Get The App

World Malaria Day: તાવ, માથાનો દુખાવો મલેરિયાના છે લક્ષણ, આ રીતે બચો જીવલેણ બીમારીથી

Updated: Apr 25th, 2019

GS TEAM

Google News
Google News
World Malaria Day: તાવ, માથાનો દુખાવો મલેરિયાના છે લક્ષણ, આ રીતે બચો જીવલેણ બીમારીથી 1 - image


નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર

25 એપ્રિલ એટલે વર્લ્ડ મલેરિયા ડે (World Malaria Day), આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને આ જીવલેણ બીમારીથી બચાવવાનો છે. લોકોને આ ઘાતક બીમારી પ્રત્યે જાગૃત કરી અને તેમના જીવનને બચાવવા પ્રયાસ કરવામાં આવે છે. આ બીમારીના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, આફ્રિકા, મિડલ ઈસ્ટના લોકો પણ ત્રસ્ત છે. આ બીમારી ભારતમાં ઝડપથી વકરી રહી છે. 

શું છે મલેરિયા
મલેરિયા માદા મચ્છર એનાફિલીસ કરડવાથી ફેલાય છે. જેની શોધ ચિકિત્સક સર રોનાલ્ડ રાસએ કરી હતી. આ મચ્છર સામાન્ય રીતે સાંજના સમયે એક્ટિવ થાય છે. આ મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમ નામનો પરજીવી હોય છે. જ્યારે આ મચ્છર કોઈને કરડે છે તો રોગ પરજીવી રક્તપ્રવાહના માધ્યમથી લીવર સુધી પહોંચે છે અને ત્યાં પોતાની સંખ્યા વધારે છે. આ સ્થિતી લાલ રક્ત કોશિકાઓ પર ખરાબ પ્રભાવ પાડે છે. દુનિયાભરમાં માત્ર 4 ટકા મલેરિયા રોગી હવે ભારતમાં છે. મલેરિયાના રોગીઓની સંખ્યામાં વર્ષ 2010થી સતત ઘટી રહી છે. 

મલેરિયાના લક્ષણ
માથામાં તીવ્ર દુખાવો, ઉલટી થવી, હાથ પગ અને સાંધામાં દુખાવો, શરીરમાં રક્તની ખામી, નબળાઈ, થાક લાગવો. આંખનો રંગ પીળો થવા લાગવો. તાવ ચડવો અને થોડીવારમાં પરસેવો થાય અને તાવ ઉતરી જાય.

મલેરિયાથી બચાવ
મલેકિયાથી બચવા માટે મલેરિયાના મચ્છરને ઘરમાં એકત્ર થવાથી અટકાવવા. તેના માટે ઘરની આસપાસ પાણી એકઠું ન થાય તે ધ્યાન રાખવું. પાણી ભરતા હોય તે પાત્રની સફાઈ 12 દિવસ સુધી કરવામાં ન આવે તો તેમાં મચ્છર ઈંડા આપવા લાગે છે. તેથી પાણીને થોડા થોડા સમયે ખાલી કરી તે જગ્યાને સાફ કરવી. મચ્છર પાણીની ટાંકી અને કુંડામાં ઈંડા આપે છે. તેથી આવી જગ્યાઓને બરાબર રીતે ઢાંકી રાખવા. મલેરિયાના મચ્છર દિવસે કરડે છે તેથી મચ્છરનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ જવાનું ટાળવું અને બહાર જવાનું થાય તો આખા કપડા પહેરવા. 

મલેરિયાની સારવાર
ભારતમાં હાલ એન્ટી મલેરિયા દવા ઉપલબ્ધ નથી પરંતુ તાજેતરમાં જ આફ્રિકાના મલાવામાં 30 વર્ષની મહેનત બાદ મલેરિયાની વૈક્સીન બનાવવામાં સફળતા મળી છે. 

Tags :