Image Source: Freepik
અમદાવાદ, તા. 04 સપ્ટેમ્બર 2023 સોમવાર
આજકાલની મહિલાઓ ઘર અને ઓફિસ બંને સંભાળે છે પરંતુ આ બધાની વચ્ચે તે પોતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખતી નથી. ઘણી વખત તો મહિલાઓ નાની-નાની મુશ્કેલીઓને અવગણે છે જે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ બની જાય છે. એક્સપર્ટ પણ માને છે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ પોષક તત્વોની જરૂર હોય છે. જો મહિલાઓ પોતાનું ધ્યાન રાખશે નહીં તો 40 ની ઉંમર આવતા-આવતા કેલ્શિયમની ઉણપ, માંસપેશીઓમાં કમજોરી, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
મહિલાઓએ તંદુરસ્ત રહેવા માટે શું ખાવુ જોઈએ
દહીં
દહીંમાં કેલ્શિયમ, ફોસ્ફરસ સહિત ઘણા પોષક તત્વો હોય છે. દહીંના દરરોજ સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે, આ સાથે જ દહીં ખાવાથી હાડકાઓ અને દાંત પણ મજબૂત થાય છે.
અળસી
અળસીના બીજ મહિલાઓના આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હોર્મોન સંતુલન જેવી સમસ્યામાં પણ અળસીના બીજ ફાયદો કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર અળસીના બીજના સેવનથી પીરિયડ્સમાં થતા દુખાવામાં પણ આરામ મળે છે.
સફરજન
વિટામિન્સ, મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વોથી ભરપૂર સફરજનને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો. સફરજન ખાવાથી તમે લોહીની ઉણપ જેવી ફરિયાદને દૂર કરી શકો છો. સફરજન તમારા હાડકાને મજબૂત કરશે અને કબજિયાતથી પણ છુટકારો અપાવશે.
બીન્સ
બીન્સમાં ખૂબ ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જેના કારણે તેનું સેવન આરોગ્ય માટે લાભદાયક હોય છે. બીન્સના સેવનથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો.


