mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિશ્વ એઈડ્સ દિવસ: જાણો HIVના વિવિધ તબક્કા વિશે

Updated: Dec 1st, 2022

વિશ્વ એઈડ્સ દિવસ: જાણો HIVના વિવિધ તબક્કા વિશે 1 - image


-  2019માં જાહેર કરવામાં આવેલી આરોગ્ય મંત્રાલયની વિગતો પ્રમાણે ભારતમાં એચઆઈવી/એઇડ્સના 23.49 લાખ દર્દીઓ હોવાનો અંદાજ

અમદાવાદ, તા. 01 ડિસેમ્બર 2022, ગુરૂવાર

1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઈડ્સ દિવસ. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકોને એઈડ્સ વિશે જાગૃત કરી શકાય. AIDS HIV અથવા હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસને કારણે થાય છે. આ વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તેને એટલી નબળી પાડી દે છે કે, શરીર અન્ય કોઈ ચેપ અથવા રોગને સહન નથી કરી શકતું. 

એઈડ્સ દિવસ વિશે શા માટે વાતચીત નથી થતી એ એક ગજબનું આશ્ચર્ય છે. 2019માં જાહેર કરવામાં આવેલી આરોગ્ય મંત્રાલયની વિગતો પ્રમાણે ભારતમાં એચઆઈવી/એઇડ્સના 23.49 લાખ દર્દીઓ હોવાનો અંદાજ છે. વળી એચઆઈવી અને એઈડ્સના દર્દીઓની સારવાર માટે સમર્પિત મલ્ટિ-સ્પેશ્યાલ્ટી હોસ્પિટલો નથી તેથી ભારત પર આવતા બોજમાં વધારો થાય છે. જેમ જેમ વર્ષો પસાર થયાં તેમ તેમ આરોગ્ય મંત્રાલયની વિગતો મુજબ એચઆઈવીના ફેલાવની સંખ્યામાં ભારતમાં એના વલણમાં ઘટાડો થયાના પુરાવા છે. જે 2010થી 2019 દરમિયાન એઈડ્સના કિસ્સાઓમાં અંદાજે 37% ઘટાડો થયો છે. જો કે, અસુરક્ષિત વિષમલિંગી અને સજાતીય સમાગમની આદતો, અસુરક્ષિત ડ્રગના ઈન્જેક્શનનો ઉપયોગ વગેરે જેવી ઉચ્ચ જોખમી વર્તણૂકની સાથે જાગરૂકતાનું સ્તર નિમ્ન છે.

ઘણી વ્યક્તિઓ એચઆઈવી અને એઈડ્સ શબ્દોનો એકબીજાની અદલાબદલીમાં ઉપયોગ કરે છે એ સત્ય હોવા છતાં એ એકબીજાથી અલગ છે અને એના અર્થ પણ અલગ છે એને સમજવું ખૂબ જરૂરી છે. આ સાથે વાયરસના ફેલાવા વિષેની જાગરૂકતા તૈયાર કરવાની પણ જરૂર છે. 

એચઆઈવી (હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ) એક વાયરસ છે જે સંક્રમિત રક્ત, યોનિના તરલપદાર્થ કે વીર્ય દ્વારા ફેલાય છે જે માનવોની રોગ પ્રતિરોધક પ્રણાલી પર અસરો કરે છે. સારવાર વિના વાયરસનું સંક્રમણ વધી જાય છે જેનાથી વૃદ્ધિના ત્રણ વ્યાપક તબક્કાઓમાં વ્યક્તિ આવી શકે છે .

તબક્કો 1: ગંભીર એચઆઈવી સંક્રમણ

આ એચઆઈવીનો પ્રથમ અને ખૂબ જ વહેલો તબક્કો છે જેમાં વાયરસ રોગ પ્રતિરોધક કહેવાતા કોષો, સંક્રમણ સામે લડનારા કોષો પર હુમલો કરે છે અને તેને નષ્ટ કરે છે. એચઆઈવી વાયરસ માનવ શરીરમાં રક્તપ્રવાહમાં અને ત્યાર પછી અંગોમાં ઝડપથી અનેકગણા થાય છે અને દર્દીઓ તાવ, ફ્લુ અને ગળામાં સોજો વગેરે જેવાં સામાન્ય લક્ષણોનો અનુભવ કરે છે. વાયરસની સામે શરીર લડે એના કારણે આ લક્ષણો જણાય છે.

