પેટની દરેક સમસ્યાને દૂર કરશે આ યોગાસન, આ એક નિયમનું કરવું પાલન
નવી દિલ્હી, 20 માર્ચ 2020, શુક્રવાર
ખોટી જીવનશૈલીના કારણે ઘણા લોકો પેટથી સંબંધિત રોગ થઈ જાય છે. પેટની સમસ્યાના કારણે તેમને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખોરાકનું પાચન ન થવાની સ્થિતિમાં શરીર રોગોનું ઘર બને છે. આ સાથે જ શરીરમાં અન્ય બીમારીઓ થવા લાગે છે. જો કે યોગ દ્વારા આ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.
ઉત્તાન પાદાસન
ઉત્તાન પાદાસન એક એવો યોગ છે જેને કરવાથી તમે પેટની બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. પાચન શક્તિ વધારવાની સાથે તે ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. પેટમાં કબજિયાતની સમસ્યા માટે આ રામબાણ ઉપચાર છે. આ આસન કરવાથી આંતરડા મજબૂત થાય છે. આમ કરવાથી ગેસનો રોગ પણ સમાપ્ત થાય છે.
કેવી રીતે કરવું આસન
આ આસન કરવા માટે પહેલા જમીન પર સૂઈ જાઓ. હવે તમારા બંને હાથને સાથળની બાજુમાં રાખો. ત્યાર પછી એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે તમારા બંને પગ એક સાથે ઊંચા કરો. પગ નીચે કરતાં કરતાં ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવો. જમીન પર સૂઈ અને શરીરને ઢીલું છોડી દેવું.
આ આસન કરવા પહેલા સુનિશ્ચિત કરવું કે તમને પેટની કોઈ ગંભીર બીમારી તો નથી. આ ઉપરાંત સ્નાયૂની તકલીફ હોય તેમણે અને ગર્ભવતી મહિલાઓએ પણ આ આસન કરવું જોઈએ નહીં.