વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે : વૈશ્વિક માનસિક સ્વાસ્થ્યની ચિંતા આ વર્ષની થીમ
- કોરોનાકાળ પછી લોકોની માનસિક બિમારીઓ અને સ્ટ્રેસમાં સૌથી મોટો વધારો થયો
નવી દિલ્હી : શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે અને ઉત્તરોત્તર તેની તપાસ થાય થતા તેમાં કોઈ ખામી હોય તો તેની સારવાર થાય તે જોવું અને જાણવું પણ ખૂબ જ જરૂરી છે. સમગ્ર વિશ્વના આરોગ્ય માટે કામ કરતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને અનુલક્ષીને જ દર 10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેના માટે ખાસ આ દિવસનું આયોજન થાય છે. 1992મમાં યુએન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે વિવિધ થિમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણને વૈશ્વિક પ્રાથમિકતા બનાવવાની થિમ રાખવામાં આવી છે.
કોરોના મહામારી બાદ આ દિશામાં પ્રયાસો વધુ સક્રિય બનાવાયા
યુએન દ્વારા છેલ્લાં બે વર્ષથી માનસિક સ્વાસ્થ્ય પાછળ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ભાર મૂકવામાં આવી રહ્યો છે તેના ચોક્કસ કારણે છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષના કોરોનાકાળમાં લોકોની શારિરીક સ્થિતિ ખરાબ થવાની સાથે સાથે માનસિક હાલત પણ ખૂબ જ ખરાબ થઈ હતી. એક અહેવાલ પ્રમાણે હજી પણ દેશના 14 ટકા લોકો કોરોનાના માનસિક વિકારથી પીડાય છે. બીજી તરફ બાળકો, કિશોરો અને યુવાનોમાં પણ આ મહામારીકાળમાં માનસિક સ્વાસ્થ્ય કથળવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીની ખૂબ જ આડ અસરો જોવા મળી છે. દેશમાં 14 ટકા બાળકો પણ માનસિક રોગોથી પીડિત હોવાનો એક અહેવાલ થોડા સમય પહેલાં આવ્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયાનું વળગળ, હિંસક ગેમ્સની અસર કિશોરો અને યુવાનોને વધારે ડિપ્રેશન અને એગ્રેશન તરફ દોરી જઈ રહી છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી અત્યંત જરૂરી છે.
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે નજર કરીએ દુનિયાની સ્થિતિ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાયેલા કેટલાક અભ્યાસ અને પ્રયાસો ઉપર.