Get The App

World Kidney Cancer Day 2025: હેલ્ધી કિડની માટે જરુરી છે 5 ફૂડ્સ, કેન્સરથી પણ બચાવશે

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
World Kidney Cancer Day 2025: હેલ્ધી કિડની માટે જરુરી છે 5 ફૂડ્સ, કેન્સરથી પણ બચાવશે 1 - image


World Kidney Cancer Day 2025: દર વર્ષે જૂન મહિનાના ત્રીજા ગુરુવારે World Kidney Cancer Day ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી અંગે જાગૃત કરવામાં આવે છે. કિડની કેન્સરને રીનલ કેન્સર પણ કહેવામાં આવે છે. આ કિડનીમાં થતી એક જીવલેણ બીમારી છે. આ બીમારીનું જોખમ ત્યારે વધી જાય છે જ્યારે કિડનીના સેલ્સ અનિયંત્રિત રૂપે વધવા લાગે છે. આ સેલ્સ ધીમે-ધીમે ટ્યુમર બની જાય છે. 

કિડનીને હેલ્ધી રાખવા માટે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં કેટલાક આવશ્યક ફેરફાર કરવા જરૂરી છે. બીજી તરફ તમારે પોતાના ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કિડનીના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખે છે. બીજી તરફ અમે તમને આ ગંભીર બીમારીના લક્ષણો વિશે પણ જણાવીશું, જેથી તમે સમય પર આ બીમારીને પારખી શકો અને પોતાની સારવાર કરાવી શકો. 

કિડની કેન્સરના લક્ષણો

- યુરિન દ્વારા લોહી આવવું.

- યુરિનનો રંગ ગુલાબી, લાલ અથવા ભૂરો હોવો.

- પીઠના નીચેના ભાગમાં દુ:ખાવો રહેવો

- અચાનક વજનમાં ઘટાડો થવો.

- ભૂખ ન લાગવી.

- હંમેશા થાક અનુભવાય.

- વારંવાર તાવ આવવો.

- લોહીની ઉણપ.

- રાત્રે પરસેવો આવવો. 

હેલ્ધી કિડની માટે જરુરી છે 5 ફૂડ્સ

બેરી

સ્ટ્રોબેરી, બ્લુબેરી અને રાસબેરી જેવી બેરી કિડનીના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે ધ્યાન રાખે છે. વાસ્તવમાં તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ કિડનીને બળતરા અને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે.

કેપ્સિકમ

ભારતીય રસોઈમાં કેપ્સિકમને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં હાજર વિટામિન A અને C કિડનીને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેમાં સોડિયમનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. આ કારણે તે કિડની માટે રામબાણ ઇલાજથી ઓછું નથી.

આ પણ વાંચો: Ahmedabad Plane Crash : વિમાનનું બ્લેક બૉક્સ અમેરિકા મોકલવામાં આવી શકે, જાણો કેમ

માછલી

કેટલીક માછલીઓ એવી છે જે આપણી કિડની માટે વરદાનથી ઓછી નથી. સૅલ્મોન, મેકરેલ અને ટૂના જેવી માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડની સારી માત્રા જોવા મળે છે. જોકે, આ માછલીઓ મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.

એગ વ્હાઇટ

જો તમે નોન વેજિટેરિયન છો તો તમારે પોતાના ડાયટમાં Egg White ચોક્કસ સામેલ કરવું જોઈએ. તે કિડની માટે એક હેલ્ધી ઓપ્શન છે. 

લાલ દ્રાક્ષ 

લાલ દ્રાક્ષ સ્વાદથી ભરપૂર હોવાની સાથે-સાથે આપણી કિડનીના સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે. તેમાં ફ્લેવોનોઇડ્સ સારી માત્રામાં હોય છે. તે બળતરા ઘટાડી શકે છે. આના કારણે તમે કિડનીની સમસ્યાઓથી બચી શકો છો.

Tags :