ટ્રેન્ડમાં છે વજન ઘટાડવાના આ 5 અજીબોગરીબ ડાયેટ પ્લાન
અમદાવાદ, તા. 16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
વજન ઓછું કરવા લોકો આજકાલ જાત-જાતના ડાયેટને ફોલો કરી રહ્યાં છે. કેટલાક લોકો માટે વજન ઘટાડવું સરળ હોય છે જ્યારે કેટલા લોકોને તેના માટે આકરી મહેનત કરવી પડે છે.
વધતા વજનથી કંટાળેલા લોકો પોતાના હિસાબથી નવા-નવા ટ્રેન્ડ બનાવતા રહે છે. આ ડાયેટ ટ્રેન્ડ સમય-સમય પર બદલાતા રહે છે. આવો જાણીએ અત્યાર સુધીના સૌથી વિચિત્ર ડાયેટ ટ્રેન્ડ અંગે.
બેબી ફૂડ ડાયેટ
આ ડાયેટને લેવા પાછળનું ખાસ કારણ ભોજનમાં લો કેલેરી લેવાનું છે. આ પ્રકારની ડાયેટમાં લોકો પોતાના ભોજનની જગ્યાએ બેબી ફૂડ લે છે.
જ્યુસ ડાયેટ
જ્યુસ ડાયેટમાં કોઇ પણ પ્રકારનું સૉલિડ ફૂડ શામેલ નહીં હોતું. આ ડાયેટમાં લોકો ફક્ત ફળો અને શાકભાજીનું જ્યુસ પીવે છે અને કોઇ પણ જાતનું રાંધેલું ભોજન લેતા નથી. વજન ધટાડવાનું આ સૌથી લોકપ્રિય ડાયેટ છે.
અરીસા સામે બેસીને જમવું
અરીસા સામે બેસીને જમવું ઘણું વિચિત્ર છે. આ ડાયેટને ફોલો કરનારને પોતાનો એક અલગ મત છે. તેને ફોલો કરનારનું કહેવું છે કે અરિસા સામે બેસીને જમવાથી તેમને ખબર પડતી રહે છે કે તેઓ કેટલું જમી રહ્યાં છે.
ડાર્ક બ્લૂ રંગની પ્લેટમાં જમવું
એક માન્યતા અનુસાર ડાર્ક બ્લૂ કલરની પ્લેટમાં જમવાથી જલ્દી ભૂખ લાગતી નથી. ડાયટેલ ફોલો કરતા લોકોનું કહેવું છે કે લાઇટ કલરની પ્લેટમાં લોકો ભૂખ લાગી હોય તેના કરતા વધારે ભોજન આરોગી લે છે. જ્યારે ડાર્ક કલરની પ્લેટમાં જમવાથી ભોજન ઓછું પીરસવામાં આવે તો પણ વધારે લાગે છે. આ અંગે બ્રિટન, અમેરિકા અને ઘણા ખરા યુરોપિયન દેશોમાં તેને લઇને પ્રયોગ હાથ ધરાઇ ચુક્યાં છે.
રૉ ફૂડ ડાયેટ
રૉ ફૂડ ડાયેટમાં પ્લાન્ટ બેઝ્ડ ફૂડ ડાયેટમાં લેવામાં આવે છે જેને 46 ડિગ્રીથી ઉપર રાંધવામાં કે પછી ગરમ કરવામાં ન આવ્યું હોય. આ રો ફૂડ ખાસ કરીને ઓર્ગેનિક હોય છે. પણ આ પ્રકારનો ટ્રેન્ડ ફોલો કરવો ઘણો અઘરો છે. લોકોને તેને લાંબા સમય સુધી ફોલો નથી કરી શકતા.