Get The App

Weight Loss Diet: 7 દિવસમાં ઘટશે વજન, ફૉલો કરો આ 3 ટિપ્સ

Updated: Nov 2nd, 2018

GS TEAM

Google News
Google News
Weight Loss Diet: 7 દિવસમાં ઘટશે વજન, ફૉલો કરો આ 3 ટિપ્સ 1 - image

Weight Loss Tips : બધાને એ જાણવામાં રસ હોય છે કે ઓછી મહેનતે અને ઓછા સમયમાં વજન કેવી રીતે ઘટાડી શકાય. આવામાં એક વાત યાદ રાખવી જોઈએ કે વેટ લૉસની ટિપ્સ ત્યારે જ કામમાં આવે છે જ્યારે એને યોગ્ય રીતે કરવામાં આવે. ઘણાં લોકો વેટ લૉસની એક્સર્સાઈઝ અને ટિપ્સ ફોલો કરવાનુ શરૂ કરે છે અને પરિણામ ઝડપથી ના દેખાતા એને વચમાં જ છોડી દે છે. ખરેખર તો કામ તમારે મનોયોગથી કરવું પડે તો જ પરિણામ આપે.

આજે અમે તમને વજન ઘટાડવાની ટિપ્સ જણાવીશું જેનાથી તમારું વજન ઝડપથી ઘટશે. આ ત્રણેય ટિપ્સ તમારા ડાયેટ પ્લાન સાથે જોડાયેલી છે.

Weight Loss Diet: 7 દિવસમાં ઘટશે વજન, ફૉલો કરો આ 3 ટિપ્સ 2 - image

ડાયેટમાં પ્રોટીનને શામેલ કરો
સંતુલિત ખોરાકમાં પ્રોટીન હોવું બહુ જરૂરી છે. પ્રોટીન એકમાત્ર એવું પોષક તત્વ છે જેનાથી તમે વજન ઘટાડી પણ શકો અને વધારી પણ શકો છો. તમે પ્રોટીનનું સેવન કરો એટલે ભૂખ જલદી નથી લાગતી.

તેમજ એના સેવનથી શરીરમાં ભેગા થેયલા બિનજરૂરી ફેટને બહાર કાઢી શકાય છે. તેથી જ તમારે વઝન ઘટાડવું હોય તો યોગ્ય પ્રમાણમાં પ્રોટીન લો. આવું ઓછામાં ઓછું એક મહિનો તમે આવું કરશો તો પરિણામ ચોક્કસ દેખાશે.

Weight Loss Diet: 7 દિવસમાં ઘટશે વજન, ફૉલો કરો આ 3 ટિપ્સ 3 - image

શરીરના મેટાબોલિઝમને વધારો
જો તમારા શરીરમાં મેટાબોલિઝમનું પ્રમાણ યોગ્ય હશે તો તમારું વજન નહીં વધે. ગ્રીન ટી પીવાથી, પૂરતી ઉંઘ લેવાથી અને ભરપુર પાણી પીવાથી  શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટશે અને શરીરનો આકાર કુદરતી રીતે જ સરખો થવા લાગે છે.

રોજિંદા ખોરાકમાં તમે ફાઈબર ફૂડનું પ્રમાણ વધારશો એટલે ઓટોમેટિક તમારો મેટાબોલિઝમ રેટ પણ સરખો થઇ જશે અને તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ બનશે, વધારે પ્રોટીન લેવાથી શરીરનું મેટોબોલિઝમ બુસ્ટ થાય છે અને ભૂખ ઓછી લાગે છે.

સાથે જ તે વજનને કંટ્રોલ કરતાં ઘણાં હાર્મોન્સમાં પણ ચેન્જ લાવે છે. જાણકારોનું કહેવું છે કે પ્રોટીનનું યોગ્ય સેવન શરીરના મેટાબોલિઝમ રેટને 20થી 30 ટકા વધારે છે.

Weight Loss Diet: 7 દિવસમાં ઘટશે વજન, ફૉલો કરો આ 3 ટિપ્સ 4 - image

ખોરાકમાં શુગર, સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડો
વજન ઉતારવા માટે તમારે તમારા ખોરાકમાંથી ગળી વસ્તુઓ, શુગર, સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટને ઓછા કરવા પડશે, તમે આ વસ્તુઓનું પ્રમાણ ઘટાડશો અટેલે તમને ભૂખ ઓછી લાગશે અને ભોજનમાં તમને ઓછી કેલરીની જરૂર જણાશે.

ખાનપાનમાં તમે આ પરિવર્તન લાવશો એટલે તરત જ તમને ફાયદો દેખાવા લાગશે અને તમારું વેટ લૉસ મિશન સફળ થશે. કવાત સમજી લો કે હાઈ પ્રોટીન ડાયેટ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે પરિણામે ભૂખ ઓછી લાગે છે.

તેનાથી વેટ રેગ્યુલેટિંગ હોર્મોન્સ પર પણ સકારાત્મક અસર પડે છે. જો તમને ભૂખ ઓછી લાગશે તો ઓછી કેલેરીની જરૂર પડશે અને વજન નિયંત્રિત રહેશે. કહેવાનો અર્થ એટલો છે કે તમારે દરેક ડાયેટ એ રીતે કરવાનો છે કે શરીરમાં ઓછામાં ઓછા ફેટ બને.

Tags :