Get The App

ભારતમાં દર બીજી મહિલાને આયર્નની ઉણપ, જાણો મહિલાઓને શા માટે થાય છે આ સમસ્યા

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
Iron Deficiency in Women


Iron Deficiency in Women: આયર્ન શરીર માટે એક આવશ્યક ખનિજ છે, જે હિમોગ્લોબિન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિમોગ્લોબિન ઓક્સિજનને શરીરના તમામ ભાગોમાં પહોંચાડવાનું કામ કરે છે. તેથી, શરીરમાં યોગ્ય માત્રામાં આયર્ન હોવું મહત્ત્વપૂર્ણ છે. આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. જે થાક, નબળાઇ, ચક્કર આવવા અને ત્વચા પીળી પડવા જેવા લક્ષણોનું કારણ બને છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે. આવું કેમ થાય છે? તે જાણીએ. 

મહિલાઓમાં આયર્નની ઉણપના મુખ્ય કારણો

માસિક સ્ત્રાવ 

માસિક રક્તસ્ત્રાવ શરીરમાંથી આયર્ન ઘટાડે છે. જે સ્ત્રીઓને ભારે માસિક સ્ત્રાવ આવે છે તેમને આયર્નની ઉણપ થવાની શક્યતા વધુ હોય છે.

ગર્ભાવસ્થા અને સ્તનપાન

ગર્ભાવસ્થા દરમિયાન, માતાનું શરીર ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ બાળક માટે પણ આયર્નની જરૂરિયાત પૂરી કરતુ હોય છે. જો આ સમયગાળા દરમિયાન યોગ્ય પોષણ આપવામાં ન આવે તો શરીરમાં ગંભીર ઉણપ થઈ શકે છે.

સંતુલિત આહારનો અભાવ

મહિલાઓ લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, ગોળ, સૂકા ફળો વગેરે જેવા આયર્નયુક્ત ખોરાક ઓછા ખાય છે. ઉપરાંત, વિટામિન સીના અભાવને કારણે આયર્નનું શોષણ પણ ઘટે છે. જેના કારણે પણ આયર્નની ઉણપ આવી શકે છે. 

વજન ઘટાડા માટે ડાયટીંગ કરવું અથવા ઉપવાસ

ફેશન અથવા સ્વાસ્થ્યના નામે, સ્ત્રીઓ ક્યારેક એવી ડાયટ અનુસરે છે, આવી ડાયટના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેના કારણે શરીરમાં આયર્નની ઉણપ આવી શકે છે. 

આ પણ વાંચો: World Kidney Cancer Day 2025: હેલ્ધી કિડની માટે જરુરી છે 5 ફૂડ્સ, કેન્સરથી પણ બચાવશે

વારંવાર ગર્ભાવસ્થા

વારંવાર ગર્ભાવસ્થા શરીરને સ્વસ્થ થવાની તક આપતી નથી. આથી વારંવાર ગર્ભાવસ્થાના કારણે પણ આયર્નની ઉણપ આવે છે. 

આયર્નની ઉણપને કેવી રીતે દૂર કરવી

પાલક, બથુઆ, સરસવ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. તેમજ ગોળ, ચણા, કિસમિસ, ખજૂર જેવા આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત આમળા, લીંબુ, નારંગી જેવા વિટામિન સી ધરાવતા ફળો પણ જે આયર્નના શોષણમાં મદદ કરે છે.

મહિલાઓની દિનચર્યા ગમે તેટલી વ્યસ્ત હોય, તેમના સ્વાસ્થ્યને અવગણવું ખતરનાક બની શકે છે. આયર્નની ઉણપ માત્ર નબળાઈ જ નથી, પરંતુ ગંભીર રોગોની શરૂઆત પણ હોઈ શકે છે. તેથી, સ્ત્રીઓ સમયસર તેમની ડાયટ અને લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપે તે મહત્ત્વપૂર્ણ છે.

ભારતમાં દર બીજી મહિલાને આયર્નની ઉણપ, જાણો મહિલાઓને શા માટે થાય છે આ સમસ્યા 2 - image

Tags :