નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર 2020, મંગળવાર
બ્રાઉન શુગર અને સફેદ ખાંડ બંને જ સ્વાસ્થ્ય માટે સારી પણ છે અને ખરાબ પણ. જો તમે ડાયટિંગ પર છો અને જાણવા ઇચ્છો છો કે તમારી હેલ્થ માટે કઇ શુગર સારી રહેશે તો જાણો બંનેમાંથી કઇ ખાંડ વધુ સારી રહેશે?
જે લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે અને હંમેશા તંદુરસ્ત રહેવા ઇચ્છે છે તેમની માટે કેટલીય ફૂડ આઇટમ્સ એક ડિબેટનો ટોપિક બની જાય છે કે કોણ કોની સરખામણીમાં કેટલુ ફાયદાકારક છે. ઠીક તેવી જ રીતે મોટાભાગે લોકો વિચારે છે કે તેમને પોતાના સ્વાસ્થ્ય માટે કઇ શુગરની પસંદગી યોગ્ય રહેશે વ્હાઇટ અથવા બ્રાઉન શુગર?
જો કે, આ બંને શુગરનો ઉપયોગ તમામ ફૂડ આઇટમ્સમાં મિઠાસ લાવવા માટે જ કરવામાં આવે છે પરંતુ વ્હાઇટ અને બ્રાઉન શુગરમાં કેટલોય ફરક છે, જેમ કે તમે બધા જાણો છો કે ખાંડ એટલે કે વ્હાઇટ શુગર એક પ્રાકૃતિક ઘટક છે જે આપણા રસોડાનો એક મહત્ત્વનો હિસ્સો છે. બંનેના ગુણોમાં ભલે ફરક હોય પરંતુ વ્હાઇટ અને બ્રાઉન શુગરનું ઉત્પાદન એક જ પાકથી થાય છે. જાણો, બંને શુગર વચ્ચેનો ફરક અને તેના ગુણ વિશે...
આ રીતે બને છે બ્રાઉન અને વ્હાઇટ શુગર
શેરડી અને બીટના છોડ ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં વિકસે છે. શેરડી અને બીટના પાકથી જ બ્રાઉન અને વ્હાઇટ શુગરનું ઉત્પાદન કરવામા આવે છે. જો કે, બંનેને બનાવવાની પ્રક્રિયા તદ્દન અલગ છે. સૌથી પહેલા શેરડીનો રસ કાઢવામાં આવે છે ત્યારબાદ શેરડીના રસને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ગોળ બનાવવા માટે ગરમ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં પણ તેમાં ઘણી ગંદકી નિકળે છે જે કઢાઇમાં ઉભરો આવે તે દરમિયાન ધીમે-ધીમે સાફ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગોળને સીરપ પણ કહેવામાં આવે છે. ગોળ બનાવ્યા પછી એક મશીન મારફતે ખાંડને ક્રિસ્ટલાઇઝ્ડ ફૉર્મમાં બદલાઇ જાય છે અને ત્યારબાદ ખાંડ ક્રિસ્ટલને ગોળથી અલગ કરી દેવામાં આવે છે. વ્હાઇટ શુગરને ત્યારબાદ બ્રાઉન શુગરમાં બદલાઇ જાય છે. જ્યાં વ્હાઇટ શુગર બનાવવા માટે ગોળને અલગ કરવામાં આવે છે તો બ્રાઉન શુગરમાં ગોળનું પ્રમાણ મિક્સ કરવામાં આવે છે. ગોળ મિક્સ કરતાં જ વ્હાઇટ શુગર બ્રાઉન શુગરમાં બદલાઇ જાય છે. વ્હાઇટ શુગરની જગ્યાએ બ્રાઉન શુગર જોડવાથી રંગ અને મિઠાસનું સ્તર બદલાય શકે છે. આ ઉપરાંત તેમના સ્વાદ વચ્ચેનો ફરક એ છે કે બ્રાઉન શુગરનો ફ્લેવર તમને કારમેલ અને ટૉફીમાં મળે છે જ્યારે સફેદ ખાંડ વધારે મીઠી હોય છે જેનો ઉપયોગ કેક અને પેસ્ટ્રી માટે કરવામાં આવે છે.
