Women's Health: મહિલાઓએ આ 3 જ્યુસનું ચોક્કસપણે સેવન કરવુ જોઈએ, મળશે ખૂબ જ ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 27 જુલાઈ 2023 ગુરૂવાર
એક મહિલાનું જીવન સંઘર્ષભર્યું હોય છે, જો તે વર્કિંગ વુમન છે તો તેમણે ઓફિસની સાથે-સાથે ઘરની પણ જવાબદારીઓ નિભાવવી પડતી હોય છે. આ કારણ છે કે આ વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે તેઓ પોતાની હેલ્થનો ખ્યાલ રાખી શકતા નથી. ખાસ 30 વર્ષ બાદ બોડી સેલ્સનું નિર્માણ ધીમુ થવા લાગે છે, જેની અસર મસલ્સ, લિવર, કિડની સહિત ઘણા અંગો પર પડે છે. આ સિવાય જો હાડકા કમજોર થઈ જાય તો ડેઈલી લાઈફની નોર્મલ એક્ટિવિટીમાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે. દરમિયાન જરૂરી છે કે એવુ ભોજન લો કે આરોગ્ય માટે ફાયદાકારક હોય.
મહિલાઓને ઘણી વખત પોતાની સુંદરતાનો ખાસ ખ્યાલ રાખવો પડે છે, જે માટે ત્વચા અને વાળની સારસંભાળ રાખવામાં આવે છે. આ માટે જરૂરી નથી કે મોંઘા અને કેમિકલ બેઝ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવામાં આવે, પરંતુ તમે આંતરિક પોષણ દ્વારા પણ હેર અને સ્કિનમાં શાઈન લાવી શકો છો.
1. મિક્સ ફ્રૂટ જ્યુસ
ફળોમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરની સાથે-સાથે બ્રેઈનને પણ ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. આનાથી હાર્ટ એટેક જેવી હૃદય સંબંધિત જોખમી બીમારીઓથી બચી શકાશે. સાથે જ આ આંખો, સ્કિન અને વાળ માટે પણ ખૂબ લાભકારી છે.
2. નારિયેળ પાણી
નારિયેળ પાણીના ફાયદા આપણે તમામ જાણીએ છીએ પરંતુ દરેક આને ડેઈલી ડાયટમાં સામેલ કરી શકતા નથી. ઘણી વખત જ્યારે આપણે સમુદ્ર કિનારે રજાઓ મનાવવા જઈએ છીએ તો આ નેચરલ ડ્રિન્કનો આનંદ ઉઠાવીએ છીએ કેમ કે આનાથી બોડીને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે. નારિયેળ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સાથે જ ત્વચા સંબંધિત પરેશાનીઓ પણ થતી નથી.
3. શાકભાજીનો જ્યુસ
તાજી શાકભાજીને હંમેશાથી આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, આની રેસિપી તૈયાર કરીને તમે ઘણી વખત ખાધી હશે, પરંતુ હવે વેજિટેબલ જ્યુસને પણ ડાયટમાં સામેલ કરવાની ટેવ પાડી લો, આનાથી શરીરને વિટામિન્સ, એન્ટીઓક્સિડેન્ટ્સ, પોટેશિયમ, ઝિંક અને કેરોનાઈડ્સ જેવા પોષક તત્વ મળે છે. આનાથી હાઈ બ્લડ પ્રેશર, લોહીની ઉણપ, સ્કિન પ્રોબ્લેમ જેવી મુશ્કેલી દૂર થઈ જાય છે.