જો કે સંક્રમિત થયેલા મોટાભાગના લોકોને લક્ષણો નથી જણાતાં કે કોઈપણ પ્રકારનાં લક્ષણો અનુભવતા નથી તેથી આ તબક્કા દરમિયાન કેટલાય કિસ્સાઓનું નિદાન નથી થતું.

તબક્કો 2: હઠીલું (ક્રોનિક) એચઆઈવી સંક્રમણ

આ બીજો તબક્કો છે જેમાં વાયરસ માનવ શરીરમાં અનેકગણા થતા રહે છે. જોકે, વૃદ્ધિનો દર ધીમી ગતિએ રહે છે. આ તબક્કામાં અથવા તો પાછલા તબક્કામાં પણ મોટાભાગના દર્દીઓનું નિદાન થાય છે. જો નિદાન કરવામાં ના આવે તો આ વાયરસ અનેકગણા થતા રહે છે અને રોગ પ્રતિરોધક પ્રણાલીને વધુ નુકસાન કરે છે.

તબક્કો ૩: એક્વાયર્ડ ઈમ્યુનોડેફિશિયન્સી સીન્ડ્રોમ (એઈડ્સ) 

આ એચઆઈવીનો અતિ ગંભીર તબક્કો છે જેમાં વ્યક્તિની રોગ પ્રતિરોધક પ્રણાલી સંપૂર્ણપણે નાશ પામે છે. ઘણા લોકો નબળી રોગ પ્રતિરોધક પ્રણાલીના લીધે અન્ય સંક્રમણ દ્વારા હુમલો દર્શાવતી તકનિર્મિત સંક્રમણોનો સામનો કરે છે. આ તબક્કામાં વ્યક્તિને વાયરસનો ભારે બોજ લાગે છે અને અન્ય વ્યક્તિઓમાં સહેલાઈથી એચઆઈવીનો ફેલાવો કરી શકે છે.

વિશ્વ એઈડ્સ દિવસ: જાણો HIVના વિવિધ તબક્કા વિશે 2 - image

જેમ જેમ વર્ષો પસાર થયાં તેમ તેમ ટ્રિપલ-ડ્રગ આર્ટની રજૂઆત સાથે એચઆઈવી સારવાર ઉપચારમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે. ટેક્નોલોજીમાં અદ્યતનતાની સાથે દિવસમાં એક જ ગોળી શરીરમાં એચઆઈવી સંક્રમણના ફેલાવા પર ઝડપથી નિયંત્રણ કરી શકે છે અને વાયરસના વણ ઓળખાયેલા બોજને જાળવી રાખે છે. આમ દર્દીઓના ગુણવત્તાસભર જીવનની સુનિશ્ચિતતા થાય છે. અભ્યાસોએ નિર્દેશ કર્યો છે કે, વાયરસનો ભારે બોજ વાયરસના સંક્રમણના ઉચ્ચતર દરો તરફ દોરી જાય છે. તેથી અદ્યતન દવાઓ વાયરસને દબાવી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી વાયરસનો બોજ નિમ્ન થવાનું સુનિશ્ચિત થાય છે. વિશ્વભરમાં એવા તબીબી અભિયાનો થતા રહ્યાં છે જે અન્ડિટેક્ટેબલ = અન્ટ્રાન્સ્મિટેબલ (નિદાન ના થાય એવા = ફેલાય નહીં એવા) એટલે કે યુ=યુ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

સમયપૂર્વે નિદાન દ્વારા એચઆઈવીની સારવાર થઈ શકે છે એ સમજવું અતિ અગત્યનું છે. અસરકારક સારવારની સાથે એચઆઈવી વાયરસથી સંક્રમિત થયેલા લોકો સ્વસ્થ અને લાંબું જીવન જીવી શકે છે.

ડૉ. અતુલ પટેલ જેઓ ચીફ કન્સલ્ટન્ટ અને ડિરેક્ટર, ઈન્ફેક્શિયસ ડીસિઝ ક્લિનિક વેદાંતા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ છે તેમણે એઈડ્સ વિશે આ સમગ્ર માહિતી આપી છે.


Gujarat