Get The App

ઉંમર અને લંબાઈ પ્રમાણે કેટલું હોવું જોઈએ તમારુ વજન, ડૉક્ટરના રિપોર્ટ પ્રમાણે આટલુ જરુરી

જો તમારી ઉંમર 30 થી 39 વર્ષ હોય તો તેમા પુરુષનું વજન 90.3 કિલો હોવું જોઈએ અને મહિલાઓનું વજન 76.7 કિલોની વચ્ચે હોવુ જોઈએ

Updated: Apr 13th, 2023

GS TEAM


Google News
Google News
ઉંમર અને લંબાઈ પ્રમાણે કેટલું હોવું જોઈએ તમારુ વજન, ડૉક્ટરના રિપોર્ટ પ્રમાણે આટલુ જરુરી 1 - image
Image Envato 

તા. 13 એપ્રિલ 2023, ગુરુવાર

આપણા શરીરના વજન અને લંબાઈનું પણ ચોક્ક્સ પ્રમાણ હોય છે. જેનાથી માણસ તંદુરસ્ત છે કે કેમ તે પણ જોઈ શકાય છે. ઉંમર અને લંબાઈ પ્રમાણે શરીરનું વજન કેટલું હોવું જોઈએ તે બાબતે જાણવું જરુરી છે. અને તેના માટે દરેક લોકોને પ્રશ્ન થતો હોય છે. કારણ કે વ્યક્તિની ઉંમર વધતાની સાથે સાથે તેનું વજન પણ યોગ્ય પ્રમાણમાં વધતુ હોવુ જોઈએ. 

લંબાઈ 4 ફુટ 10 ઈંચ હોય તો તેની સામે તમારુ આદર્શ વજન 41 થી 52 કિલ્લોની વચ્ચે હોવુ જોઈએ

લંબાઈ પ્રમાણે વજનને લઈને કોઈ એવો નિયમ નથી પરંતુ નવી દિલ્હીના એક ડૉક્ટરના કહેવા પ્રમાણે લંબાઈ અને વજન માટે ચોક્કસ માપ છે. ઉદાહરણ પ્રમાણે જો તમારી લંબાઈ 4 ફુટ 10 ઈંચ હોય તો તેની સામે તમારુ આદર્શ વજન 41 થી 52 કિલ્લો હોવુ જોઈએ. તે જ પ્રમાણે જો તમારી લંબાઈ 5 ફુટ હોય તો તેમાં વ્યક્તિનું વજન 44 થી 55.7 કિલોની વચ્ચે હોવુ જોઈએ. અને જો તમારી લંબાઈ 5 ફુટ 2 ઈંચ હોય તો તેની સામે તમારુ વજન 49 થી 63 કિલોની વચ્ચે હોવુ જોઈએ, 

લંબાઈ 5 ફુટ 6 ઈંચ હોય તો વજન 53 થી 67 કિલોની વચ્ચે હોવુ જોઈએ

આજ રીતે તમારી લંબાઈ જો 5 ફુટ 4 ઈંચ હોય તો સામે તમારુ વજન 49 થી 63 કિલોની વચ્ચે હોવુ જોઈએ. જો તમારી લંબાઈ 5 ફુટ 6 ઈંચ હોય તો વજન 53 થી 67 કિલોની વચ્ચે હોવુ જોઈએ. એજ રીતે જો તમારી લંબાઈ  5 ફુટ 8 ઈંચ હોય તો વજન 56 થી 71 કિલોની વચ્ચે હોવુ જોઈએ. જો 5 ફુટ 10 ઈંચ લંબાઈ હોય તો વજન 59 થી 75 કિલો હોવુ જોઈએ. તમારી લંબાઈ અને વજન મહત્વના ભાગ ગણાય છે. 

મારી લંબાઈ 6 ફુટ હોય તો વજન 63 થી 80 કિલોની વચ્ચે હોવુ જોઈએ. તમારા વજન પ્રમાણે જો વજન ના હોય તો કોઈ ચિંતા કરવાની જરુર નથી કારણ કે તેના કારણે કોઈ નુકસાન નથી થતું. પરંતુ તમે આ પ્રમાણે ડાયટ કરીને સાચવી શકો છો. 

તમારી ઉંમર 30 થી 39 વર્ષ હોય તો તેમા પુરુષનું વજન 90.3 કિલોની વચ્ચે હોવું જોઈએ

આજ પ્રમાણે મહિલા અને પુરુષના વજન વિશે વાત કરવામાં આવે તો આ પ્રમાણે હોવુ જોઈએ જેનો ખ્યાલ રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ કે, જો તમારી ઉંમર 30 થી 39 વર્ષ હોય તો તેમા પુરુષનું વજન 90.3 કિલો હોવું જોઈએ અને મહિલાઓનું વજન 76.7 કિલો હોવુ જોઈએ.અને જો તમારી ઉંમર 19 થી 29 વર્ષ વચ્ચે હોય તો પુરુષનું વજન 83.4 કિલો હોવુ જોઈએ અને મહિલા હોય તો તેનુ વજન 73.4 કિલો હોવુ જોઈએ. તેમજ જો તમારી ઉંપર 40 થી 49 વચ્ચે હોય તો પુરુષનું વજન 90.9 કિલો હોવુ જોઈએ.અને મહિલાનું વજન 76.2 કિલો હોવુ જોઈએ. 

Tags :