Get The App

ફળ ખાવા કે નહીં ? રિસર્ચમાં થયા સ્વાસ્થ્યલક્ષી નવા ખુલાસા

Updated: Oct 15th, 2019

GS TEAM

Google News
Google News
ફળ ખાવા કે નહીં ? રિસર્ચમાં થયા સ્વાસ્થ્યલક્ષી નવા ખુલાસા 1 - image


નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2019, મંગળવાર

અમેરિકાના મેસેચ્યૂસેટ્સના જોસલિન ડાયાબિટિક સેન્ટરની એક નવી રિસર્ચમાં એક નવો ખુલાસો થયો છે. ફળ ખાવાથી બ્લડ શુગરનું સ્તર વધે નહીં પરંતુ તેનાથી લિવરમાં વધારે ફેટ્સ જમા થઈ શકે છે. આ તારણથી ફળ ખાવા કે નહીં તેના પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. 

શા માટે ખાવા ફળ ?

જે લોકોને મીઠી વસ્તુ આવાની આદત હોય છે તેઓ ફળ ખાવા માટે મજબૂર હોય છે. ચેરી, સફરજન જેવા ફળ ગ્લાઈસેમિક્સ ઈંડેક્સ ઘટાડે છે. દાખલાતરીકે 120 ગ્રામ સફરજનનું જીઆઈ 30 ગ્રામ ઘઉં કે રાઈ બ્રેડ જેટલું હોય છે.

સંતરાનું જીઆઈ ઘઉંની રોટલી કરતા પણ ઓછું હોય છે. જીઆઈ એ દર્શાવે છે કે આપણું શરીર ખાદ્ય પદાર્થમાં રહેલી શુગરને કેટલા સમયમાં ગ્લુકોઝમાં પરીવર્તિત કરે છે. જીઆઈ જેટલું વધારે તેટલી ઝડપથી ખાદ્ય પદાર્થથી બ્લડ શુગર વધે છે. 55થી ઓછું જીઆઈને મધ્યમ માનવામાં આવે છે જ્યારે 70થી વધારેને અધિક ગણવામાં આવે છે. ચેરીનું જીઆઈ સ્તર 20 અને સફરજનનું 39 અને સ્ટ્રોબેરીનું 41 હોય છે. 

ફળમાં અનેક પ્રકારના એંટીઓક્સિડેંટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. ડોક્ટર ડાયાબિટિસના દર્દીઓને પણ કેટલાક ફળ ખાવાનું કહે છે. પરંતુ તેમણે આ ફળ ખાવાની સાથે પોતાનો આહાર ઘટાડવો જોઈએ. આમ કરવાથી શરીરમાં જતી કેલેરીનું સંતુલન જળવાય રહે છે. 

ફળ ખાવા કે નહીં તેના પર ઘણી ચર્ચાઓ ચાલે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ફળમાં ફ્રક્ટોસ હોય છે જે શુગરનું એક સામાન્ય રૂપ છે. રિસર્ચ અનુસાર ક્યારેક ફળ અને ફ્રક્ટોસ સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે તેવી પણ ચર્ચાઓ થાય છે.

આ ચર્ચામાં સ્થૂળતાથી લઈ ડાયાબિટીસ સુધીના જોખમોનો સમાવેશ થાય છે. જો કે જોસલિન ડાયાબિટિક સેન્ટરના રિસર્ચ અનુસાર ફ્રક્ટોસનું વધારે સેવન ફૈટી લિવર ડિસીઝનું જોખમ વધારે છે. તેનાથી મેટાબોલિક બીમારીઓની આશંકા વધી જાય છે. 

આહારમાં ફ્રક્ટોસનો સમાવેશ કરવાથી લિવરમાં વધારે ફૈટ જામે છે, જે લિવર સાથે શરીરના મેટાબોલિઝમ માટે પણ ખરાબ હોય છે. વધારે ફ્રક્ટોસ અને વધારે વસાવાળા આહાર લેવાથી તેની અસર થાય છે.

તે પહેલા લિવરને વસા એટલે કે ચરબીયુક્ત એન્જાઈમ, એસિલ્કેર્નાઈટિન્સને વધારે માત્રામાં સ્ત્રાવિત કરે છે. ત્યારબાદ આ સેલ મિટોકોંડ્રિયા, ગ્લુકોઝને શરીરની ઊર્જામાં બદલતી ઓવલ આકારની સંરચનાના વિખરાવથી વજન બને છે. ટૂટેલા મિટોકોંડ્રિયા તેને નાની નાની થેલીઓ જેવી સંરચનામાં બદલી દે છે અને તે બરાબર રીતે કામ કરતી નથી. 

આ કારણથી લિવરમાં વધારે ફેટ જામવા લાગે છે. તેનાથી શરીરના મેટાબોલિઝમમાં વધારે ખરાબી થાય છે. આશ્ચર્યની વાત એ છે કે હાઈ ફેટ, હાઈ ગ્લુકોઝ ડાયટમાં એસિલકાર્નિટાઈન્સનું સ્તર ઘટાડે છે.

2012ની એક રિસર્ચ અનુસાર ફ્રક્ટોસ મેટાબોલિઝમ ફેટી એસિડ્સને વધારે પ્રમાણમાં ઉત્પાદિત કરે છે જે વજનમાં વધારો કરે છે. 2010માં થયેલા એક અધ્યયન અનુસાર ફ્રક્ટોસથી ભરપૂર આહાર કરવાથી ઈન્સુલિન અને ડાયાબિટીસનું શમન થાય છે તેનાથી બ્લડ પ્રેશરનું સ્તર પણ વધે છે. 

ફળ ખાવાથી થાય છે નુકસાન ?

ફળમાં ફ્રક્ટોસ વધારે હોય છે. તેમાં એંટીઓક્સિડેંટ્સ, પોષકતત્વ, ફાઈબર હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. દરેક ફળ સ્વાસ્થ્ય માટે સારું નથી તેમ કહીં ન શકાય. ફળનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. ફળ અને શાકના 80 ગ્રામ દિવસમાં 5 વખત લઈ શકાય છે. આમ કરવાથી તમને ફ્રક્ટોસ ડાયટના જોખમથી છૂટકારો મળશે. જ્યારે પણ ફળ ખરીદો ત્યારે તેની કેલેરી, જીઆઈ અને ગ્લાઈસેમિક લોડ વિશે જરૂરથી વિચારવું. 

કેરી અને અનાનાસ જેવા ફળ ફ્રક્ટોસની દ્રષ્ટિએ સામાન્યથી વધારે જીઆઈ ધરાવતા ફળની શ્રેણીમાં આવે છે. તેથી તેનું સેવન ઓછું કરવું. જ્યારે સફરજન, સંતરા જેવા ફળમાં જીઆઈ ઓછું હોય છે તેથી તેનું સેવન ચિંતા વિના કરી શકાય છે. 

Tags :