Get The App

World Asthma Day: જાણો, અસ્થમા અટેક અને તેના લક્ષણો વિશે

- અસ્થમા વિશે જાગરૂકતા લાવવા મેના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવે છે

Updated: May 5th, 2020

GS TEAM

Google News
Google News
World Asthma Day: જાણો, અસ્થમા અટેક અને તેના લક્ષણો વિશે 1 - image

નવી દિલ્હી, તા. 05 મે 2020, મંગળવાર

અસ્થમા શ્વાસને લગતી એક ગંભીર બીમારી છે. આ બીમારી દરમિયાન ગળા તેમજ છાતીને અસર થાય છે. અસ્થમાની બીમારી થવાના લીધે ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળતું નથી અને તેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમા અને તેની સારવાર માટેની જાગરૂકતા વધારવા માટે દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસનું આયોજન કરવામાં આવે છે. બદલાતી જીવનશૈલી અને વધી રહેલા પ્રદૂષણને કારણે અસ્થમા પીડિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં થોડી પણ બેદરકારી અસ્થમા અટેકનું કારણ બની શકે છે. જાણો, અસ્થમામા લક્ષણ અને તેનાથી સુરક્ષિત કેવી રીતે રહી શકાય.. 

અસ્થમાની બીમારી કોઇ વ્યક્તિને ક્યારે અને કયા કારણોસર થાય છે? 

અસ્થમાની સમસ્યા કોઇ પણ ઉંમરમાં અને કોઇને પણ થઇ શકે છે. આ ઉપરાંત આ રોગ આનુવંશિક કારણોથી પણ થઇ શકે છે. જો માતા-પિતામાંથી કોઇ એક અથવા બંનેને અસ્થમા છે તો બાળકોમાં અસ્થમા હોવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ, ધૂળ, ધુમાડો, કૉસ્મેટિક અને અગરબત્તી જેવી સુગંધિત ચીજવસ્તુઓ પણ અસ્થમા જેવી સમસ્યા પેદા કરી શકે છે. કેટલીક એન્ટી-બાયોટિક દવાઓ, ડિપ્રેશન અને સિગરેટ પણ અસ્થમા હોવાની શક્યતા વધારી શકે છે.    

અસ્થમાના લક્ષણ 

- શ્વાસ ચઢવો

- શ્વાસ લેતી વખતે સીટી વાગવા જેવો અવાજ આવવો

- ખાંસી આવવી

- છાતીમાં દુખાવો થવો

- છાતીમાં જકડન અનુભવવું

ઉપચાર

આમ તો અસ્થમાને જડમૂળમાંથી ખતમ કરવાનો કોઇ ઇલાજ નથી, પરંતુ તેને નિયંત્રણમાં રાખી શકાય છે. અસ્થમાને નિયંત્રિત કરવા માટે દવાનું નિયમિત સેવન કરવું જરૂરી છે. અસ્થમા માટે ઇન્હેલર્સ સૌથી સારી દવા છે. ઇન્હેલર્સથી દવા સીધી ફેફસાં સુધી પહોંચે છે, જેનાથી પીડિતને રાહત મળે છે. આ સીરપની સરખામણીમાં વધારે ફાયદાકારક છે.  

અસ્થમા અટેકથી બચવા માટે શું કરવું?

- અસ્થમાના દર્દીએ પોતાના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

- અસ્થમાના દર્દીએ પોતાની દવાનો ઉપયોગ સમયસર કરવો જોઇએ, ક્યારેય દવા છોડવી ન જોઇએ. 

- આ સાથે જ ખૂબ જ વધારે પડતી ઠંડી અને ખાટી ચીજવસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ. 

- ધૂળ, ધુમાડો અને ધ્રૂમપાનથી દૂર રહેવું જોઇએ.

- પાળતું પ્રાણીઓ જેવા કે કૂતરાં, બિલાડીના સંપર્કથી દૂર રહેવું જોઇએ. 

Tags :