શરીરમાં આયરનની ખામીને દૂર કરે છે પાલકની ભાજીની આ 5 ડિશ
નવી દિલ્હી, 6 ઓક્ટોબર 2019, રવિવાર
જીવનની દોડધામમાં આપણે આપણા ખાવા પીવા પ્રત્યે બેદરકાર થઈ જઇએ છીએ. આવી સ્થિતિમાં આપણા શરીરમાં પોષક તત્વોનો અભાવ ઊભો થાય છે. તેમાંની કેટલાક પોષક તત્વોની ઊણપ એટલી જોખમી નથી જો આ ઊણપના કારણે એનિમિયા થઈ જાય તો શરીરને ભારે નુકસાન થઈ શકે છે.
એનિમિયા થવાનું જોખમ સ્ત્રીઓમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં કેટલીક આ પ્રકારની ચીજોને રોજના આહારમાં શામેલ કરવી જોઈએ જેથી તમારા પરથી એનિમિયા થવાનું જોખમ ટળી જાય અને તમારું શરીર પણ સ્વસ્થ રહે. તો આજે તમને પાલકની એવી વાનગીઓ વિશે જણાવીએ જે સ્વાદિષ્ટ હોવાની સાથે આયરનથી ભરપૂર છે.
પનીર સ્પિનચ સૂપ
સ્વાસ્થ્ય માટે પાલકના શાક કરતાં વધારે સ્પિનચ સૂપ વધુ ફાયદાકારક છે. તેના માટે પનીરના કેટલાક ટુકડાને પાલકના સૂપમાં ઉમેરી દેવા. તેનાથી તમારું સૂપ સ્વાદિષ્ટ પણ બની જશે.
પાલક, દાળ ખીચડી
જો તમને ખીચડી પસંદ ન હોય તો તમે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં પાલક ઉમેરી શકો છો. આમ કરવાથી તમે કઠોળમાંથી પ્રોટીન મેળવશો એટલું જ નહીં પણ તમને પાલકમાં રહેલા પોષક તત્વોનો લાભ પણ મળશે.
પાલક વટાણા
ખાવાના શોખીન લોકો વટાણામાં પાલક ઉમેરીને કંઇક નવું ટ્રાય કરી શકે છે. તે તમારા શરીરમાં પોષણને સંપૂર્ણ કરશે.
સલાડ
તમે જે પણ ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરો છો તો તમે પાલકને સલાડમાં ઉમેરી શકો છો. પાલક અને બીટને અન્ય વસ્તુઓને સમારી તેમાં ચાટ મસાલા ઉમેરી તેનું સેવન કરી શકાય છે.
કાજુ વટાણા અને પાલકની કઢી
આ વાનગી શ્રીલંકામાં ખૂબ પ્રખ્યાત છે. તેમાં કાજુ અને વટાણા નાખીને ગ્રેવી બનાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં પાલક નાખવામાં આવે છે.