For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્લડગ્રુપથી જાણો કે બ્રેઈન સ્ટ્રોક થવાનું જોખમ કેટલું

A બ્લડગ્રૂપને જોખમ સૌથી વધુ, O ને સૌથી ઓછું

Updated: Jan 5th, 2023

Article Content Image


દેશમાં લાખો લોકો સ્ટ્રોકના શિકાર બને છે અને આમાં મોટા ભાગે એવા લોકોનો સમાવેશ થાય છે જેમની ઉંમર 60 વર્ષથી ઓછી હોય. એક સર્વેમાં એવું તારણ આવ્યું છે કે બ્રેઈન સ્ટ્રોકનો સંબંધ  બ્લડ ગ્રુપ સાથે પણ  છે. 

મગજમાં જયારે લોહી પહોચવાનું બંધ થઇ જાય છે ત્યારે સ્ટ્રોકની કંડીશન ઉત્પન્ન થાય છે. લોહી સમયસર મગજ સુધી ન પહોચવાને લીધે લોહી પહોચાડતી નસ ફાટી જાય છે અને મગજનો એક ભાગ ડેમેજ થઇ જાય છે જેને બ્રેઈન સ્ટ્રોક કે બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે. લગભગ 60% કિસ્સામાં સ્ટ્રોકના લીધે શરીરનો એક બહ્ગ લકવાગ્રસ્ત પણ થઇ જાય છે. અને જો સમયસર  ઈલાજ ન મળે તો સ્ટોકના લીધે માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. એક સ્ટડી મુજબ અમુક બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સ્ત્રોકનું જોખમ ઓછું રહેલું હોય છે. તો આવો જાણીએ કે બ્લડ ગ્રુપનું સ્ટ્રોક સાથે શું કનેકશન છે. 

A બ્લડગ્રુપ વાળાને જોખમ વધારે:

હેલ્થલાઈનના એક રીપોર્ટ અનુસાર એવું સામે આવ્યું છે કે A બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ કે જેમની ઉંમર 60 વર્ષથી ઓછી છે તેમનામાં અન્ય લોકોની સરખામણીમાં સ્ટ્રોકના ચાન્સ 18% જેટલા વધારે હોય છે. અને જો વાત કરીએ સૌથી ઓછા જોખમવાળા બ્લડ ગ્રુપની તો એમાં O બ્લડ ગ્રુપનો સમાવેશ થાય છે. O બ્લડગ્રુપ વાળી વ્યક્તિઓમાં સ્ટ્રોકનું જોખમ અન્ય કરતા ૧૨% જેટલું ઓછું જોવા મળે છે. સરળ ભાષામાં કહીએ તો O બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિમાં સ્ટ્રોકનું જોખમ સૌથી ઓછું હોય છે. જો કે  માત્ર બ્લડ ગ્રુપ જ નહિ પરંતુ લોકોની જીવન શૈલી, ખાવા-પીવાની આદત પણ તેના પર ખાસ અસર કરે છે. બ્રેઈન સ્ટ્રોક થવાનાં અન્ય કારણોમાં  -  હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, સ્મોકિગ ,ઓબેસિટી અને ડાયાબીટીસ જેવા  પરીબળો પણ અસર કરે છે. 

એક સંશોધન મુજબ A બ્લડ ગ્રુપવાળી વ્યક્તિઓમાં લોહી જમવાની ક્રિયા કે બ્લડ બ્લોટિંગ જલ્દી થાય છે જેના લીધે તેમને જોખમ વધારે રહેલું હોય છે. જો કે હજુ સુધી બ્લડ ગ્રુપ અને સ્ટ્રોકના જોખમને સીધો સંબંધ હોય તેવું સાબિત થયું નથી. 

બ્રેઈન સ્ટ્રોક પહેલા અમુક સમસ્યા શરીરમાં દેખાય છે જેવી કે ધુંધળું દેખાવું, બોલવામાં તકલીફ , હાથમાં દુખાવો, માથું ભારે રહેવું વગેરે.. 


વર્ષ 2020માં વિશ્વમાં ૩૫ લાખ લોકો સ્ટ્રોકના ભોગ બની ચુક્યા છે અને આ આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો થોડો લાઈફ સ્ટાઇલમાં બદલાવ કરવામાં આવે તો તેના જોખમમાં ઘટાડો થઇ શકે છે. હેલ્ધી ફૂડ હેબીટ, રેગ્યુલર એકસરસાઈઝ, ટેન્શન ફ્રી લાઈફ અને સ્મોકિંગની આદતમાં સુધાર લાવવાથી તેના ખતરાથી બચી શકાય છે. સમયસર ચેકઅપ પણ કરાવવું અનિવાર્ય છે જેથી રોગને આવતા પહેલા જ નાથી શકાય.   




Gujarat