ભયંકર બીમારી છે Osteoporosis, છીંક આવે તો પણ થઈ જાય છે ફ્રેક્ચર
નવી દિલ્હી, 25 જુલાઈ 2019, ગુરુવાર
આપણા આધુનિક સમાજમાં પણ કેટલીક બીમારીઓ વિશે લોકોમાં જાગૃતિનો અભાવ છે. આવી જ એક બીમારી છે ઓસ્ટિયોપોરોસિસ. WHOની એક રિપોર્ટ અનુસાર હૃદયની બીમારી બાદ લોકોને સૌથી વધારે પ્રભાવિત કરતી બીમારી છે ઓસ્ટિયોપોરોસિસ. આ બીમારીમાં હાડદાની મજબૂતી અને ધનત્વ ઘટી જાય છે જેના કારણે હાડકા ખોખલા થઈ જાય છે. આ બીમારી એટલા માટે પણ ખતરનાક છે કારણ કે આ બીમારી જેને થાય તે માત્ર છીંક પણ ખાય તો તેને ફ્રેક્ચર થઈ શકે છે. ઓસ્ટિયોપોરોસિસ બીમારી પુરુષો કરતા મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ બીમારીમાં સૌથી વધારે ફ્રેકચર કરોડરજ્જુ, કાંડા, થાપાના ભાગમાં થાય છે.
શું છે ઓસ્ટિયોપોરોસિસ ?
1. ઉંમર વધવાથી હાડકાનો વિકાસ ઘટી જાય છે તેવામાં હાડકા નબળા થી જાય છે અને આ બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.
2. પુરુષો કરતાં મહિલાઓને હાડકાની સમસ્યા વધારે થતી હોય છે અને આ જ કારણ છે કે ઓસ્ટિયોપોરોસિસ પણ મહિલાઓને થવાની શક્યતા વધારે છે.
3. પરીવારમાં આ બીમારી પહેલાથી કોઈને હોય તો શક્ય છે કે તમારા જીન્સમાં પણ આ બીમારી આવે.
4. પુરુષ કે મહિલા જેની હાઈટ ઓછી હોય તેને ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા વધારે હોય છે.
5. થાઈરોયડ અને સેક્સ હોર્મોન પણ ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારી શકે છે.
6. ડાયટમાં કેલ્શિયમ ઓછું હોય અને શરીરમાં વિટામીન ડીની ખામી હોય તો પણ ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા વધી જાય છે.
7. લાંબા સમય સુધી સ્ટીરોયડ લેવાથી પણ હાડકાને નુકસાન થાય છે અને આ બીમારી થવાની શક્યતા વધી જાય છે.
8. વ્યસન પણ આ બીમારીનું જોખમ વધારે છે.
9. કસરતનો સદંતર અભાવ ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા વધારે છે.
બચાવ માટે શું કરવું
1. ડાયટમાં પ્રોટીન રીચ ફૂડનું સેવન કરવું.
2. વજનને નિયંત્રણમાં રાખવું. વધારે વજન હોવાથી હાડકા પર દબાણ વધે છે અને હાડકા વધારે ઘસાય છે.
3. 18થી 50 વર્ષ સુધીની મહિલાઓએ રોજ 1000 મિલિગ્રામ કેલ્શિયમ ઈનટેક જાળવી રાખવું. તેનાથી હાડકાની મજબૂતી વધે છે.
4. સમયાંતરે વિટામિન ડી ટેસ્ટ કરાવતા રહેવું. તેની ખામી હોય તો શરીરમાં કેલ્શિયમ ઝડપથી ઓબ્જોર્બ થતું નથી અને હાડકા નબળા થવા લાગે છે.
5. નિયમિત રીતે વ્યાયામ કરો. જો હેવી વર્કઆઉટ ન કરી શકાય તો યોગ, વોક કે જોગિંગ કરવાની આદત રાખો.