Get The App

સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળી છે અનેક રોગની દવા, જાણો ફાયદા

Updated: Dec 31st, 2018

GS TEAM

Google News
Google News
સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળી છે અનેક રોગની દવા, જાણો ફાયદા 1 - image

લખનઉ, 31 ડિસેમ્બર 2018, સોમવાર

વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે. જ્યારે શરીરમાં આયરન અને પોટેશિયમની ખામી હોય, મહિલાઓને માસિકની અનિયમિતતા હોય તો વરિયાળી ખાવી લાભકારી નીવળે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન, પોટેશિયમ જેવા લાભકારી તત્વ હોય છે. જે મહિલાઓને અનિયમિત માસિકની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે 1 ચમચી વરિયાળી ખાવી જોઈએ. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થવા લાગશે. 

આંખ માટે ફાયદાકારક

વરિયાળીનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. રોજ ભોજન કર્યા પછી 1 ચમચી વરિયાળી ખાવી જોઈએ. આ ઉપરાંત વરિયાળીનો પાવડર રાત્રે દૂધમાં મીક્ષ કરી અને પી લેવો જોઈએ. દૂધ સિવાય આ પાવડર તમે પાણી સાથે પણ લઈ શકો છો. 

ઉધરસ મટાડવા

10 ગ્રામ વળિયાળીનો અર્ક મધમાં ઉમેરી દિવસમાં 2થી 3 વાર લેવાથી ઉધરસ મટી જાય છે. આ સિવાય 1 ચમચી વરિયાળી અને 2 ચમચી અજમો અડધો લીટર પાણીમાં ઉકાળવા. પાણી અડધુ રહે એટલે તેમાં 2 ચમચી મધ ઉમેરી અને તેને ગાળી લેવું. ઠંડુ થાય એટલે તેને બોટલમાં ભરી લેવો અને આ કાઢામાંથી 3 ચમચી એક એક કલાકે પીવો. ઉધરસ મટી જશે.

બાળકોની સમસ્યા અને વરિયાળી

નાના બાળકોને અવારનવાર પાચન સમસ્યા થાય છે. તેવામાં તેને બે ચમચી વરિયાળીનું ચૂર્ણ બે કપ પાણીમાં ઉકાળી અને પીવડાવવું. આ પાણી પીવાથી બાળકોને પેટમાં ચુક આવવી જેવી સમસ્યાઓ પણ દૂર થઈ જાશે. 

યાદશક્તિ વધારે

જો તમારી યાદશક્તિ ઓછી હોય તો તેના માટે વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવું. આ પાવડરને બે ચમચી સવારે અને સાંજે સેવન કરવાથી યાદશક્તિ વધે છે. 

કબજિયાતની સમસ્યા દૂર કરવા

વરિયાળીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત નથી થતી. તેના માટે વરિયાળીને સાકર સાથે પીસી અને ચૂર્ણ બનાવી લેવું. રોજ રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી ચૂર્ણ ખાઈ લેવું. પેટની સમસ્યાઓ દૂર થાય છે.