Get The App

ધૂમ્રપાનની આદત છે? આ રીતે છૂટી શકે સ્મોકિંગની લત, WHOએ ગાઈડલાઈન જાહેર કરી જણાવી થેરાપી

Updated: Jul 6th, 2024

GS TEAM


Google News
Google News
Quit Smoking


Quit Smoking With Medicines: ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ આપણને બધાને ખબર જ છે. તેમ છતાં ઘણા લોકો સિગરેટ નથી છોડી શકતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં લગભગ 125 અબજ લોકો કોઈને કોઈ સ્વરૂપમાં ધૂમ્રપાન કરે છે, જેમાં કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. કોઈપણ સ્વરૂપમાં તમાકુનું સેવન જીવલેણ બની શકે છે. તેનાથી ફેફસાંને નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. 

ડબ્લ્યુએચઓ અનુસાર, ધૂમ્રપાન (Smoking) કરનારા લોકોમાંથી 60 ટકા એવા છે જેઓ ધૂમ્રપાન તો કરે છે પરંતુ આ વ્યસનથી છૂટકારો પણ મેળવવા માંગે છે. તેમજ તમાકુ છોડવાનો પ્રયાસ કરે છે, પણ છોડી નથી શકતા. આવા લોકોની મદદ માટે પહેલીવાર WHOએ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે નિકોટીન વગર પણ સ્મોકિંગ છોડવામાં મદદરૂપ થઈ શકે છે. 

ધૂમ્રપાનથી કયા રોગો થઈ શકે છે?

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનારા લોકોમાં ડિપ્રેશન જેવી સ્થિતિનું જોખમ વધારે હોય છે. ધૂમ્રપાન બ્રેઈન કેમેસ્ટ્રી અને ન્યુરોટ્રાન્સમીટર ફંકશનને અસર કરે છે. જેના કારણે વ્યક્તિ ધીરે ધીરે બીમાર થવા લાગે છે. તેમજ ધુમ્રપાન અથવા તમાકુના સેવનથી લાંબાગાળે ફેફસામુ કેન્સર, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરેના જોખમ રહે છે.

આ પણ વાંચો: સ્મોકિંગ છોડવા માંગો છો પણ છોડી નથી શકતા? તો આ 6 ટિપ્સ કરશે મદદ


ધૂમ્રપાન છોડવામાં આ થેરાપી કરી શકે છે મદદ 

WHO એ વેરેનિકલાઇન, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT), બ્યુપ્રોપિયન અને સાયટોસિનને તમાકુ છોડવા માટે અસરકારક ગણાવી છે. તેની મદદથી, વ્યક્તિ ધૂમ્રપાનની લત અને તેની સારવારમાંથી મુક્તિ મેળવી શકે છે.

- નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ધૂમ્રપાન છોડવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે.

- વેરેનિકલાઇન એક એવી દવા છે જેમાં નિકોટિન હોતું નથી. પરંતુ તે માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ લઈ શકાય છે. તેથી ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

- બ્યુપ્રોપિયન એ એન્ટીડિપ્રેસન્ટ દવા છે. આ દવાઓ હોર્મોન્સને બેલેન્સ કરવા અને મૂડ સુધારવા માટે આપવામાં આવે છે. તે ધૂમ્રપાન કરવાની ઇચ્છાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

- સિસ્ટીન નિકોટિનિક એસિટિલકોલાઇન રીસેપ્ટર પણ ધૂમ્રપાનની લતમાંથી છુટકારો મેળવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ડિસ્ક્લેમર: આર્ટીકલમાં સૂચવેલ ટીપ્સ અને સલાહ ફક્ત સામાન્ય માહિતી માટે છે આથી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

ધૂમ્રપાનની આદત છે? આ રીતે છૂટી શકે સ્મોકિંગની લત, WHOએ ગાઈડલાઈન જાહેર કરી જણાવી થેરાપી 2 - image


Tags :