માસિકની આ 10 સમસ્યાની ન કરો અવગણના, આ નુસખાથી થશે રાહત
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2019, રવિવાર
સામાન્ય રીતે મહિલાઓ પોતાને થતી માસિક સમયની સમસ્યાઓને ગંભીરતાથી લેતી નથી. તેમને લાગે છે તે માસિક સમયે તો શારીરિક સમસ્યાઓ થતી જ હોય છે. માત્ર ગર્ભાવસ્થામાં જ નહીં પરંતુ માસિકના કારણે પણ થાયરોઈડ, સ્થૂળતા જેવી તકલીફો થઈ જાય છે. કઈ કઈ છે આ સમસ્યાઓ જેના કારણે ગંભીર પરીણામ ભોગવવા પડી શકે છે.
અનિયમિત માસિક
ખાણીપીણીની ખોટી આદતો માસિકને અનિયમિત કરી દે છે. તેને દૂર કરવા માટે 1 કપ પાણીમાં 1 ચમચી ધાણાના બી અને તજ પાવડર ઉમેરી એટલું ઉકાળો કે પાણી અડધો કપ જેટલું બચે. આ પાણીને દિવસમાં 2 વાર પી જવું. અનિયમિત માસિકને દૂર કરવા માટે રાઈના દાણાને પીસી અને અડધી ચમચી પાવડર જમ્યાની 30 મિનિટ પહેલા ખાઈ લેવો. આમ 1 માસ સુધી કરવાથી લાભ થશે.
ઓછું બ્લીડિંગ
જો પીરિયડ્સમાં રક્તસ્ત્રાવ બરાબર ન થતો હોય તો દરરોજ 200 ગ્રામ પપૈયાનું સેવન કરો. તેનાથી શરીરમાં રક્ત પ્રવાહ સુધારે છે. જેના કારણે માસિક સ્રાવ પણ સારી રીતે થાય છે.
ભારે રક્તસ્ત્રાવ
ભારે રક્તસ્રાવના કારણે સ્ત્રીઓ ખૂબ નબળાઇ અનુભવે છે. તેના કારણે કેટલીકવાર સ્ત્રીઓની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે તેમને એનેમિયાની ફરિયાદ થઈ જાય છે. તેના માટે 1 ચમચી તજ, ગરમ પાણી અને મધ એકસાથે મિક્સ કરી દિવસમાં 2 વખત તે પી જવું.
માસિકમાં ફૂલેલું
પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ફૂલેલા પેટની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. સામાન્ય રીતે પેટનું ફૂલવું હોર્મોન્સના કારણે થાય છે. માટે જવાબદાર હોય છે. આ સમસ્યા વિટામિન, ખનિજો, મીઠાનું સેવન અને કેફીન અથવા આલ્કોહોલના કારણે પણ થઈ શકે છે.
માસિકમાં દુખાવો
હોટ વોટર બેગમાં ગરમ પાણી ભરી પેટ, પીઠ પર શેક કરવો જોઈએ. આ ઉપરાંત હુંફાળા પાણીથી નહાવાથી પણ રાહત મળશે. આ દિવસો દરમિયાન આદુ, મધવાળી ગ્રીન ટી પીવી જોઈએ. આ ઉપરાંત પાણી પણ ખૂબ પીવું જોઈએ.
તાણને દૂર કરો
માસિક આવે તે પહેલાના 5થી 11 દિવસ પહેલા ટેંશન, ડિપ્રેશન અનુભવાય છે. તેના માટે વ્યાયામ કરવો અને ન્યૂટ્રીશનલ સપ્લીમેંટ્સનું સેવન વધારવું. નમક, ખાંડ, આલ્કોહોલ અને કેફીનનું સેવન ઘટાડવું.
માસિકમાં ગેસ
માસિક દરમિયાન સ્નાયૂમાં દુખાવો, સોજો અને મૂડ સ્વિંગ્સને ઘટાડવા માટે બ્રોકલી ખાવી જોઈએ. તેનો ઉપયોગ શાક, સલાડમાં કરી શકાય છે. આ ઉપરાંત હળવી કસરતો પણ કરી શકાય છે.
લોહીના ગાંઠા થવા
માસિક સમયે સ્ત્રાવમાં જામેલું લોહી કે ગાંઠા વધારે પ્રમાણમાં નીકળે તો ડોક્ટરને બતાવવું. આ દરમિયાન ઠંડી અને ખાટી વસ્તુઓ ન ખાવી. લાઈફસ્ટાઈલને હેલ્ધી રાખો. આ સમસ્યાને દૂર કરવા હળદરવાળું દૂધ પીવું.