World Heart Day 2020 : જાણો, વર્લ્ડ હાર્ટ ડે કેમ મનાવવામાં આવે છે?
- દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર
હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વિશ્વ હાર્ટ દિવસ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મનાવવામાં આવશે પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી દેવામાં આવી હતી.. આ દિવસ મનાવવા પાછળનો હેતુ લોકોને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ પ્રત્યે જાગરૂત કરવાનો છે. આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરથી લઇને વૃદ્ધો સુધી ઘણબધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. હૃદય રોગ સમગ્ર વિશ્વમાં આજે એક ગંભીર બીમારી તરીકે ઉભરીને સામે આવી રહ્યો છે. આ સમય ભારતમાં દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે.
વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર, હાર્ટ સંબંધિત બીમારીઓથી દર વર્ષે લગભગ 18 મિલિયન લોકોના મૃત્યુ થઇ જાય છે. 35થી વધારે ઉંમરના યુવાનોમાં પણ ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલ અને ભોજનની ખરાબ આદતોના કારણે હૃદયની બીમારી થવાનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. તેમાંથી મોટાભાગના 30-50 વર્ષના પુરુષ અને મહિલાઓ હોય છે. આ વર્ષે વર્લ્ડ હાર્ટ ડે 2020 માટે થીમ 'યૂઝ હાર્ટ ટૂ બીટ કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ' રાખવામાં આવ્યું છે.
સ્વાસ્થ્યવર્ધક હૃદય માટે લાઇફસ્ટાઇલમાં આ ખાસ ફેરફાર કરો
- દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ માટે એક્સરસાઇઝ અથવા યોગા કરો.
- વૉકિંગ, સાઇકલિંગ, અને લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરવાની આદત રાખો.
- રેગ્યુલર પોતાનું હાર્ટ ચેકઅપ જેવા કે ઇસીજી-ઇકો-ટીએમટી-સીએટી કરાવતા રહો.
- મીઠુ, ખાંડ અને ટ્રાન્સ ફેટવાળી વસ્તુઓ ઓછી ખાઓ.
- ભોજનમાં ફળ અને સલાડને સામેલ કરો.
- આલ્કોહોલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.