બ્રાઉન શુગરના ફાયદા
બ્રાઉન શુગર તમારા શરીર અને મગજ માટે એક ત્વરિત ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં ગ્લૂકોઝ રહેલુ હોય છે જે લોહીમાં પ્રવેશ કર્યા બાદ ઊર્જામાં પરિવર્તિત થાય છે. સ્પોર્ટ્સ પર્સન અને એથલીટ ઇન્સ્ટન્ટ એનર્જીને પ્રાપ્ત કરવા માટે બ્રાઉન શુગરના ક્યૂબ્સ સાથે લઇ જાય છે. મોટાની સાથે-સાથે આ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
સ્કિન માટે લાભદાયી
બ્રાઉન શુગરના સેવનથી તમારા સ્કિનનો ગ્લો પણ જળવાઇ રહે છે. ખાંડ તમારા ખીલ, એક્ઝિમા અને ત્યાં સુધી કે સોજા જેવી ત્વચાની કેટલીય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સ્કિન માટે આ એક એક્સફોલિએટના સ્વરૂપમાં કામ કરે છે. જો તમે તમારા ચહેરા પર મધ અને ખાંડનું મિશ્રણ લગાવે છે તો તેના કેટલાય ફાયદા છે. તમે ખાંડથી પોતાના ચહેરા પર સ્ક્રબ તરીકે પણ વાપરી શકો છો.
મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે બ્રાઉન શુગર
બ્રાઉન શુગરમાં રહેલ ગોળ પોતાના મેટાબૉલિઝ્મને વધારવામાં મદદ કરે છે. મેટાબૉલિઝ્મ રેટ વધવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એવામાં જો તમે પોતાની જાતને ફિટ રાખવા ઇચ્છો છો તો સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન શુગરને પોતાના ડાયેટમાં સામેલ કરો. કારણ કે બ્રાઉન શુગર વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તેના સેવનનાં પ્રમાણનું ધ્યાન રાખો.
વ્હાઇટ શુગરના લાભ
સામાન્ય રીતે વ્હાઇટ શુગરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ચા, હલવો, ખીર, બેકરી, કેક અને તમામ પ્રકારની મિઠાઇઓ બનાવવા માટે વ્હાઇટ શુગરનો ઉપયોગ કરવામાં આવે છે. વ્હાઇટ શુગર સ્વાદમાં તો સારી હોય જ છે તેના સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. સ્વાસ્થ્ય માટે તમામ પોષક તત્વોનું સંતુલન જાળવી રાખવા માટે ખાંડ જરૂરી છે. ત્યારે વાત જો બ્રાઉન શુગરની કરીએ તો તેના પણ કેટલાય ફાયદા હોય છે. બ્રાઉન શુગરમાં રહેલ કાર્બોહાઇડ્રેટ શરીરની સાથે-સાથે મગજને પણ ગ્લૂકોઝ આપે છે. જાણો, બ્રાઉન શુગર અને સફેદ ખાંડના ફાયદા.
ઊર્જા પ્રદાન કરે છે ખાંડ
બ્રાઉન શુગરની જેમ વ્હાઇટ શુગર પણ લાભદાયી છે જે શરીરને ઇન્સટન્ટ એનર્જી આપે છે. લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વ્હાઇટ શુગરના ક્યૂબ્સ લેવા જોઇએ જે લો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડિપ્રેશનને ઘટાડે છે વ્હાઇટ શુગર
વ્હાઇટ શુગરનો ઉપયોગ લોકો તે સમયે પણ કરે છે જ્યારે તે અપસેટ એટલે કે દુખી થાય છે. અભ્યાસ અનુસાર, વ્હાઇટ શુગર મગજને ઠંડા કરવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે કોઇ ડિપ્રેશનના શિકાર થાઓ છો તો તમે એક ચમચી શુગર અથવા તો એક ચૉકલેટ ખાઇને પોતાનો મૂડ ઠીક કરી શકે છે.
વ્હાઇટ શુગરના સાઇડ ઇફેક્ટ
કોઇ પણ ખાદ્ય પદાર્થનું વધારે સેવન તમારા શરીર માટે હાનિકારક થઇ શકે છે અને કેટલાય સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. હૃદય અને શુગરના દર્દીઓ માટે ખાંડનું સેવન હાનિકારક થઇ શકે છે. ખાંડના સેવનથી બ્લડમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી વજન વધવાનું જોખમ પણ રહે છે.
વ્હાઇટ શુગરનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઇએ. ખાંડથી બનેલ ખાદ્ય પદાર્થ જેવા ચોકલેટ, કેક, કોલ્ડ ડ્રિન્ક વગેરેથી પણ જેટલુ શક્ય હોઇ બચવુ જોઇએ. તમારા પકવાનમાં એક મીઠો સ્વાદ જોડવા માટે બંને ખાંડની જરૂર હોય છે અને આ માત્ર ત્યાં સુધી મર્યાદિત હોવુ જોઇએ.


