દર વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વ એઈડ્સ દિવસઃ જાણો તેના મહત્વ અને ઈતિહાસ વિશે
નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2022, બુધવાર
એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV) ના સંક્રમણથી થનારી બીમારી છે. આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સીમન અને વજાઈનલ ફ્લૂઈડ્સ વગેરેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ બીમારીને અનુલક્ષીને અનેક ગેરસમજો ફેલાયેલી છે. આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ 'વિશ્વ એઈડ્સ દિવસ' (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એઈડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને આ રોગના કારણે મૃત્યુ પામેલા લોકોની યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. આજે અમે વાત કરવાના છીએ વિશ્વ એઈડ્સ દિવસની થીમ, ઈતિહાસ અને તેના મહત્વ વિશે.
વિશ્વ એઈડ્સ દિવસ 2022ની થીમ શું છે?
વિશ્વ એઈડ્સ દિવસ 2022ને એક્યુલાઈઝ (Equalize) એટેલે કે સમાનતાની થીમ હેઠળ ચિહ્નિત કરવામાં આવ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર વિશ્વ એઈડ્સ દિવસ દરેક વ્યક્તિ અને સમુદાય માટે સમગ્ર વિશ્વમાં રોગને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓને યાદ કરવા અને સન્માન કરવાની તક છે. આ વર્ષની થીમ એવા પડકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેના માટે વિશ્વ એઈડ્સ દિવસે વૈશ્વિક સ્તરે લોકોને જાગૃત કર્યા છે.
વિશ્વ એઈડ્સ દિવસનો ઈતિહાસ
આ દિવસની ઉજવવાની શરૂઆત 1988માં થઈ હતી. ખાસ વાત તો એ છે કે વર્લ્ડ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. દરેક વર્ષે યુનાઈટેડ નેશન્સ એજન્સીઓ, સરકારો અનેલોકો HIV સાથે સંબંધિત થીમ્સ પર ઝુંબેશ કરવા માટે એકજૂથ થાય છે. આ દિવસે લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ઘણા લોકો આ રોગથી પીડિ. લોકો માટે જાગૃતિ અને સમર્થનના પ્રતીક તરીકે લાલ રિબવ પહેરે છે.