Kolhapur Violence: મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં મંગળવારે રાત્રે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હકીકતમાં, ભારત તરુણ મંડળ આયોજીત રાજેબાગસ્વર ફૂટબોલ ક્લબની 31મી વર્ષગાંઠ પર સિદ્ધાર્થ નગર ચોકમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માટે બપોરથી જ વિસ્તારમાં ફ્લેક્સ પોસ્ટર, બેનરો અને સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી.
આ પણ વાંચો: સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ
કાર્યક્રમ શરુ થતાં પહેલા સાંજ સુધીમાં આ વિવાદે ગંભીરરુપ ધારણ કર્યું હતું. રાત્રે 10 વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ ચોક ખાતે બંને સમુદાયના સેંકડો લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો હતો. ટોળાએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓને પણ નિશાન બનાવી હતી. આ દરમિયાન, બે વાહનોને આગ ચાંપી દીધી હતી અને લગભગ 6 વાહનોની તોડફોડ કરવામાં આવી. કેટલાક વાહનોને પલટી મારીને આગ ચાંપી ચાંપવામાં આવી હતી.
સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલનો માહોલ સર્જાયો
તણાવ વચ્ચે બંને પક્ષના લોકો 'જય ભીમ' ના નારા લગાવી રહ્યા હતા. તેમજ આ વિસ્તારમાં લગાવવામાં આવેલા ડિજિટલ ફ્લેક્સ પોસ્ટરોને પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટના દરમિયાન સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં લગભગ 8 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: પંજાબમાં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, ગામમાં આગ ફેલાતા 2ના મોત, 50થી વધુ દાઝ્યાં
200 થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરાયા
પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તણાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને 200 થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કોલ્હાપુરના એસપી યોગેશ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આ ઘટના પરસ્પર ગેરસમજનું પરિણામ છે. તેમણે લોકોને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.


