Get The App

World Blood Donor Day 2020 : જાણો, 14 જૂને રક્તદાતા દિવસ કેમ મનાવવામાં આવે છે?

- વિશ્વ રક્તદાતા દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે?

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
World Blood Donor Day 2020 : જાણો, 14 જૂને રક્તદાતા દિવસ કેમ મનાવવામાં આવે છે? 1 - image

નવી દિલ્હી, તા. 14 જૂન 2020, રવિવાર 

દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસના દિવસે રક્તદાન કરવા માટે કેટલીય જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ વિશ્વમાં જરૂર મુજબ બ્લડ ઉપલબ્ધ કરવાનો છે. જો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે તો લોહીની ઉણપને કારણે કોઇ વ્યક્તિનું મૃત્યુ થશે નહીં અને કેટલાય લોકોને જીવનદાન મળી શકશે. જાણો, વિશ્વ રક્તદાતા દિવસ વિશે..  

વિશ્વ રક્તદાતા દિવસનો ઇતિહાસ

દર વર્ષે 14 જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વર્ષ 2004થી લોકોને રક્ત આપીને નવું જીવનદાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્ત્વ વધારવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. 

કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસે વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે

કાર્લ લેન્ડસ્ટેનર એ જ વૈજ્ઞાનિક છે જેમણે બ્લડ ગ્રુપ સિસ્ટમથી દુનિયાને માહિતગાર કર્યા હતા. બ્લડ ગ્રુપ વિશે માહિતી મેળવવા માટે કાર્લ લેન્ડસ્ટેનરને વર્ષ 1930માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ 14 જૂને થયો હતો, તેમના જ સન્માનમાં તેમના જન્મદિવસે રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે.

જ્યારે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે  વ્યક્તિનું જીવન બચાવવા માટે લોહીની જરૂર પડે છે. શરીરમાં લોહીનું પ્રમાણ સંતુલિત કરવા માટે શરીરમાં બ્લડ ચઢાવવામાં આવે છે. બ્લડ બેન્કમાં હાજર બ્લડથી સમયસર વ્યક્તિને જીવનદાન આપી શકાય છે. 

વિશ્વ રક્તદાતા દિવસનું મહત્ત્વ 

વિશ્વ રક્તદાતા દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને રક્તદાન માટે જાગરૂત કરવામાં આવે. સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવાથી બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ પામે છે. આ દિવસની ઉજવણી લોકોને સમજાવી શકાય છે કે રક્તદાન કેટલું જરૂરી છે.. 

વિશ્વ રક્તદાતા દિવસ 2020ની થીમ

દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ પર અલગ-અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ છે... સુરક્ષિત રક્ત, બચાવે જીવન : 'Safe Blood Saves Lives'

વિશ્વ રક્તદાતા દિવસનું સ્લોગન

આ વર્ષે વિશ્વ રક્તદાતા દિવસે આ સ્લોગન આપવામાં આવ્યું છે... રક્ત આપો અને વિશ્વને સ્વસ્થ સ્થળ બનાવો : Give blood and make the world a healthier place 

રક્તદાન કરવાના નિયમ :  

ડૉક્ટર્સ અનુસાર સ્વસ્થ વ્યક્તિએ જ રક્તદાન કરવું જોઇએ. જાણો, કોણ કરી શકે છે રક્તદાન

- કોઇ પણ સ્વસ્થ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધારે છે તેઓ રક્તદાન કરી શકે છે. 

- રક્તદાન કરતા વ્યક્તિનું વજન 45 કિલોગ્રામથી વધારે હોવું જોઇએ. 

- એચઆઇવી પોઝિટિવ વ્યક્તિએ રક્તદાન ન કરવું જોઇએ.. 

- જો કોઇ વ્યક્તિને ભૂતકાળમાં હિપેટાઇટિસ બી અથવા હિપેટાઇટિસ સી જેવા રોગ થયા છે તો તેમણે રક્તદાન ન કરવું જોઇએ. 

- રક્તદાન કરતા પહેલાં પ્રોટીનયુક્ત આહાર લો. 

- શરીરમાં આર્યનની માત્રા ભરપૂર રાખો અને તેના માટે આર્યનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. જેમ કે લીલા શાકભાજી, પાલક વગેરે... 

Tags :