20 મિનિટ ચાલવાથી સાત પ્રકારના કેન્સર થવાનુ જોખમ ઓછુ રહે છેઃ સંશોધન
જર્મની, તા. 28. ડિસેમ્બર 2019 શનિવાર
રોજ 20 મિનિટ ઝડપથી ચાલવાના કારણે સાત પ્રકારના કેન્સર થવાનુ જોખમ ઓછુ રહે છે તેવુ તારણ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ બાદ કાઢ્યુ છે.
જર્મન ક્લિનિકલ ઓન્કોલોજીમાં આ સંશોધન પ્રકાશિત થયુ છે.જેમાં વૈજ્ઞાનિકોએ 7.5 લાખ લોકો પર અભ્યાસ કર્યો હતો.સંશોધકોએ શારીરિક સક્રિયતા અને કેન્સર વચ્ચે શું સબંધ છે તે જાણવાની કોશિશ કરી હતી.
સંશોધકોનુ માનવુ છે કે, દર સપ્તાહે અઢી થી પાંચ કલાકની ફિઝિકલ એક્ટિવિટી અથવા તો 1.25 કલાકથી લઈને અઢી કલાકની સખત શારીરિક કસરત કરવી જોઈએ.જેનાથી સાત પ્રકારના કેન્સર થવાની શક્યતા ઓછી થશે.
રોજની 20 મિનિટની ઝડપથી વોકના કારણે લિવર કેન્સરના ખતરાને 18 ટકા, બ્રેસ્ટ કેન્સરના ખતરાને 6 ટકા અને કિડનીના કેન્સરના ખતરાને 11 ટકા સુધી ઘટાડી શકાય છે.આ સિવાય મહિલાઓમાં ગર્ભાશય કેન્સરનો ખતોર 18 ટકા, લિમ્ફોમાનુ જોખમ 18 ટકા, કોલોન કેન્સરનો ખતરો 14 ટકા અને બ્લડ કેન્સરનો ખતરો 19 ટકા ઓછો થઈ જાય છે.
આ સ્ટડીના પરિણામો કહી રહ્યા છે કે, કસરત કરવાથી કેન્સરનુ જોખમ ઓછુ રેહ છે.કારણકે કસરત કરવાથી વજન ઓછુ થતુ હોય છે પણ જો કોઈ વ્યક્તિ કસરત કરવામાં એક્ટિવ હોય અને તેનુ વજન ઓછુ ના પણ થાય તો કસરતાના કારણે તેને કેન્સર સામે સુરક્ષા મળતી હોય છે.