માથામાં દુખાવો, પેટનો દુખાવો, ઝાડા-ઉલટી, થાક, માંસપેશીઓમાં જકડન, હાથ કે પગને હલાવવામાં તકલીફ, લકવા જેવા લક્ષણો જોવા મળે છે.
શું છે બચવાના રસ્તા?
પોલીયોથી બચવાનો એકમાત્ર ઉપાય તેની વેક્સીન છે. ભારતમાં ઓરલ પોલીયો વેક્સીન આપવામાં આવે છે. દરેક 5 વર્ષથી નાના બાળકોને પોલીયો ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે.


