Get The App

International Tea Day 2020: જાણો, શું છે ચા પીવાના ફાયદા?

- શા માટે 21 મેને 'આંતરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે મનાવવામાં આવે છે?

Updated: May 21st, 2020

GS TEAM

Google News
Google News
International Tea Day 2020: જાણો, શું છે ચા પીવાના ફાયદા? 1 - image

નવી દિલ્હી, તા. 21 મે 2020, ગુરુવાર 

દુનિયા આ વર્ષે પહેલીવાર 21 મે ને 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે મનાવશે. આ પહેલા ભારત, શ્રીલંકા, નેપાળ, વિયતનામ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, કેન્યા, મલાવી, મલેશિયા, યુગાન્ડા અને તંજાનિયા જેવા ચા ઉત્પાદક દેશોમાં વર્ષ 2005 થી 15 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે, પરંતુ વર્ષ 2015માં ભારતે યુનાઇટેડ નેશનને ભલામણ કરી હતી કે 21 મે ને 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ' જાહેર કરી દેવામાં આવે, ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 15 ડિસેમ્બર 2019ના રોજ તારીખ 21 મેને 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ' જાહેર કરી દીધી.

વર્ષ 2015માં મિલાનમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થાની આંતર સરકારી સમુહની બેઠક દરમિયાન ભારતે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે દર વર્ષે 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રે આ પ્રસ્તાવને વર્ષ 2019માં સ્વીકાર કરતા કહ્યુ કે આ દિવસ ચા ના ટકાઉ ઉત્પાદન અને વપરાશની તરફેણમાં પ્રવૃતિઓને લાગુ કરવા અને ભૂખ તેમજ ગરીબીથી લડવામાં તેના મહત્ત્વ વિશે જાગરૂકતા વધારવા માટેના સામૂહિક કાર્યોને પ્રોત્સાહન આપશે. 

ચા ઉત્પાદન અને પ્રક્રિયા વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે અને લાખો ગરીબ પરિવારો માટે ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન છે, જે ઓછામાં ઓછા વિકસિત દેશોમાં રહે છે. ચા ઉદ્યોગ કેટલાક ગરીબ દેશ માટે આવક અને નિકાસની આવકનો એક મુખ્ય સ્ત્રોત છે અને શ્રમ વિસ્તાર તરીકે, ખાસ કરીને દૂરસ્થ અને આર્થિક રીતે વંચિત વિસ્તારોમાં રોજગાર પૂરો પાડે છે. માત્ર આટલું જ નહીં, ચા વિકાસશીલ દેશમાં ગ્રામીણ વિકાસ, ગરીબીમાં ઘટાડો અને ખાદ્ય સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે, જે સૌથી મહત્ત્વપૂર્ણ રોકડ પાકમાંનો એક છે. 

International Tea Day 2020: જાણો, શું છે ચા પીવાના ફાયદા? 2 - image

ચા પીવાના ફાયદા

ચામાં બ્લેક ટી હોય અથવા ગ્રીન ટી અથવા તો કોઇ બીજા ફ્લેવરની તમામ ચામાં એન્ટીઑક્સીડેન્ટ્સ, એન્ટી કેટેચિન્સ અને પોલીફેનોલ્સ હોય છે જે આપણા શરીરને સકારાત્મક રીતે અસર કરે છે. ગ્રીન ટી પીવાથી મૂત્રાશય, બ્રેસ્ટ, ફેફસાં, પેટ, સ્વાદુપિંડ માટે એન્ટીઑક્સીડેન્ટનું કામ કરે છે અને કોલોરેક્ટલ કેન્સરના વિકાસને અટકાવવામાં ફાયદો કરે છે. ધમનીઓના ક્લોગ્ગિંગને અટકાવવામાં, ચરબી ઘટાડવામાં, તણાવ ઓછું કરવામાં, અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવી મસ્તિષ્ક સંબંધી બીમારીઓના જોખમને ઘટાડવામાં, સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં મદદ કરે છે. 

બ્લેક ટીમાં સૌથી વધારે કેફીન સામગ્રી છે. અભ્યાસથી જાણવા મળ્યુ છે કે બ્લેક ટી સિગરેટના ધુમાડાથી ફેફસાને થતા નુકશાન સામે રક્ષણ આપે છે. બ્લેક ટી સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. ચામાં એન્ટીઑક્સીડેન્ટ સામેલ હોય છે. ચા ઉંમર વધવાથી અને પ્રદૂષણના પ્રભાવથી તમારા શરીરને રક્ષણ આપે છે. બ્લેક ટીમાં કૉફીની સરખામણીમાં ઓછુ કેફીન હોય છે. ચા પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને સંક્રમણ સામે લડવામાં ખૂબ જ મદદ મળે છે. શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીઓ ચા પીવાથી એકદમ ગાયબ થઇ જાય છે. 

Tags :