World Coconut Day 2023: નારિયેળનું પાણી હોય કે તેલ, આ 5 ગુણોના કારણે આરોગ્ય માટે જરૂરી છે આ ફળ
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 સપ્ટેમ્બર 2023 શનિવાર
નારિયેળ એક એવુ ફળ છે જેને આપણે ત્યાં પૂજાથી લઈને સ્કિન કેર સુધીમાં ઘણા પ્રકારે ઉપયોગમાં લેવામાં આવે છે. નારિયેળને ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ તેનું પાણી પણ પીવાય છે. નારિયેળનું તેલ સ્કિન અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સૂકાયેલુ નારિયેળ મેવાની જેમ ખાવામાં આવે છે. આ પ્રકારે ઘણા કારણ છે કે જેના કારણે નારિયેળ આપણી હેલ્થ અને લાઈફસ્ટાઈલનો ભાગ રહ્યુ છે પરંતુ સૌથી મોટુ કારણ તેના અમુક ગુણ છે જે આરોગ્ય માટે ઘણા પ્રકારે કામ કરી શકે છે.
આ 5 ગુણોના કારણે આરોગ્ય માટે નારિયેળ જરૂરી છે
1. એન્ટી બેક્ટેરિયલ છે નારિયેળ
નારિયેળ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર છે જેના કારણે તમે તેનો સ્કિન અને વાળ માટે ઉપયોગ કરી શકો છો. આ ડેન્ડ્રફ જ નહીં પરંતુ દાદર અને ખંજવાળની સમસ્યાને પણ ઘટાડી શકે છે. આ સિવાય ફોલ્લીઓ અને ખીલને ઘટાડવામાં મદદરૂપ છે.
2. નારિયેળમાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે
એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર નારિયેળ, તમારા આરોગ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે. આ મેટાબોલિઝમને ઝડપી કરે છે, આ ફાઈબરથી ભરપૂર છે અને વેટ લોસને ઘટાડવામાં મદદરૂપ છે. તેથી લોકો કબજિયાત, પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓમાં નારિયેળનું સેવન કરવાની સલાહ આપે છે.
3. નારિયેળનું પાણી ડ્યૂરેટિક છે
નારિયેળનું પાણી ડ્યૂરેટિક છે. આ તમારી બ્લેડર સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ યુટીઆઈ ઈન્ફેક્શનથી લઈને તમારા બ્લેડરના પીએચ સુધીને બેલેન્સ કરવામાં મદદ કરી શકે છે. એટલુ જ નહીં આ એક ઈલેક્ટ્રોલાઈટ ડ્રિન્ક પણ છે.
5. મેંગનીઝથી ભરપૂર છે નારિયેળ
નારિયેળ પાણી હોય કે કાચુ નારિયેળ આમાં મેંગનીઝનું પ્રમાણ વધુ હોય છે. મેંગનીઝ શરીરમાં જોડાયેલી પેશીઓ, હાડકા, લોહી ગંઠાઈ જવાના પરિબળો બનાવવામાં મદદ કરે છે. આ ફેટ અને કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ, કેલ્શિયમ અવશોષણ અને બ્લડ શુગરને સંતુલિત કરવામાં પણ ભૂમિકા ભજવે છે. તો આ બધા કારણોસર તમારે નારિયેળનું સેવન કરવું જોઈએ.